પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને 5 વર્ષ લંબાવવા મળી લીલી ઝંડી, 22 લાખ ખેડૂતોને થશે ફાયદો
કેબિનેટે 2021-22 થી 2025-26 સુધી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જેનો લાભ લગભગ 22 લાખ ખેડૂતોને મળશે, જેમાંથી 2.5 લાખ અનુસૂચિત જાતિ અને 2 લાખ અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે.
કેન્દ્રીય કેબિનેટે બુધવારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) ને વર્ષ 2021 થી વર્ષ 2026 સુધી પાંચ વર્ષ લંબાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેના પર કુલ 93,068 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી (Information and Broadcasting Minister) અનુરાગ ઠાકુર (Anurag Thakur) અને જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પત્રકારોને આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે કેબિનેટે 2021-22 થી 2025-26 સુધી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (Pradhan Mantri Krishi Sinchai Yojana) ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જેનાથી લગભગ 22 લાખ ખેડૂતોને ફાયદો થશે, જેમાંથી 2.5 લાખ અનુસૂચિત જાતિ અને 2 લાખ અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે. સરકારી નિવેદન અનુસાર, કુલ ખર્ચ 93,068 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.
પ્રોજેક્ટને નાણાકીય સહાય પૂરી પાડવા માટેનો કાર્યક્રમ
તેમાં કહેવામાં આવ્યું છે કે એક્સિલરેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ હેઠળ સમાવિષ્ટ નવા પ્રોજેક્ટ્સ સહિત 60 ચાલુ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નિવેદન મુજબ, ‘હર ખેત કો પાની’ વિભાગ હેઠળ સપાટીના જળ સ્ત્રોતો દ્વારા જળાશયોના પુનર્જીવન હેઠળ 4.5 લાખ હેક્ટર અને યોગ્ય બ્લોક્સમાં 1.5 લાખ હેક્ટર ભૂગર્ભ જળ સિંચાઈ હેઠળ સિંચાઈ કરવામાં આવશે.
ઝડપી સિંચાઈ લાભ કાર્યક્રમ એ કેન્દ્ર સરકારનો મુખ્ય કાર્યક્રમ છે. તેનો હેતુ સિંચાઈ યોજનાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. AIBP હેઠળ 2021-26 દરમિયાન કુલ વધારાની સિંચાઈ ક્ષમતા વધારીને 13.88 લાખ હેક્ટર કરવાની છે. 30.23 લાખ હેક્ટર કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ સહિત 60 ચાલુ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત, વધારાના પ્રોજેક્ટ્સ પણ હાથ ધરવામાં આવી શકે છે. આદિવાસી વિસ્તારો અને દુષ્કાળની સંભાવના ધરાવતા વિસ્તારોમાં પ્રોજેક્ટના સમાવેશ માટેના ધોરણો હળવા કરવામાં આવ્યા છે.
ખેતીલાયક જમીનના વિસ્તરણ માટે HCKP
‘હર ખેત કો પાની’ (HKKP)નો ઉદ્દેશ્ય ખેતરોમાં પહોંચ વધારવા અને ખાતરીપૂર્વકની સિંચાઈ હેઠળ ખેતીલાયક જમીનને વિસ્તારવાનો છે. નાની સિંચાઈ અને HKKP હેઠળ જળ સ્ત્રોતોની પુનઃપ્રાપ્તિ-સુધારણા-પુનઃસંગ્રહ એ PMKSY ના ઘટકો છે અને તેમનો ઉદ્દેશ્ય વધારાના 4.5 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈ હેઠળ લાવવાનો છે. જળ સ્ત્રોતોના પુનઃજીવિતકરણના મહત્વને ધ્યાનમાં લઈને કેબિનેટે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પાણીના સ્ત્રોતોના પુનઃજીવિત કરવા માટે ભંડોળને મંજૂરી આપી છે.
યોજનામાં તેમના સમાવેશ માટેના માપદંડોને વિસ્તૃત કરવામાં આવ્યા છે અને સામાન્ય ક્ષેત્રોના સંદર્ભમાં કેન્દ્રીય સહાય 25 ટકાથી વધારીને 60 ટકા કરવામાં આવી છે. આ ઉપરાંત, HKKP ના ભૂગર્ભજળ ઘટકને પણ 2021-22 માટે કામચલાઉ મંજૂરી આપવામાં આવી હતી. તેનું લક્ષ્ય 1.52 લાખ હેક્ટર જમીન માટે સિંચાઈ ક્ષમતા વિકસાવવાનું છે.
આ પણ વાંચો: Video: રસ્તા પર ઉભેલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં લાગી અચાનક આગ, એક વર્ષમાં સ્કૂટરમાં આગનો આ ચોથો બનાવ
આ પણ વાંચો: Viral: વાંદરાએ કર્યો જોરદાર પોલ ડાન્સ, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘આની આગળ તો નોરા અને જેકલીન પણ ફેલ’