કોરોનાકાળમાં લીંબુની માંગમાં થયો વધારો, સારા ભાવ મળતા ખેડૂતો થયા માલામાલ

લીંબુ એ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવામાં સૌથી અસરકારક છે. તેથી છેલ્લા કેટલાક મહિનામાં તેની માંગ ઝડપથી વધી છે.

કોરોનાકાળમાં લીંબુની માંગમાં થયો વધારો, સારા ભાવ મળતા ખેડૂતો થયા માલામાલ
લીંબુની માંગમાં થયો વધારો

લોકો કોરોના વાયરસના ચેપથી બચવા આયુર્વેદિક ટિપ્સ અપનાવી રહ્યા છે. ખાસ કરીને વિટામિન-સીનો ઉપયોગ ઈમ્યુનિટી વધારવા માટે થઈ રહ્યો છે. લીંબુ એ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવામાં સૌથી અસરકારક છે. તેથી છેલ્લા કેટલાક મહિનામાં તેની માંગ ઝડપથી વધી છે. આવી સ્થિતિમાં ખેડૂતને સારા ભાવ મળતા તેઓએ સારી કમાણી કરી છે.

લીંબુના ઘણા ઔષધીય ગુણધર્મોથી આપણે પરિચિત છીએ, પરંતુ લીંબુનો પાક ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક છે. ખેડુતો તેને એક રોકડિયા પાક તરીકે કરે છે. ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડી લીંબુની ખેતી શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગણા, બિહાર, પંજાબ, હરિયાણા, પૂર્વી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ ખેડૂતો લીંબુની ખેતીમાં ઘણું ઉત્પાદન મેળવી રહ્યા છે.

લીંબુની ઘણી જાતોનું વાવેતર કરવામાં આવે છે, તેમાની શ્રેષ્ઠ જાતો ઉત્તર પૂર્વમાં ઉત્પન્ન થાય છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં મોટા લીંબુનું વાવેતર થાય છે. લીંબુની અનેક પ્રકારની માટીમાં ખેતી કરવામાં આવે છે. લીંબુની જથ્થાબંધ કિંમત 3000 થી 5000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. તેની બજાર કિંમત 100 થી 150 રૂપિયા પ્રતિ કિલો હોય છે.

લીંબુના પાકના વાવેતર માટે જૂનથી ઓગસ્ટને શ્રેષ્ઠ સિઝન માનવામાં આવે છે. જો સારો પાક આવે તો એક એકરમાં 5 થી 7 લાખ રૂપિયાના લીંબુ મળે છે. લીંબુના એક એકરમાં 300 જેટલા રોપાઓ વાવવામાં આવે છેેે. પ્લાન્ટ ત્રીજા વર્ષ એ લીંબુ આપવાનું શરૂ કરે છે. ઝાડ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે, ત્યારે લીંબુના 20 થી 30 કિલો એક ઝાડમાંથી ઉત્પાદન મળે છે.