ખેડૂતોને રાહત આપવા માટે સરકાર 58,430 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, જાણો સમગ્ર વિગત

અહેવાલ મુજબ, સરકારે ખાતર પર વધારાની રાહત આપવા માટે 58,430 કરોડ રૂપિયાના ખર્ચ માટે સંસદ પાસેથી મંજૂરી માંગી છે. સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ દેશભરમાં ખાતર સસ્તું થશે.

ખેડૂતોને રાહત આપવા માટે સરકાર 58,430 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, જાણો સમગ્ર વિગત
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 6:53 PM

ભારત સરકાર (Government OF India) ખાતર કંપનીઓ (Fertilizer Companies)ની સાથે સાથે દેશના ખેડૂતો(Farmers)ને પણ મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. આગામી સમયમાં સરકાર ખાતર કંપનીઓને વધારાની સબસિડીની જાહેરાત કરી શકે છે. એક અહેવાલ અનુસાર, ભારત સરકારે ખાતર પર વધારાની સબસિડી (Subsidy) આપવા માટે સંસદ પાસેથી મંજૂરી માંગી છે.

અહેવાલ મુજબ, સરકારે ખાતર પર વધારાની રાહત આપવા માટે 58,430 કરોડ રૂપિયાના ખર્ચ માટે સંસદ પાસેથી મંજૂરી માંગી છે. સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ દેશભરમાં ખાતર સસ્તું થશે.

સબસિડીમાં વધારો થવાથી ખાતર કંપનીઓના નફામાં વધારો થશે

55 દિવસમાં 120000 કરોડ... IPL કરતા 10 ગણી વધારે કમાણી
Gut Cleaning : સવારે ઉઠ્યા બાદ કરો આ 5 કામ, પેટ થશે બરાબર સાફ
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર સાથે જાહ્નવી કપૂર તિરુપતિ પહોંચી, જુઓ Photos
Vastu Tips : ઘરની દક્ષિણ દિશામાં રાખશો આ 5 વસ્તુઓ, તો થોડા દિવસોમાં થઈ જશો કંગાળ !
આ ગુજરાતી કંપનીનો શેર છે નોટ છાપવાનું મશીન, 21 ટકા વધ્યો સ્ટોકનો ભાવ
Weight Loss Tips : ઝડપી વજન ઘટાડવાથી સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર ! જાણો કારણ

રિપોર્ટ અનુસાર, સરકાર ખાતર કંપનીઓને વધારાની સબસિડી આપશે, જેનાથી તેમનો નફો વધશે. જો નફો વધશે, તો તેઓ તેમની પેદાશોના ભાવમાં વધારો કરશે નહીં અને ખેડૂતોને ખાતર ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે નહીં.

આપને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાતરો (Fertilizers)માં ઉપયોગમાં લેવાતા કાચા માલની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારે બજેટમાં ખાતર પર સબસિડી આપવાની જાહેરાત કરી હતી ત્યારે તે સમયે જે ભાવ હતા અને આજે જે છે તે વચ્ચેનો તફાવત બમણો થઈ ગયો છે.

P&K અને યુરિયા પર વધારાની સબસિડી માટે 58,430 કરોડ ખર્ચવામાં આવશે

એક રિપોર્ટ અનુસાર, સરકારે P&K ફર્ટિલાઇઝર પર 43,403 કરોડ રૂપિયાની સબસિડી આપવાની યોજના તૈયાર કરી છે. તેમાં સ્થાનિક P&K પર રૂ. 26,602 કરોડ અને આયાતી P&K પર રૂ. 16,827 કરોડની સબસિડી આપવાની યોજના છે.

આ સિવાય યુરિયા પર 15 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. આ રીતે, P&K અને યુરિયા પર પ્રસ્તાવિત વધારાની સબસિડીનો કુલ ખર્ચ રૂ. 58,430 કરોડ થઈ રહ્યો છે. આ માટે સરકારે ઔપચારિકતા પૂર્ણ કરવા માટે સંસદ પાસેથી મંજૂરી માંગી છે. સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ તેને બહાર પાડવામાં આવશે.

કાચા માલના વધતા ભાવથી ખાતર કંપનીઓ ચિંતિત હતી

આપને જણાવી દઈએ કે ખાતર બનાવતી તમામ કંપનીઓ ઝડપથી વધી રહેલી કિંમત અને ઘટતા નફાને લઈને ચિંતિત હતી. ફર્ટિલાઇઝર કંપનીઓનું કહેવું છે કે તેમને જે સબસિડી મળી રહી છે તે જૂની કિંમતોના આધારે જ મળી રહી છે, જ્યારે હાલમાં ખાતર બનાવવામાં વપરાતા કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આથી કંપનીઓની માગ હતી કે તેમને જે સબસીડી આપવામાં આવે છે તે નવા ભાવના આધારે આપવામાં આવે જેથી તેમનો નફો વધે અને તેઓ અવિરત રીતે ખાતરનું ઉત્પાદન કરી શકે.

આ પણ વાંચો: જાણો પોલી હાઉસ અને ગ્રીન હાઉસ વચ્ચે અંતર અને તેના ફાયદા, તેમજ સરકાર કેટલી આપે છે સહાય

આ પણ વાંચો: નાળિયેરના પાકમાં સફેદ માખીનો પ્રકોપ વધતા યુવાને સોશિયલ મીડિયામાંથી શોધ્યો રામબાણ ઈલાજ

g clip-path="url(#clip0_868_265)">