સંકટ ચતુર્થીએ કરો આ ગણેશ મંત્રનો જાપ, વિઘ્નહર્તા હરી લેશે જીવનના સઘળા સંતાપ !

ભગવાન ગણેશ વિઘ્નહર્તા, લંબોદર, ગજાનન, ગણપતિ જેવા નામોથી ઓળખાય છે. એવું કહે છે કે જે વ્યક્તિ સાચા મનથી ભગવાન ગણેશની પૂજા આરાધના કરે છે તેના જીવનના દરેક દુઃખ અને સંકટ દૂર થાય છે. એમાં પણ સંકષ્ટીએ કેટલાંક ખાસ મંત્રોનો જાપ કરવો અત્યંત લાભદાયી બની રહે છે.

સંકટ ચતુર્થીએ કરો આ ગણેશ મંત્રનો જાપ, વિઘ્નહર્તા હરી લેશે જીવનના સઘળા સંતાપ !
Lord Ganesh (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 09, 2023 | 3:41 PM

પંચાંગ અનુસાર વર્ષ દરમ્યાન દરેક મહિનામાં 2 ચોથ (chauth) આવતી હોય છે. એક વિનાયક ચોથ અને બીજી સંકષ્ટી ચોથ. (sankashti chauth) મહિનાના વદ પક્ષમાં આવતી ચતુર્થી તિથિ એ સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખાય છે અને આ તિથિ પર કરવામાં આવતું શ્રીગણેશનું વ્રત ભક્તોના સઘળા સંતાપોને હરનારું તેમજ મનોરથોની પૂર્તિ કરનારું મનાય છે. આજે 21 જાન્યુઆરી, શુક્રવારના રોજ આ જ ફળદાયી વ્રત છે.

ભગવાન ગણેશને વિઘ્નહર્તા, લંબોદર, ગજાનન, ગણપતિ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ સાચા મનથી ભગવાન ગણેશની પૂજા આરાધના કરે છે તેના જીવનના દરેક દુઃખ અને સંકટ દૂર થાય છે. સાથે જ જીવનમાં મંગળનું આગમન થાય છે. જો આપ પણ ગણેશજીને પ્રસન્ન કરવા ઈચ્છતા હોવ તો આ ચતુર્થીના દિવસે નીચે જણાવેલ ગણેશ મંત્રોનો જાપ કરો. માન્યતા અનુસાર તેનાથી ભક્તને ચોક્કસપણ વિઘ્નહર્તાની કૃપા પ્રાપ્ત થશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

શ્રી ગણેશ ગાયત્રી મંત્ર

ૐ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો બુદ્ધિ પ્રચોદયાત ।

કહે છે કે ગણેશ ગાયત્રી મંત્રના જાપથી વ્યક્તિના ભાગ્ય આડેના અવરોધો દૂર થાય છે. તેનો ભાગ્યોદય થાય છે અને જીવનમાં સફળતાના તેમજ પ્રગતિના દ્વાર ખૂલી જાય છે. સંકષ્ટીના અવસરે જો 108 વખત આ મંત્રનો જાપ કરવામાં આવે તો તે સવિશેષ લાભપ્રદ બની રહે છે.

ધન સંપત્તિ પ્રાપ્તિ અર્થે

ૐ નમો ગણપતયે કુબેર યેકદ્રિકો ફટ્ સ્વાહા ।

ધનની કામના જીવનમાં ભલાં કોને નથી હોતી ! ગણેશજીનો આ કુબેર મંત્ર ભક્તની એ જ મનશાને પરિપૂર્ણ કરનારો બની રહે છે.

વિઘ્નહરણ અર્થે

વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભઃ । નિર્વિધ્ન કુરૂ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ।।

કોઈપણ કાર્ય નિર્વિઘ્ને પાર પડે તે માટે વિઘ્નહર્તાના આ મંત્રનો જાપ કરવામાં આવતો હોય છે. જો આપ કોઈ સમસ્યામાં ફસાયા હોવ તો આ મંત્રનો જાપ કરવો જોઈએ. કહે છે કે તેનાથી પ્રસન્ન થઈ ગણેશજી વિઘ્નોનું શમન કરી ભક્તનું માર્ગદર્શન કરે છે.

અવરોધનિવારણ અર્થે

એકદંત મહાકાય લંબોદરગજાનનમ્ । વિધ્નનાશકરં દેવં હેરમ્બં પ્રણમામ્યહમ્ ।।

કોઈ કાર્યમાં વારંવાર વિઘ્નો ઉભા થઈ રહ્યા હોય કે સફળતા પ્રાપ્તિમાં અવરોધ ઉભા થઈ રહ્યા હોય તો ઉપરોક્ત મંત્રનો જાપ લાભદાયી બની રહેશે.

મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે

નમામિ દેવં સકલાર્થદં તં સુવર્ણવર્ણં ભુજગોપવીતમ્ં । ગજાનનં ભાસ્કરમેકદન્તં લમ્બોદરં વારિભાવસનં ચ ।।

માન્યતા અનુસાર ઉપરોક્ત મંત્રનો સંકષ્ટીએ 108 વખત જાપ કરવો જોઈએ. શક્ય હોય તો ત્યારબાદ નિત્ય અથવા તો મંગળવારે અચૂક તેનું અનુષ્ઠાન કરવું જોઈએ. કહે છે કે તેનાથી ગજાનન ભક્તને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ગણેશજીના 12 નામનું સ્મરણ દૂર કરશે જીવનના તમામ વિધ્નો

આ પણ વાંચો : ગણેશજીના સિદ્ધ મંત્ર આપના જીવનમાં લાવશે ખુશહાલી !

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">