Lemon Price: સાત ગણા વધ્યા લીંબુના ભાવ, પેટ્રોલ-ડીઝલના કારણે શાકભાજી પણ મોંઘી, જાણો ક્યાં છે કેટલો ભાવ
Vegetables Price: વધતા ભાવની સૌથી વધુ અસર મરચાં અને લીંબુ પર પડી છે. રાજ્યમાં એક લીંબુ (Lemon)નો ભાવ 18 રૂપિયાથી વધીને 20 રૂપિયા થઈ ગયો છે.
છેલ્લા ઘણા દિવસોથી ઈંધણના ભાવમાં થયેલા વધારાની અસર શાકભાજી (Vegetables) ના ભાવ પર પણ પડી રહી છે. જેના કારણે વાહનવ્યવહારનો ખર્ચ વધી ગયો છે. વધતા ભાવની સૌથી વધુ અસર મરચાં અને લીંબુ પર પડી છે. રાજ્યમાં એક લીંબુ (Lemon)નો ભાવ 18 રૂપિયાથી વધીને 20 રૂપિયા થઈ ગયો છે. જથ્થાબંધ બજારમાં તે 300 રૂપિયા પ્રતિ કિલો છે. તે જ સમયે, મહારાષ્ટ્રના મુખ્ય બજારમાં લીંબુ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં લીંબુની કિંમત 300 થી 350 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે એટલે કે ગ્રાહકોને લીંબુ મેળવવા માટે 10 થી 12 રૂપિયા ચૂકવવા પડે છે.
છેલ્લા કેટલાક દિવસોથી માલ પરિવહનના ભાવ આકાશને આંબી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં, કમોસમી વરસાદ અને હવામાન પરિવર્તન(Climate change)ને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેના કારણે શાકભાજીના ખરીદ ભાવમાં પણ વધારો થયો છે. ભાવ વધવાને કારણે શાકભાજીનું પૂરતા પ્રમાણમાં વેચાણ થતું નથી. માર્ચ મહિનાથી પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં થયેલો વધારો તેની પાછળનું કારણ કહેવાય છે.
લીંબુની માગ વધી પણ ઉત્પાદનમાં ઘટાડો
ગુજરાત, દિલ્હી, હૈદરાબાદ અને કર્ણાટકની સરખામણીએ મહારાષ્ટ્રમાં શાકભાજીના ભાવ નિયંત્રણમાં છે. શાકભાજીના ભાવ પણ ખેડૂતો પાસેથી બજારના અંતર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ખેડૂતો વાહનવ્યવહારનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી, જેના કારણે કેટલાક ખેડૂતો ખેતરમાં જ પોતાનો પાક નાશ કરી રહ્યા છે.
તેઓ કહે છે કે આ સમયે ડુંગળી સહિત અન્ય શાકભાજીના ભાવ ઓછા મળી રહ્યા છે. તેનાથી તેમનો ખર્ચ પણ નીકળી રહ્યો નથી. જો કે લીંબુના સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ ખેડૂતોને તેનો ફાયદો નથી મળી રહ્યો, કારણ કે આ વખતે ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
મહારાષ્ટ્રમાં શાકભાજીના ભાવ શું છે ?
આ વર્ષે પ્રથમ વખત લીંબુનો રેકોર્ડ ભાવ મળ્યો છે. આવકમાં ઘટાડો થતાં લીંબુનો ભાવ સીધો રૂ.250 સુધી પહોંચી ગયો છે. પુણે બજાર સમિતિમાં 15 કિલોની બોરી 250 થી 500 રૂપિયામાં વેચાઈ રહી છે. માર્કેટમાં લીંબુની માત્ર 700 થી 800 બોરીઓ જ પહોંચી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં, ડુંગળી 7 થી 10 રૂપિયા પ્રતિ કિલો અને બટાટા 12 થી 16 રૂપિયા પ્રતિ કિલો અને લીલા મરચા 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. કારેલા 20 થી 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે આવનારા સમયમાં ભાવ વધી શકે છે.
હૈદરાબાદમાં લીંબુના ભાવ ચાર ગણા
હૈદરાબાદમાં લીંબુના ભાવની સાથે મરચાના ભાવમાં પણ વધારો થયો છે. અહીં એક કેરેટ લીંબુની કિંમત થોડા દિવસોમાં 700 રૂપિયાથી વધીને 3500 રૂપિયા થઈ ગઈ છે. લીંબુના ઉત્પાદનમાં ઘટાડો થતાં ભાવ સાત ગણા વધી ગયા છે. એક તરફ માગ વધી છે તો બીજી તરફ ડીઝલના વધતા ભાવે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો કર્યો છે. આ તમામ પરિબળોની અસર સીધી શાકભાજીના ભાવ પર જોવા મળી રહી છે.
આ પણ વાંચો: Coronavirus in China : ચીનમાં કોરોનાના વિક્રમી કેસ, ભારતે શાંઘાઈમાં કોન્સ્યુલર સેવાઓ કરી બંધ
આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર, આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન, ખરીફ પાકનું થશે બમ્પર ઉત્પાદન
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો