Coronavirus in China : ચીનમાં કોરોનાના વિક્રમી કેસ, ભારતે શાંઘાઈમાં કોન્સ્યુલર સેવાઓ કરી બંધ

Coronavirus Cases in China : કડક પ્રતિબંધો છતાં ચીનમાં કોરોના (Coronavirus) ના રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 હજારથી વધુ કેસ નોંધાયા છે.

Coronavirus in China : ચીનમાં કોરોનાના વિક્રમી કેસ, ભારતે શાંઘાઈમાં કોન્સ્યુલર સેવાઓ કરી બંધ
Covid in China (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 10:56 AM

ચીનમાં કોરોના વાયરસ(Coronavirus Cases in China)ના કેસ કાબૂમાં આવી રહ્યા નથી. કડક પ્રતિબંધો છતાં ચીનમાં કોરોના (Coronavirus)ના રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 હજારથી વધુ કેસ નોંધાયા છે. સરકારે બુધવારે કહ્યું કે 12 એપ્રિલે કોરોનાના 25,141 નવા એસિમ્પટમેટિક કેસ નોંધાયા છે. જ્યારે લક્ષણોવાળા 1189 કેસ મળી આવ્યા છે. એ જ દિવસે અગાઉ એસિમ્પ્ટોમેટિક કેસોની સંખ્યા 22,348 હતી. ત્યારે ભારતે શાંઘાઈ(Shanghai)માં કોન્સ્યુલર સેવાઓ (India stopped consular services) બંધ કરી છે.

ઝીરો કોવિડ નીતિનો કર્યો બચાવ

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ચીનની ઝીરો કોવિડ પોલિસીની ટીકા થઈ રહી છે. જો કે ચીનની સરકારે તેનો બચાવ કર્યો છે. મંગળવારે પત્રકારોને સંબોધતા, ચીનના વિદેશ પ્રધાનના પ્રવક્તાએ કહ્યું, “ચીનની ઝીરો-કોવિડ નીતિ મહામારી વિરોધી પ્રોટોકોલ વિજ્ઞાન અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે.” તેમણે કહ્યું કે કોવિડને લઈને બનાવવામાં આવેલી નીતિઓ WHO ના સિદ્ધાંતો પર આધારિત છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ભારતીય દૂતાવાસે શાંઘાઈમાં કોન્સ્યુલર સેવાઓ બંધ કરી

કડક લોકડાઉનને કારણે શાંઘાઈમાં હાલત ખરાબ છે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે એક મોટું અપડેટ આપ્યું છે. ભારતીય દૂતાવાસે કહ્યું કે શાંઘાઈમાં લોકડાઉનને કારણે ભારતના કોન્સ્યુલેટ જનરલનો સંપર્ક થઈ શક્યો નથી. એમ્બેસીએ કહ્યું કે શાંઘાઈમાં કોન્સ્યુલેટ જનરલ વ્યક્તિગત કોન્સ્યુલર સેવાઓ પૂરી પાડવાની સ્થિતિમાં નથી. દૂતાવાસે ભારતીયો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.

અમેરિકાએ તેના કર્મચારીઓને પાછા બોલાવ્યા

અગાઉ, યુએસએ શાંઘાઈમાં તેના આવશ્યક સેવાઓમાં ન સંકળાયેલા હોય તેવા સરકારી કર્મચારીઓને શહેર છોડી દેવાનો આદેશ આપ્યો હતો. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ અંગે સૂચના આપી છે. વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, આ દરમિયાન અમેરિકન અધિકારીઓ વાણિજ્ય દૂતાવાસમાં ફરજ પર રહેશે.

આ પણ વાંચો: ફિલિપાઈન્સમાં તબાહી : પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 58 લોકોના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: Viral Video: રસ્તા પર ફરતા જોવા મળ્યો ગેંડો, લોકોએ નિડર થઈ પડાવી સેલ્ફી, યુઝર્સે કહ્યું ‘આ ઘણું રિસ્કી છે’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">