કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળે તો ખેડૂતો પાકના બચાવ માટે કરો આ ઉપાય
કપાસના પાક પર ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. કપાસના પાકને બચાવવા માટે સરકાર દ્વારા કૃષિ અને બાગાયત વિભાગ સાથે ચર્ચા દરમિયાન વૈજ્ઞાનિકો દ્વારા જંતુના હુમલાને રોકવા માટે કેટલાક પગલાં સૂચવ્યા છે. ખેડૂતોએ કપાસના પાકમાં પિંક બોલવોર્મના નિયંત્રણ માટે કૃષિ વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.

દેશના ઘણા રાજ્યોમાં કપાસની ખેતી કરવામાં આવે છે. ગુજરાતમાં પણ ખેડૂતો કપાસની ખેતી દ્વારા નફો મેળવી રહ્યા છે. કપાસના પાકમાં સમયાંતરે રોગ-જીવાતનું નિયંત્રણ કરવું પડે છે, નહીં તો પાક નુકશાનીની શક્યતા રહે છે. કપાસમાં ખાસ કરીને ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે. તેથી તેનાથી થતા નુકશાનથી ખેડૂતોએ પાક બચાવવા આ ઉપાયો કરવા જોઈએ.
કૃષિ વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવું
રાજસ્થાનના મુખ્ય પાક પૈકી એક એવા કપાસના પાક પર ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. કપાસના પાકને બચાવવા માટે રાજસ્થાન સરકાર દ્વારા કૃષિ અને બાગાયત વિભાગ સાથે ચર્ચા દરમિયાન, એડીજી સીડ્સ અને અન્ય વૈજ્ઞાનિકો દ્વારા જંતુના હુમલાને રોકવા માટે કેટલાક પગલાં સૂચવ્યા છે. ખેડૂતોએ કપાસના પાકમાં પિંક બોલવોર્મના નિયંત્રણ અને પાકને બચાવવા માટે કૃષિ વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.
1. વિભાગીય ભલામણો મુજબ યોગ્ય સમયે પાકનું વાવેતર કરો.
2. જંતુઓ પર નજર રાખવા માટે ફેરોમોન ટ્રેપ લગાવો.
3. ઓછી ઉંચાઈવાળી અને ટૂંકા ગાળામાં પાકતી જાતોને પ્રાથમિકતા આપવી જોઈએ.
4. સેન્ટ્રલ કોટન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિરસા, હરિયાણા દ્વારા જાહેર કરાયેલ સમય પત્રક મુજબ જ્યારે પાક 45-60 દિવસનો થાય ત્યારે લીમડા આધારિત જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ.
આ પણ વાંચો : ખેડૂતો ભારે હૈયે નાળિયેરીના બગીચા કાપી નાખવા બન્યા મજબુર, સફેદ માખીનો ઉપદ્રવ આવતા ઉત્પાદનને પડ્યો મોટો ફટકો
5. કપાસનો પાક જ્યારે 60-120 દિવસનો હોય, ત્યારે સિન્થેટિક પાયરેથ્રોઇડ્સનો છંટકાવ કરશો નહીં અને ભલામણ મુજબ અન્ય જંતુનાશકોનો છંટકાવ કરવો.
6. પાકનું વાવેતર કરતા પહેલા ખેડૂતોને ખેતરમાં રાખેલા ડાળખાને સાફ કરવા, અડધા પાકેલા બીજને એકત્રિત કરીને તેનો નાશ કરવો અને ખેતરથી દૂર સુરક્ષિત જગ્યાએ તેનો સંગ્રહ કરવાની સલાહ છે.
7. જિનિંગ મિલોમાં કપાસના જિનિંગ બાદ બાકી રહેલી સામગ્રીનો નાશ કરવો જોઈએ અને કપાસના જિનને ઢાંકી દેવા જોઈએ, જેથી તેમાંથી પેદા થતા જંતુઓ ફેલાઈ નહીં.
