AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારે ખેડૂતોને આપી ચેતવણીઃ ધ્યાન રાખજો, પીએમ કિસાન યોજનાનો 10મો હપ્તો ખાતામાંથી ચોરાઈ ન જાય

બિહાર સરકારના કૃષિ વિભાગ (Agriculture Department) એ તેની વેબસાઇટ (Website) પર એક સંદેશ જારી કર્યો છે જેમાં ખેડૂતોને (farmers) કહેવામાં આવ્યું છે કે તમારા બેન્ક ખાતા (Bank Account) માં પીએમ કિસાન યોજના (PM Kisan Samman Nidhi Scheme)નો 10 હપ્તો જમા કરાયો છે તેના પણ તસ્કરો ટાંપીને બેઠા છે.

સરકારે ખેડૂતોને આપી ચેતવણીઃ ધ્યાન રાખજો, પીએમ કિસાન યોજનાનો 10મો હપ્તો ખાતામાંથી ચોરાઈ ન જાય
Farmer (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 7:36 PM
Share

ખેડૂતોને બિહાર સરકારે ચેતવણી આપી છે કે તેઓ કોઈપણ પ્રકારના OTP કે કોલનો જવાબ ન આપે, નહીં તો ખાતામાંથી પૈસા ચોરાઈ જશે. બિહારમાં, પ્રધાનમંત્રી કિસાન યોજના (PM Kisan Samman Nidhi Scheme) હેઠળ પૈસા આવતાની સાથે જ છેતરપિંડી કરનારાઓ ઝડપથી આ કામો કરી રહ્યા છે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી (Advisory) માં કહેવામાં આવ્યું છે કે નિર્દોષ ખેડૂતોને તેમના મોબાઈલ પર ફોન કરીને અથવા તેમને ધમકીભર્યા મેસેજ મોકલીને તેમના ખાતામાંથી પૈસા કપાઈ રહ્યા છે. તેથી બિહાર સરકારે તમામ ખેડૂતોને સતર્ક રહેવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે ઘણા રાજ્યોમાં ખેડૂતોને ફોન કરીને છેતરપિંડી કરનારાઓ તેમને ફોન પર મળેલા OTP જણાવવાનું કહે છે અને ધમકી આપે છે કે આવું નહીં કરે તો સરકાર પૈસા પરત લઈ લેશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, દેશભરના ખેડૂતોના ખાતામાં 10માં હપ્તાના રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરી, 2022ના રોજ એટલે કે નવા વર્ષ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ખેડૂતોને ભેટ આપી હતી.

આ રીતે પૈસાની ચોરી થાય છે બિહાર સરકારના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે તેની વેબસાઈટ પર જાહેર કરેલા એક સંદેશમાં કહ્યું છે કે OTP અથવા પૈસા ઉપાડવા અંગે ખેડૂતોને કોઈ કોલ કરવામાં આવતો નથી, કૃપા કરીને છેતરપિંડી કરનારાઓથી સાવધ રહો.

સાયબર કેસ (cyber case) ના નિષ્ણાતો કહે છે કે છેતરપિંડી કરનારા સામાન્ય રીતે ગ્રાહકોને મોબાઈલ પર ઈમેલ, કોલ અથવા એસએમએસ મોકલે છે. આ સંદેશાઓ બેંક કેવાયસી, એટીએમ અથવા ખાતા સાથે જોડાયેલા હોય છે.

આ સંદેશાઓમાં ઘણીવાર લાલચ અથવા ડરાવવામાં આવે છે. જેથી સામાન્ય માણસ તેમની સાથે પોતાની અંગત માહિતી શેર કરે છે. આમ કરીને, આ છેતરપિંડી કરનારાઓ ખાતામાંથી પૈસાની ચોરી કરે છે. ખેડૂતોને તેમના ખાતામાં જમા થયેલા પૈસા પરત થઈ જશે તેમ કહીને ડરાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, ભોળા ખેડૂતો સરળતાથી OTP શેર કરે છે અને ખાતામાંથી પૈસા ચોરાઈ જાય છે.

આ રીતે ટાળો છેતરપિંડી તમારી બેંકની વિગતો માટે પૂછતા ઇમેઇલ્સ, સંદેશાઓનો જવાબ આપશો નહીં. કમિશનની આકર્ષક ઓફરોનો શિકાર ન થાઓ અથવા ખાતામાં કોઈપણ અનધિકૃત નાણાં લેવા માટે સંમત થશો નહીં. બેંક અને આરબીઆઈ (RBI)એ કહ્યું છે કે કોઈપણ બેંક અધિકારી ક્યારેય ગ્રાહકોના બેંક ખાતા અથવા કોઈપણ એટીએમ વિશે માહિતી માંગતો નથી અને પૂછી શકતો નથી.

જો બેંકના ખાતામાંથી પૈસા ચોરાઈ જાય તો શું કરવું? નિષ્ણાતો કહે છે કે જો કોઈ તમારા બેંક ખાતામાંથી ખોટી રીતે પૈસા ઉપાડી લે છે અને તમે ત્રણ દિવસમાં આ બાબતે બેંકમાં ફરિયાદ કરો છો, તો તમારે આ નુકસાન સહન કરવું પડશે નહીં. આરબીઆઈ (RBI) એ એમ પણ કહ્યું છે કે ગ્રાહકના ખાતામાંથી છેતરપિંડીથી ઉપાડેલી રકમ અંગે બેંકને નિર્ધારિત સમયની અંદર જાણ કરવા પર 10 દિવસમાં તેના બેંક ખાતામાં પરત કરવામાં આવશે. પણ કહ્યું છે કે જો 4-7 દિવસ પછી બેંક એકાઉન્ટ ફ્રોડની જાણ થાય છે, તો ગ્રાહકને 25,000 રૂપિયા સુધીનું નુકસાન સહન કરવું પડશે.

કયા ખાતામાં કેટલું નુકસાન ભોગવવું પડે? જો બેંક ખાતું બેઝિક સેવિંગ બેંકિંગ ડિપોઝીટ ખાતું (basic savings banking deposit account)એટલે કે ઝીરો બેલેન્સ (zero balance)ખાતું છે, તો તમારી જવાબદારી 5000 રૂપિયા હશે. એટલે કે, જો તમારા બેંક ખાતામાંથી 10,000 રૂપિયાનું અનધિકૃત ટ્રાન્ઝેક્શન થશે, તો તમને બેંકમાંથી માત્ર 5000 રૂપિયા જ પાછા મળશે. બાકીના 5000 રૂપિયાનું નુકસાન તમારે સહન કરવું પડશે.

જો તમારી પાસે બચત ખાતું (savings account)છે અને તમારા ખાતામાંથી અનધિકૃત વ્યવહારો થયા છે, તો તમારી જવાબદારી રૂ. 10000 હશે. એટલે કે, જો તમારા ખાતામાંથી 20,000 રૂપિયાનું અનધિકૃત ટ્રાન્ઝેક્શન થયું છે, તો તમને બેંકમાંથી માત્ર 10,000 રૂપિયા જ પાછા મળશે. બાકીના 10,000 રૂપિયાનું નુકસાન તમારે સહન કરવું પડશે.

આ પણ વાંચોઃ ખેડૂતોએ આવક વધારવા માત્ર આટલું જ કરવાનું છે, કેન્દ્રીય કૃષિ મંત્રીએ આપી સલાહ

આ પણ વાંચોઃ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે સરકાર આપી રહી છે 10 લાખ રૂપિયાની સહાય, ખેડૂતોને મળશે તેનો લાભ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">