Covid Guidelines: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જરૂરી નથી માસ્ક, કેન્દ્રએ નવી કોરોના માર્ગદર્શિકા પાડી બહાર

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોઈ લક્ષણ વગર અને હળવા કેસોમાં સારવાર માટે 'એન્ટિમાઇક્રોબાયલ અથવા પ્રોફીલેક્સિસ'ની ભલામણ કરવામાં આવતી નથી.

Covid Guidelines: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જરૂરી નથી માસ્ક, કેન્દ્રએ નવી કોરોના માર્ગદર્શિકા પાડી બહાર
Corona Cases - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 6:40 AM

એક બાજુ કોરોનાના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે તો આ વચ્ચે કેન્દ્ર સરકારે (Central Government) ગુરુવારે જણાવ્યું હતું કે કોરોના વાઈરસ સંક્ર્મણની ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એન્ટિવાયરલ અથવા મોનોક્લોનલ એન્ટિબોડીઝનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવતી નથી અને જો સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરવામાં આવે તો તેને ક્લિનિકલ સુધારના આધાર પર 10થી 14 દિવસમાં ડોઝ ઓછા કરી શકાય છે.

આરોગ્ય મંત્રાલયે (Ministry of Health) ‘બાળકો અને કિશોરોને લઈને સંશોધિત વ્યાપક માર્ગદર્શિકા’માં એમ પણ કહ્યું છે કે પાંચ વર્ષ અને તેનાથી નીચેના બાળકો માટે માસ્કની ભલામણ કરવામાં આવતી નથી. ઉપરાંત, કહ્યું હતું કે 6-11 વર્ષની વયના બાળકો માતાપિતાની સીધી દેખરેખ હેઠળ સલામત અને યોગ્ય રીતે માસ્કનો ઉપયોગ કરી શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોએ પુખ્ત વયના લોકોની જેમ માસ્ક પહેરવા જોઈએ. હાલમાં ખાસ કરીને ઓમિક્રોન વેરિઅન્ટ્સને કારણે સંક્રમણના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોના જૂથ દ્વારા માર્ગદર્શિકાની સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અન્ય દેશોમાંથી ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે ઓમિક્રોન વેરિઅન્ટ્સથી થતો રોગ ઓછો ગંભીર છે. જો કે મહામારીની ત્રીજી લહેરને સાવચેતીપૂર્વક દેખરેખની જરૂર છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

દિશા-નિર્દેશોમાં સંક્ર્મણના મામલાને લક્ષણ ના હોય, હળવા, મધ્યમ અને ગંભીર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોઈ લક્ષણ વગર અને હળવા કેસોમાં સારવાર માટે ‘એન્ટિમાઇક્રોબાયલ અથવા પ્રોફીલેક્સિસ’ની ભલામણ કરવામાં આવતી નથી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મધ્યમ અને ગંભીર કિસ્સાઓમાં જ્યાં સુધી ‘સુપરઇમ્પોઝ્ડ ઇન્ફેક્શન’ની શંકા ન હોય ત્યાં સુધી એન્ટિમાઇક્રોબાયલ દવાઓ આપવી જોઈએ નહીં.

માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે, સ્ટેરોઈડ્સનો ઉપયોગ યોગ્ય સમયે યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયગાળા માટે થવો જોઈએ. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે નવા પુરાવાની ઉપલબ્ધતા પર આ માર્ગદર્શિકાઓની વધુ સમીક્ષા કરવામાં આવશે અને અપડેટ કરવામાં આવશે.

WHO માર્ગદર્શિકા શું કહે છે

દિલ્હીની બીએલ કપૂર હોસ્પિટલના વરિષ્ઠ ચિલ્ડ્રન ડો. રચના શર્માએ જણાવ્યું હતું કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો યોગ્ય રીતે માસ્ક પહેરી શકતા નથી, જેના કારણે તેમને માસ્ક ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. એમ પણ કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફની માર્ગદર્શિકા કહે છે કે નાના બાળકોએ માસ્ક પહેરવાની જરૂર નથી.

આ પણ વાંચો : Virat Kohli: ભારતમાં પગ મુકતા જ વિરાટ કોહલીની ટેસ્ટ કેપ્ટનશીપ છીનાવાઇ જવાની હતી, આબરુ બચાવવા ધર્યુ હતુ રાજીનામુ!

આ પણ વાંચો : Compensation For Covid Affected Families: તમામ રાજ્યો કોવિડ અસરગ્રસ્ત પરિવારોના વળતરની વિગતો 10 દિવસમાં રજૂ કરે – સુપ્રીમ કોર્ટ

g clip-path="url(#clip0_868_265)">