AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covaxin કે Covishield, કઈ વેક્સિનથી બને છે વધુ એન્ટીબોડી? જાણો સ્ટડીમાં શું આવ્યું બહાર

કોરોનાની બીજી લહેર વચ્ચે વેક્સિન લેતા પહેલા લોકો કઈ વેક્સિન લેવી તે અંગે વિચારણા કરી રહ્યા છે. આવામાં બહાર આવેલી એક સ્ટડીમાં તમારા અમુક પ્રશ્નોના જવાબ છુપાયેલા છે.

Covaxin કે Covishield, કઈ વેક્સિનથી બને છે વધુ એન્ટીબોડી? જાણો સ્ટડીમાં શું આવ્યું બહાર
Covaxin અને Covishield
| Updated on: Jun 07, 2021 | 10:43 AM
Share

દેશમાં વેક્સિન અભિયાન ચાલી રહ્યું છે. આવામાં આવી વેક્સિન લેવી અને કઈ નહીં તેની પણ મૂંઝવણ જોવા મળી રહી છે. લોકોને ઘણા અહેવાલો અને જાહેરાતો થકી કહેવામાં આવી રહ્યું છે કે બંને કોરોના વેક્સિન સુરક્ષિત અને અસરકારક છે. આ વચ્ચે કઈ વેક્સિનથી કોરોના સંક્રમણનમી જોખમ દુર થઇ જાય છે? કઈ વેક્સિન લેવાથી વધુ એન્ટીબોડી બને છે? આવા ઘણા પ્રશ્નો લોકોના મગજમાં છે.

કોરોના વેક્સિનને લઈને અનેક પ્રશ્નો

કોરોનાની બીજી લહેર વચ્ચે વેક્સિન લેતા પહેલા લોકો કઈ વેક્સિન લેવી તે અંગે વિચારણા કરી રહ્યા છે. આવામાં બહાર આવેલી એક સ્ટડીમાં તમારા અમુક પ્રશ્નોના જવાબ છુપાયેલા છે. જણાવી દઈએ કે સ્ટડી અનુસાર ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ (Covishild) સ્વદેશી કોવેક્સિન (Covaxine) ની સરખામણીમાં વધુ એન્ટીબોડી બનાવે છે.

કોવેક્સિનના પ્રથમ ડોઝ બાદ થઇ સ્ટડી

કોરોના વાયરસ વેક્સિન ઇન્ડ્યૂસ્ડ એન્ટીબોડી ટાઈટ્રે (COVAT) દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રારંભિક અભ્યાસ મુજબ, વેક્સિન પ્રથમ ડોઝ લેનારા લોકોમાં કોવેક્સિનની તુલનામાં કોવિશિલ્ડ વેક્સિન લેનારા લોકોમાં વધુ એન્ટિબોડીઝ હતા. આ અધ્યયનમાં 552 હેલ્થકેર કામદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવાશિલ્ડ રસી લેનારા લોકોમાં એન્ટિ-સ્પાઇક એન્ટિબોડીઝનો સેરોપોઝિટિવીટી રેટ (Seropositivity Rate) કોવાશિલ્ડનો પ્રથમ ડોઝ લેનારા લોકો કરતા નોંધપાત્ર રીતે વધારે હતો.

બંને વેક્સિનનું સારું રિઝલ્ટ

અધ્યયનમાં જણાવાયું છે કે એન્ડી કોરોનાવાયરસ વેક્સિનમાં, કોવિશિલ્ડ અને કોવેક્સિન બંનેનો પ્રતિભાવ સારો હતો. પરંતુ કોવિશિલ્ડમાં સેરોપોઝિટિવીટી રેટ અને એન્ટિ-સ્પાઇક એન્ટિબોડી વધારે છે. સર્વેક્ષણ કરાયેલા 456 આરોગ્ય સંભાળ કામદારોને કોવાશિલ્ડનો પ્રથમ ડોઝ અને 96 લોકોને કોવેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. પ્રથમ ડોઝ પછીનો એકંદર સેરોપોઝિટિવીટી રેટ 79.3% હતો.

બીજા ડોઝ બાદ ઈમ્યુન સિસ્ટમ પર મળશે વધુ જાણકારની

જો કે અધ્યયનમાં તારણ આવ્યું છે કે આરોગ્યસંભાળ કામદારો કે જેમણે બંને રસી મેળવી હતી, તેમની ઈમ્યુન સારી રહી હતી. COVAT ની આ સ્ટડી આગળ ચાલુ જ છે અને વેક્સિનના બીજા ડોઝ બાદ રોગપ્રતિકારક પ્રતિક્રિયા પર વધુ પ્રકાશ પડશે. આ અધ્યયનમાં એવા આરોગ્ય કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા છે જેમને કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી આપવામાં આવી હતી. વળી આમાંના કેટલાક એવા હતા જેમને સાર્સ-કોવી-2 ચેપ લાગ્યો હતો. તે જ સમયે, કેટલાક એવા પણ હતા જેઓ પહેલાં આ વાયરસના સંપર્કમાં નહોતા આવ્યા.

આ પણ વાંચો: ખુશખબર: ત્રીજી લહેર સામે લડવા સરકારે કમર કસી, AIIMS માં બાળકો માટેની વેક્સિનનું ટ્રાયલ શરુ

g clip-path="url(#clip0_868_265)">