Navsari : કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી, ચીકુ અને શાકભાજીના પાકને નુકસાનની ભીતિ
બદલાતા વાતાવરણની સાથે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તમામ ઋતુઓમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે ખોટનો સોદો સાબિત થઇ રહ્યો છે. બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને તથા શાકભાજીના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ગ્લોબલ વોર્મિંગએ (global warming) દેશ અને દુનિયા માટે યક્ષ પ્રશ્ન બની ગયો છે. ભારત દેશમાં પણ ઋતુઓની અનિયમિતતા ખેડૂતોને(Farmer) સતાવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા કમોસમી વરસાદના(Unseasonal rains) કારણે ચીકુના પાકમાં અને શાકભાજીમાં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.
નવસારી જિલ્લોએ કૃષિપ્રધાન જિલ્લા તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતો છે. ખાસ કરીને બાગાયતી પાક શેરડી અને ડાંગર મહત્વના પાક છે. છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ(Unseasonal rains) અને વાવાઝોડાની સ્થિતિના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બનતી જઈ રહી છે. હાલ બે દિવસથી કમોસમી વરસાદની હેલી જામી છે. જેના કારણે વાતાવરણમાં અચાનક પલટો અને બે દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે ખેતીના પાકોને મોટા નુકસાનની ભીતિ ઉભી થઈ છે. જેને લઇને ખેડૂતો ચિંતીત બન્યા છે. ખાસ કરીને નવસારી(Navsari) જિલ્લાના ચીકુના પાકને મોટાપાયે નુકસાન થવાની શક્યતાઓ ખેડૂતો જોઈ રહ્યા છે. સાથે ડાંગરના પાકને પણ મહદ અંશે નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.
કમોસમી વરસાદે ખેડૂતો(Farmer)ની ચિંતા વધારી
કમોસમી વરસાદની આગાહી રાજ્યના હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવી હતી. જેમાં ખેડૂતોને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું હતું. ડાંગર પકવતા ખેડૂતોને પહેલેથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. સાથે ખેડૂતોને નુકસાન ન થાય તેવા સાવચેતીના પગલા લેવા માટે જણાવ્યું હતું. પરંતુ બાગાયતી પાકોમાં તથા શાકભાજીના પાકમાં કમોસમી વરસાદના કારણે જીવાતો પડવાની અને ફૂલોનું ખરાબ થવાની શક્યતાઓ વધી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને એલર્ટ રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
બદલાતા વાતાવરણની સાથે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તમામ ઋતુઓમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે ખોટનો સોદો સાબિત થઇ રહ્યો છે. બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને તથા શાકભાજીના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાથે ઉત્પાદન ખર્ચ વધવાના કારણે ખેડૂતોના આર્થિક માળખાને કમોસમી વરસાદ મોટું નુકસાન વેઠવા મજબૂર કરી રહ્યો છે.
આ પણ વાંચો : BOTAD : ગઢડાના પાટણા ગામના વિદ્યાર્થીઓનો ચક્કાજામ, એસટી બસના સ્ટોપેજ બાબતે વિરોધ