Video: રસ્તા પર ઉભેલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં લાગી અચાનક આગ, એક વર્ષમાં સ્કૂટરમાં આગનો આ ચોથો બનાવ

આ મામલો મુંબઈના અંધેરીનો છે. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક ધુમાડો નીકળવા લાગે છે.

Video: રસ્તા પર ઉભેલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં લાગી અચાનક આગ, એક વર્ષમાં સ્કૂટરમાં આગનો આ ચોથો બનાવ
An electric scooter caught fire on the road
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 7:12 AM

ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter)માં આગ (Fire in Scooter)લાગવાનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. આ મામલો મુંબઈના અંધેરીનો છે. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક ધુમાડો નીકળવા લાગે છે.

થોડી જ વારમાં ધુમાડો ઝડપથી વધે છે અને પછી સ્કૂટરમાં અચાનક આગ લાગી જાય છે. ઇલેક્ટ્રિક સ્કૂટર સળગવા લાગે છે. પાણી અને ફાયર સેફ્ટીના સાધનોની મદદથી લોકો ખૂબ જ મુશ્કેલીથી સ્કૂટરમાં લાગેલી આગને કાબુમાં કરે છે.

વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનમાં આગનો ચોથો બનાવ

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ વર્ષે સપ્ટેમ્બર પછી આ ચોથી ઘટના છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જે ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી તે SaharaEVOLS નું X1 ઈલેક્ટ્રિક સ્કૂટર છે. સહારા ગ્રૂપની આ કંપનીએ જૂન 2019માં ઇલેક્ટ્રિક વાહનો (Electric vehicles)ના સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. કંપનીએ ગ્વાલિયર સ્થિત સુપરેકો ઓટોમોટિવ સાથે 50,000 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને 60,000 થ્રી-વ્હીલરનું ઉત્પાદન કરવા માટે ભાગીદારી કરી છે.

X1 ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 80,000 રૂપિયાની આસપાસ છે. ઇલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ 80 કિમી છે અને તે 1.9KWh લિથિયમ-આયન બેટરી દ્વારા સંચાલિત છે. સ્કૂટરમાં 250 વોટની મોટર છે.

ઘટનાનું કારણ જાણવા તપાસ ચાલુ

સુપરેકો ઓટોમોટિવએ કહ્યું છે કે તેઓ ખામીની તપાસ કરી રહ્યા છે. ઉપરાંત, તેણે બેંગલુરુમાં તેના થર્ડ પાર્ટી વિક્રેતાનો સંપર્ક કર્યો છે. સુપર ઈકોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘અમે માત્ર વાહનો બનાવીએ છીએ. અમે ઈનહાઉસ બેટરી (Battery)ઓ બનાવતા નથી. બેટરીઓ થર્ડ પાર્ટી વિક્રેતાઓ પાસેથી આવે છે. ઘટના પાછળનું કારણ જાણવા તપાસ ચાલુ છે.’

ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પ્યોર ઈવીના બે ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી હતી. આ પછી ઓકિનાવાના સ્કૂટરમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો. હાલમાં, લિથિયમ આયન સેલ્સ ભારતમાં ઉત્પન્ન થતા નથી, તે હાલમાં ચીનથી આયાત કરવામાં આવે છે.

આ પણ વાંચો: Viral: વાંદરાએ કર્યો જોરદાર પોલ ડાન્સ, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘આની આગળ તો નોરા અને જેકલીન પણ ફેલ’

આ પણ વાંચો: અમેરિકાએ ચીન પર કરી મોટી કાર્યવાહી, પેનકિલર બનાવતી દવાની કંપનીઓ પર પ્રતિબંધ લગાવી કહ્યું કે- અનેક લોકોના થયા છે મોત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">