AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lily Flower Farming: લીલીના ફૂલથી થશે સારી કમાણી, આવો જાણીએ કેવી રીતે ખેતી કરવામાં આવે છે અને શું રાખવું પડે છે ધ્યાન

ભારતમાં લીલીની ખેતી ખૂબ જ ઓછી માત્રામાં કરવામાં આવે છે. જેના કારણે કંપનીઓ ખેડૂતો સાથે અગાઉથી સોદા કરે છે. આનો ફાયદો ખેડૂતોને એ થશે કે તેમને બજારમાં જવું પડતું નથી.

Lily Flower Farming: લીલીના ફૂલથી થશે સારી કમાણી, આવો જાણીએ કેવી રીતે ખેતી કરવામાં આવે છે અને શું રાખવું પડે છે ધ્યાન
Lily-Flower (PS : DD kisan )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:54 AM
Share

ભારત સહિત સમગ્ર વિશ્વમાં સુશોભિત ફૂલોની માંગ સતત વધી રહી છે. દેશમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોની (Farmers) સામે સુશોભન ફૂલો એક નવા વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. આ માત્ર જોવામાં જ આકર્ષક નથી, પરંતુ ખેડૂતો તેમાંથી ઘણી કમાણી પણ કરી રહ્યા છે. આવું જ એક ફૂલ છે લીલી (Lily Flower).  તે એક વિદેશી સુશોભન ફૂલ છે અને ઘણા રંગોમાં આવે છે. ભારતના ખેડૂતો ખેતી કરીને અઢળક કમાણી કરી રહ્યા છે.

લીલી એક વિદેશી ફૂલ હોવા છતાં તે ભારતમાં વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે. ખેડૂતો આખું વર્ષ પોલી હાઉસમાં તેનું ઉત્પાદન કરતા હોય છે. આપણા દેશમાં તેની ખેતી ખૂબ જ ઓછી માત્રામાં થાય છે. હાલમાં આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશના ખેડૂતો જ લીલીના ફૂલો ઉગાડે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ તેની ખેતી થઈ રહી છે.

લીલી ફૂલની ખેતીને લગતી માહિતી

લીલીની ખેતી ત્રણ તબક્કામાં થાય છે. પ્રથમ ચરણમાં ટીશ્યુ કલ્ચર પ્રક્રિયા દ્વારા નર્સરી તૈયાર કરવામાં આવે છે. આ કામ મોટી લેબોરેટરી કે કંપનીઓમાં થાય છે. બીજા તબક્કામાં નર્સરી એટલે કે રોપા વાવવામાં આવે છે. છોડ ફૂલો નહીં પણ કંદ પેદા કરે છે. ત્રીજા તબક્કામાં તે કંદ કુંડામાં વાવવામાં આવે છે. આ રીતે ખેડૂતોને ફૂલો મળે છે.

પહાડી રાજ્યોમાં આબોહવા લીલી માટે અનુકૂળ છે. આવા વિસ્તારોમાં રહેતા ખેડૂતો ખુલ્લામાં લીલીની ખેતી પણ કરી શકે છે. મેદાનોમાં લીલીની ખેતી માટે પોલી હાઉસની જરૂર પડે છે. પોલી હાઉસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે 2.5 કિલો કોકોપીટ, 2.5 કિલો અળસિયાનું ખાતર, 2.5 કિલો ભૂંસુ અને 5 કિલો કોલસાની રાખની જરૂર પડે છે. આ પછી આ મિશ્રણમાં રોપાઓ વાવવામાં આવે છે અને ખેડૂતોને કંદ મળે છે.

કંદના વિકાસમાં ત્રણ મહિના લાગે છે. આ સમય દરમિયાન સારી કાળજી જરૂરી છે અને ટપક સિંચાઈની ભલામણ કરવામાં આવે છે. ત્રણ મહિના પછી કંદ તૈયાર થાય છે. કંદ મૂળની સાથે જ ઉખડી જાય છે.

લીલીના કંદ વેચીને પણ ખેડૂતો કમાણી કરે છે

ખેડૂતો ઈચ્છે તો કંદ વેચીને પણ મોટી કમાણી કરી શકે છે. જો તમે કંદ વેચવા માંગતા ન હોય તો તેને કુંડામાં વાવો અને સીધા ફૂલો ઉગાડીને વેચો. ત્રણ-ત્રણ કંદ પહેલાથી તૈયાર મિશ્રણ ભરીને કુંડામાં વાવવામાં આવે છે. પછી કંદ મિશ્રણ સાથે આવરી લેવામાં આવે છે.

રોપણી પછી તરત જ પાણીનો છંટકાવ કરવો જરૂરી છે. 7 દિવસ પછી પોલી હાઉસનું તાપમાન 20થી 25 ડિગ્રી પર ઠીક કરવાની સલાહ આપવામાં આવે છે. કંદ ટ્રાન્સપ્લાન્ટ થયાના 30 દિવસ પછી લીલી કળીઓ દેખાય છે અને તરત જ ફૂલો ખીલે છે.

ભારતમાં લીલીની ખેતી ખૂબ જ ઓછી માત્રામાં કરવામાં આવે છે. જેના કારણે કંપનીઓ ખેડૂતો સાથે અગાઉથી સોદા કરે છે. આનો ફાયદો ખેડૂતોને એ થશે કે તેમને બજારમાં જવું પડતું નથી.

આ પણ વાંચો : Covid Guidelines: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જરૂરી નથી માસ્ક, કેન્દ્રએ નવી કોરોના માર્ગદર્શિકા પાડી બહાર

આ પણ વાંચો : સંકટ ચતુર્થીએ કરો આ ગણેશ મંત્રનો જાપ, વિઘ્નહર્તા હરી લેશે જીવનના સઘળા સંતાપ !

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">