કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લેવામાં મહારાષ્ટ્ર, યુપી અને રાજસ્થાન મોખરે, તમે પણ સસ્તી લોનનો લાભ લેવા આ રીતે કરો અરજી
કિસાન ક્રેડિટ કાર્ડ પર લીધેલી રકમ પર વ્યાજ દર 9 ટકા છે. સરકાર 2 ટકા રિબેટ આપે છે. જે લોકો સમયસર પૈસા પરત કરે છે તેમને 3 ટકા વધુ ડિસ્કાઉન્ટ મળે છે. આ રીતે અસરકારક વ્યાજ દર માત્ર 4% જ રહે છે.
કેન્દ્ર સરકાર ખેડૂતોના કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) બનાવવા પર ધ્યાન આપી રહી છે. જેથી ખેડૂતોને (Farmers) ધીરાણકારો પાસેથી ઊંચા વ્યાજે લોન (Loan) લેવી ન પડે. હાલમાં પશુપાલકો અને મત્સ્યપાલકોના KCC બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે. અગાઉ ખેડૂતો માટે કેસીસી બનાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેનો લાભ માર્ચ 2020 થી 12 નવેમ્બર 2021 સુધીમાં દેશના 26,059,687 ખેડૂતોને આપવામાં આવ્યા છે.
જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના ખેડૂતો મોખરે રહ્યા છે. જો તમે હજુ સુધી તેના માટે અરજી કરી નથી, તો જલ્દી કરો અને સસ્તી લોનનો લાભ લો. નજીકની સરકારી, સહકારી અથવા ખાનગી બેંકમાં જઈને અરજી કરો. હવે સરકારે KCC ને PM કિસાન નિધિ યોજનાના (PM Kisan Yojana) રેકોર્ડ સાથે જોડી દીધું છે. તેથી તેને બનાવવું ખૂબ જ સરળ બની ગયું છે. PM કિસાન યોજનાની વેબસાઈટ પરથી પણ KCC ફોર્મ લઈ શકાય છે. માત્ર એક પેજનું ફોર્મ ભરવાનું રહેશે.
કિસાન ક્રેડિટ કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો
1. પૂર્ણપણે ભરેલું અરજી પત્રક 2. ઓળખ પ્રમાણપત્ર 3. મતદાર આઈડી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, ડીએલમાંથી કોઈપણ એક. 4. અન્ય કોઈ બેંકમાં લોન લીધેલ ન હોવાનું સોગંદનામું. 5. અરજદારનો ફોટો
કોણ પાત્ર છે અને કેવી રીતે અરજી કરવી
1. વ્યક્તિગત ખેતી અથવા સંયુક્ત ખેતી કરતા ખેડૂતો આ માટે પાત્ર છે. 2. ખેડૂતો અને સ્વ-સહાય જૂથો KCC યોજનાનો લાભ લઈ શકે છે. 3. તમામ સરકારી, ખાનગી, સહકારી અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોએ KCC બનાવવા પડશે. 4. તમે કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા પણ અરજી કરી શકો છો. 5. પશુપાલન, માછીમારી માટે 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે. 6. કૃષિ માટે KCC લોનની મર્યાદા 3 લાખ રૂપિયા છે.
કયા રાજ્યોએ વધુ કાર્ડ બનાવ્યા
કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં એક વિશેષ અભિયાન હેઠળ રેકોર્ડ 3,949,144 નવા ખેડૂતોને આ સુવિધા આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં 3,320,356 ખેડૂતોને જ્યારે રાજસ્થાનમાં 2,338,383 ખેડૂતોને KCC આપવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશના 1,958,165 ખેડૂતો, મધ્યપ્રદેશના 1,711,609 અને કર્ણાટકના 1,680,099 ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળ્યો છે.
કેટલું વ્યાજ છે?
કિસાન ક્રેડિટ કાર્ડ પર લીધેલી રકમ પર વ્યાજ દર 9 ટકા છે. સરકાર 2 ટકા રિબેટ આપે છે. જે લોકો સમયસર પૈસા પરત કરે છે તેમને 3 ટકા વધુ ડિસ્કાઉન્ટ મળે છે. આ રીતે અસરકારક વ્યાજ દર માત્ર 4% જ રહે છે.
આ પણ વાંચો : ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે સરકાર આપી રહી છે 10 લાખ રૂપિયાની સહાય, ખેડૂતોને મળશે તેનો લાભ
આ પણ વાંચો : સરકારે ખેડૂતોને આપી ચેતવણીઃ ધ્યાન રાખજો, પીએમ કિસાન યોજનાનો 10મો હપ્તો ખાતામાંથી ચોરાઈ ન જાય