Organic Farming: કેન્દ્ર સરકાર આ ખાસ કામ માટે બનાવશે લેબ, જેનો સીધો ફાયદો થશે દેશના ખેડૂતોને

“ આ ખાસ કામથી ખેડૂતોને તેમના ઓર્ગેનિક ઉત્પાદનોની સારી કિંમત મેળવવામાં મદદ મળશે. અમૂલ અને અન્ય કેટલીક સહકારી સંસ્થાઓ આના પર કામ કરી રહી છે. મને ખાતરી છે કે આપણી ઓર્ગેનિક કૃષિ પેદાશો આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત મેળવશે.

Organic Farming: કેન્દ્ર સરકાર આ ખાસ કામ માટે બનાવશે લેબ, જેનો સીધો ફાયદો થશે દેશના ખેડૂતોને
organic farming ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 5:01 PM

કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે (Amit shah)  જણાવ્યું હતું કે ખેડૂતોને ઓર્ગેનિક રીતે ઉત્પાદિત (organic product) વસ્તુઓના ઊંચા ભાવ મેળવવામાં મદદ કરવા માટે તેમના મંત્રાલયે એક યોજના ઘડી છે. આવા ઉત્પાદનોને પ્રમાણિત કરવા અને રાસાયણિક ખાતર મુક્ત જમીનની ચકાસણી કરવા દેશભરમાં પ્રયોગશાળાઓ ખોલવામાં આવશે. અમિત શાહ કે જેઓ ગૃહમંત્રી પણ છે તેમણે ગુજરાતના આણંદમાં આયોજિત ‘નેશનલ કોન્ફરન્સ ઓન નેચરલ ફાર્મિંગ’માં તેમના સંબોધન દરમિયાન આ જાહેરાત કરી હતી.

અમિત શાહના મતે, જો ખેડૂતોને આવા ઉત્પાદનોના લાભકારી ભાવ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ મળે તો તેઓ મોટી સંખ્યામાં જૈવિક ખેતી અપનાવશે. શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “અમારા આગળનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રાન્ડ નેમ સાથે પ્રમાણિત ઓર્ગેનિક ઉત્પાદનોનો સપ્લાય કરવાનો છે.

સહકાર મંત્રાલય દેશમાં પ્રયોગશાળાઓનું નેટવર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જે માત્ર ઓર્ગેનિક ઉત્પાદનોને જ પ્રમાણિત નહીં કરે પરંતુ તે જમીન કે જેમાં તેઓ ઉગાડવામાં આવે છે તેને પણ પ્રમાણિત કરશે કે તે જમીનો રાસાયણિક ખાતરોની અસરોથી મુક્ત છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

‘ખેડૂતોને ઓર્ગેનિક ઉત્પાદનોના સારા ભાવ મળશે’ “આ કામથી ખેડૂતોને તેમના ઓર્ગેનિક ઉત્પાદનોની સારી કિંમત મેળવવામાં મદદ મળશે. અમૂલ અને અન્ય કેટલીક સહકારી સંસ્થાઓ આના પર કામ કરી રહી છે. મને ખાતરી છે કે આપણી ઓર્ગેનિક ખેત પેદાશોની આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત મળશે.

મંત્રીએ કહ્યું કે લેબોરેટરી નેટવર્ક સ્થાપિત કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી એક વર્ષમાં ઓછામાં ઓછા બે રાજ્યોમાં ઓર્ગેનિક ઉત્પાદનોનું વેચાણ કરવા માટે ‘માર્કેટિંગ ચેઇન’ સ્થાપિત કરવામાં આવશે. દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આ વર્ષે જુલાઈમાં સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી હતી અને અમિત શાહને આ નવા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો :  લશ્કર જેવા આતંકવાદી જૂથો પાકિસ્તાનની ધરતી પરથી ભારતને નિશાન બનાવે છે, અમેરિકાના રિપોર્ટમાં થયો ખુલાસો

આ પણ વાંચો : RRR Movie : RRRના લોન્ચ પર કરણ જોહર હોસ્ટ કરશે ફિલ્ટર કોફી વિથ કરણ, જુનિયર એનટીઆર અને આલિયા ભટ્ટ રહેશે હાજર

g clip-path="url(#clip0_868_265)">