ભારત માત્ર પોતાની જ નહીં પરંતુ અન્ય દેશોની પણ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે: કેન્દ્રીય કૃષિ મંત્રી

આ વખતે ભારતમાં રેકોર્ડ ખાદ્ય ઉત્પાદન 308 મિલિયન ટન થવાનો અંદાજ છે. આ ઉત્પાદન દ્વારા ભારત દેશમાં ઘરેલુ જરૂરિયાતોને પૂરી કરી અને વિશ્વમાં અન્ય દેશોને અનાજ સપ્લાય કરી ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે.

ભારત માત્ર પોતાની જ નહીં પરંતુ અન્ય દેશોની પણ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે: કેન્દ્રીય કૃષિ મંત્રી
Narendra Singh Tomar

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત ફૂડ સિસ્ટમ સમિટમાં વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. તોમરે કહ્યું કે, કોરોના સંકટ (Corona Crisis) હોવા છતાં, ભારતમાં સારી રીતે વાવણી થઈ, પાકની કાપણી અને તેની ખરીદી પણ પહેલા કરતા વધારે સારી હતી. સાથે જ બમ્પર પાક ઉત્પાદન થયું છે.

આ વખતે ભારતમાં રેકોર્ડ ખાદ્ય ઉત્પાદન (Food Grain Production) 308 મિલિયન ટન થવાનો અંદાજ છે. આ ઉત્પાદન દ્વારા ભારત દેશમાં ઘરેલુ જરૂરિયાતોને પૂરી કરી અને વિશ્વમાં અન્ય દેશોને અનાજ સપ્લાય કરી ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે.

કૃષિ મંત્રી તોમરે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને સમિટનું આયોજન કરવા બદલ આભાર માનતા ખેડૂતોના અથાક પરિશ્રમ, વૈજ્ઞાનિકોની કુશળતા અને સરકારની ખેડૂત-મૈત્રીપૂર્ણ નીતિઓને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કોરોના મહામારીના મુશ્કેલ સંજોગોમાં પણ કૃષિ ક્ષેત્રને અસર થઈ નથી.

ખેતીને નફાકારક બનાવવા માટે અનેક પ્રયાસ

તોમરે ભારતીય કૃષિના વિકાસ સાથે સંબંધિત અન્ય યોજનાઓ અને કાર્યક્રમો વિશે પણ જણાવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના સહિત 10 હજાર નવા FPO બનાવ્યા હતા, જે ખેડૂતોના કલ્યાણ માટે સતત ચલાવવામાં આવી રહ્યા છે. તોમરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારનું ધ્યાન ઉત્પાદકતા વધારવાનું છે.

ખેતીને દરેક રીતે નફાકારક બનાવવા માટે સર્વાંગી પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારત સરકાર માને છે કે ખેડૂતોનું જીવન ધોરણ વધારવા અને કૃષિ ક્ષેત્રના વિકાસ દ્વારા જ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે.

2023 ને આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું

તોમરે કહ્યું કે ભારતની જાહેર વિતરણ વ્યવસ્થા વિશ્વમાં મોટી અને અનોખી છે. શાળાના બાળકોમાં કુપોષણનો સામનો કરવા માટે અમારો મધ્યાહન ભોજન કાર્યક્રમ ચાલી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ ભારતની પહેલ પર વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ તરીકે જાહેર કર્યું છે. તે સમગ્ર વિશ્વમાં પોષક અનાજ પ્રત્યે રસ વધારશે.

કૃષિ મંત્રીએ વિકાસશીલ દેશોમાં ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપીને, ગરીબી અને ભૂખમરી નાબૂદી અને પોષણમાં સુધારો કરીને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ટેકનિકલ કુશળતા વહેંચવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી.

 

આ પણ વાંચો : ભારતમાં 100 વર્ષથી વધુ જૂનો છે સહકારી ચળવળનો ઇતિહાસ, 25 કરોડથી વધુ લોકો સહકારી ક્ષેત્રમાં સામેલ

આ પણ વાંચો : Edible oil price : તહેવારોની માંગ વચ્ચે તેલ અને તેલીબિયાંના ભાવમાં સુધારો, સરસવના ભાવમાં થશે વધારો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati