Narmada : ડ્રેગન ફ્રુટની ખેતી તરફ આકર્ષાયા ખેડૂતો, વનવિભાગ દ્વારા ખેડૂતોને સહાય મળશે

કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટની વૈજ્ઞાનિક ઢબની ખેતી તરફ નર્મદા જિલ્લાના 100 જેટલા ખેડૂતો વળ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નજીકના વિસ્તારમાં આ ખેતી કરવામાં આવી રહી છે.

Narmada : ડ્રેગન ફ્રુટની ખેતી તરફ આકર્ષાયા ખેડૂતો, વનવિભાગ દ્વારા ખેડૂતોને સહાય મળશે
file
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 1:16 PM

Narmada : જિલ્લાના ખેડૂતો કમલમ એટલે કે ડ્રેગન ફ્રુટની ખેતી તરફ વળી રહ્યા છે. જોકે આ ખેડૂતોને સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવી રહી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા કમલમ એટલે કે ડ્રેગન ફ્રુટની ખેતી માટે ખેડૂતના ખેતરમાં છોડ,ડ્રિપ માટે પાઇપ અને થાંભલા પણ ઉભા કરી આપવામાં આવે છે.

ખેડૂતને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ખેતી કરવાની હોય છે. અને એનું જે વળતર મળે તે ખેડૂતે જ લેવાનું હોય છે. સરકારમાં એક રૂપિયો પણ આપવાનો રહેતો નથી. નર્મદા જિલ્લાના સમારીયા વિસ્તારના ખેડૂત ઉપેન્દ્રસિંહ જણાવી રહ્યા છે કે બીજી બધી ખેતી કરતા કમલમની ખેતી ખૂબ લાભદાયી છે.

ડ્રેગન ફ્રુટ એટલે કમલમના બજાર ભાવ અને વધતી જતી માંગના કારણે ખેડૂતો ડ્રેગન ફ્રૂટની લાભદાયક ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે. ડ્રેગન ફ્રૂટની ખેતી ખેડૂતો માટે અનેક રીતે ફાયદાકારક તો છે જ સાથે લોકો માટે પણ ફાયદાકારક છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

લોકો ડ્રેગન ફૂટનું સેવન માત્ર સ્વાદ કે શોખ માટે જ નથી કરી રહ્યા. પણ ડ્રેગન ફ્રુટમાંથી મળતા ઔષધીય ગુણ અને બીમારી સામે લડવાના ગુણધર્મને કારણે પણ લોકોમાં ડ્રેગન ફ્રૂટની માંગ દિવસેને દિવસે વધી રહી છે. ડ્રેગન ફૂટના ગુણોની જેમ ડ્રેગન ફ્રૂટનો દેખાવ પણ આકર્ષક હોય છે.

ડ્રેગન ફ્રુટનો 70 થી 80 ટકા ભાગ ખાવા યોગ્ય હોય છે. જેને પલ્પ કહેવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટના પલ્પમાં વિટામિન સી, એન્ટિ ઓક્સિડન્ટ, ફાઈબર, ફોસ્ફરસ અને કેલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે. કુદરતી ઉપચારમાં તો ડ્રેગન ફૂટ ખૂબ જ લાભદાયી છે. બજારમાં ડ્રેગન ફ્રુટ 200થી 250 રૂપિયે કિલોના ભાવે વેચાઈ છે. સામાન્ય રીતે, ત્રણ પ્રકારના ડ્રેગન ફ્રુટ જોવા મળે છે.

1) લાલ છાલ સફેદ પલ્પ 2) લાલ છાલ લાલ પલ્પ અને 3) પીળી છાલ સફેદ પલ્પ

નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની બનાવવામાં આવી છે. ત્યારે આ વિસ્તારમાં હજારો પ્રવાસીઓ આવે છે. જેથી આ કમલમ એટલે કે ડ્રેગન ફ્રુટ અમારે બહાર વેચવા જવાની જરૂર નહીં પડે. અને ખેડૂતો સ્ટેચ્યુ વિસ્તારમાં જ વેચી શકશે તેથી સારો ભાવ પણ મળી રહેશે.

ફોરેસ્ટ વિભાગ દ્વારા એક મંડળી બનાવીને વેચાણ કરવામાં માટેની પણ તૈયારી બતાવી છે. ડ્રેગન ફ્રુટની એકવાર વાવણી કર્યા બાદ 25 વર્ષ સુધી ફળ આપે છે જેથી ખેડૂતોને ખૂબ ફાયદો થઈ રહ્યો છે .

ડ્રેગન ફ્રુટના ફાયદા

વધતાં જતાં ઉદ્યોગો અને ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રદુષણ વધી રહ્યું છે. અને તેના કારણે બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટિસ, તણાવ જેવી બીમારીઓનું પ્રમાણ વધી ગયું છે. ડાયાબિટિસને રોકવામાં, ઝેરી દ્રવ્યો ઓછાં કરવામાં, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવામાં ડ્રેગન ફ્રુટ ઉપયોગી સાબિત થયું છે.

ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ ઉદ્યોગોમાં પણ થવા લાગ્યો છે. રસ, જામ, સીરપ, આઈસ્ક્રીમ, દહીં, સલાડ, સૂપ, જેલી, કેન્ડી અને પેસ્ટ્રીઝ સુધીની બનાવટોમાં ડ્રેગન ફ્રુટનો વપરાશ વધી રહ્યો છે. સાથે કુદરતી રંગો બનાવવામાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે.

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">