AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લશ્કર જેવા આતંકવાદી જૂથો પાકિસ્તાનની ધરતી પરથી ભારતને નિશાન બનાવે છે, અમેરિકાના રિપોર્ટમાં થયો ખુલાસો

ભારતને નિશાન બનાવતા આતંકવાદી જૂથો પાકિસ્તાનની ધરતી પરથી તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે. અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા આતંકવાદ પર જાહેર કરાયેલા નવા રિપોર્ટમાં કેટલાક ખુલાસા કરવામાં આવ્યા છે.

લશ્કર જેવા આતંકવાદી જૂથો પાકિસ્તાનની ધરતી પરથી ભારતને નિશાન બનાવે છે, અમેરિકાના રિપોર્ટમાં થયો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 3:49 PM
Share

ભારતને નિશાન બનાવતા આતંકવાદી જૂથો (Terror groups) પાકિસ્તાનની ધરતી પરથી તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે. પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના (Jaish-e-Mohammed) સ્થાપક અને યુએન દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી મસૂદ અઝહર (Masood Azhar) અને 2008ના મુંબઈ હુમલાના પ્રોજેક્ટ મેનેજર સાજિદ મીર (Sajid Mir) સહિત અન્ય આતંકવાદીઓ સામે પણ કાર્યવાહી કરી નથી. અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા આતંકવાદ પર જાહેર કરાયેલા નવા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

અમેરિકાના વિદેશ સચિવ એન્ટની બ્લિંકને (Antony Blinken) ગુરુવારે જાહેર કરાયેલા આતંકવાદ પરના કન્ટ્રી રિપોર્ટ 2020માં જણાવ્યું હતું કે, પ્રાદેશિક આતંકવાદી જૂથો પાકિસ્તાનમાંથી તેમની ગતિવિધિઓ કરી રહ્યા છે. અહેવાલ મુજબ, લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) ભારતને તેમજ અફઘાનિસ્તાનને નિશાન બનાવી રહેલા જૂથોને નિશાન બનાવી રહી છે, જેમાં અફઘાન તાલિબાન અને તેના સંલગ્ન હક્કાની નેટવર્કનો સમાવેશ થાય છે. અને તેના સંલગ્ન સંગઠનો અને જૈશ-એ-મોહમ્મદ (JeM) સહિત અન્ય આતંકવાદી જૂથોએ પાકિસ્તાનની ધરતી પરથી તેમની કામગીરી ચાલુ રાખી છે.

મસૂદ અઝહર અને સાજિદ મીર પાકિસ્તાનમાં છૂટથી ફરે છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને અન્ય વોન્ટેડ આતંકવાદીઓ જેમ કે, JeMના સ્થાપક અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિયુક્ત આતંકવાદી અઝહર અને 2008ના મુંબઈ હુમલાના પ્રોજેક્ટ મેનેજર મીર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. એવું માનવામાં આવે છે કે, અઝહર અને મીર બંને પાકિસ્તાનમાં આઝાદીથી ફરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરીમાં અને ફરીથી નવેમ્બરમાં લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદને આતંકવાદને નાણાં પૂરા પાડવાના અનેક આરોપોમાં દોષિત ઠેરવ્યો હતો અને તેને સાડા પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.

અમેરિકા-ભારત સંબંધો પર રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને 2020માં ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એક્શન પ્લાનને પૂર્ણ કરવાની દિશામાં વધારાની પ્રગતિ કરી હતી પરંતુ તમામ વર્ક પ્લાન કાર્યો પૂર્ણ કર્યા નથી અને FATF ગ્રે લિસ્ટમાં છે. યુએસ-ભારત સહયોગ પર પ્રકાશ પાડતા અહેવાલમાં જણાવાયું છે કે, યુએસ ભારત સરકાર સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારી ચાલુ રાખી રહ્યું છે. આમાં સપ્ટેમ્બરમાં 17મી એન્ટી ટેરરિઝમ જોઈન્ટ વર્કિંગ ગ્રુપ જેવી દ્વિપક્ષીય મેળાપ સામેલ છે. આ સિવાય બંને દેશોની સુરક્ષા એજન્સીઓ વચ્ચે સારો તાલમેલ છે.

આ પણ વાંચો: UPSC Success Story: તૈયારી દરમિયાન તમારી નબળાઈ દૂર કરવી જરૂરી છે, જાણો IAS કનિષ્ક પાસેથી સફળતાનો મંત્ર

આ પણ વાંચો: Good News: દરેક કોલેજ-યુનિવર્સિટીમાં મહિલા સ્ટુડન્ટ્સને મળશે મેટરનિટી લીવ, હાજરીમાં મળશે છૂટ, જુઓ UGCની સૂચના

g clip-path="url(#clip0_868_265)">