Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goat Rearing: બકરી પાલન માટે સરકાર આપી રહી છે સબસિડી, ઓછા રોકાણમાં કરો આ વ્યવસાય

જો તમે બેરોજગાર છો તો અમારી પાસે તમારા માટે વધુ સારો વિકલ્પ છે. જો તમે ઈચ્છો તો તમે બકરી ઉછેરનો વ્યવસાય શરૂ કરી શકો છો અને સારો નફો મેળવી શકો છો. કેન્દ્ર સરકાર પણ આ માટે મદદ કરી રહી છે.

Goat Rearing: બકરી પાલન માટે સરકાર આપી રહી છે સબસિડી, ઓછા રોકાણમાં કરો આ વ્યવસાય
Goat Rearing (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 2:18 PM

ભારતમાં વધતી બેરોજગારી અન્ય ઘણી સમસ્યાઓને જન્મ આપી રહી હોય તેવું લાગે છે. રોજગાર (Employment)ને લઈ અનેક વખત યુવાનોએ પોતાનો રોષ પણ દર્શાવ્યો છે. બીજી તરફ બેરોજગારીથી પરેશાન અનેક યુવાનોએ પોતાનો ધંધો શરૂ કર્યો છે. ત્યારે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય તરફથી પણ મદદ મળે છે. સરકારે ઘણી યોજનાઓ પણ શરૂ કરી છે, જેની મદદથી તમે આત્મનિર્ભર બની શકો છો અને અન્ય લોકો માટે રોજગારીનું સર્જન કરી શકો છો.

જો તમે બેરોજગાર છો તો અમારી પાસે તમારા માટે વધુ સારો વિકલ્પ છે. જો તમે ઈચ્છો તો તમે બકરી ઉછેરનો વ્યવસાય શરૂ કરી શકો છો અને સારો નફો મેળવી શકો છો. કેન્દ્ર સરકાર પણ આ માટે મદદ કરી રહી છે.

શું છે રાષ્ટ્રીય પશુધન મિશન

રાષ્ટ્રીય પશુધન મિશન હેઠળ (National Livestock Mission) છેલ્લા કેટલાક વર્ષોમાં પશુપાલન (Animal Husbandry) તરફ લોકોનો રસ મોટાપાયે જોવા મળ્યો છે. આ રાષ્ટ્રીય પશુધન મિશનમાં બકરી ઉછેર (Goat Rearing) પણ આવે છે. આજકાલ આ રોજગારની માગ ઘણી વધી ગઈ છે. આ વ્યવસાયમાંથી લોકો ઘણી આવક મેળવી રહ્યા છે.

લોકો કેમ ઘરના દરવાજા પર લગાવે છે ઘોડાની નાળ ? જાણો કારણ
ગરમીમાં તમારો ફોન થઈ રહ્યો છે Overheat? તો આ રીતે રાખો કૂલ, જાણો ટ્રિક
વિરાટ કોહલીએ 6 ખેલાડીઓને લાખોની ભેટ આપી
Viral Video : વિદેશમાં Uyi Amma ગીત પર દેશી છોકરીએ કર્યો જોરદાર ડાન્સ
કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી

એટલું જ નહીં આ જ કારણ છે કે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં બકરીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આગામી સમયમાં આ વ્યવસાયમાં વધુ લોકો આવવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. જેમ કે પહેલા જ કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં બકરી ઉછેર તરફ લોકોનો રસ વધ્યો છે. જો આપણે બકરી ઉછેરમાં ખર્ચ અને રોકાણ વિશે વાત કરીએ તો તે અન્ય વ્યવસાય કરતા ઓછો છે.

તેથી તે ઓછી આવક સાથે પણ શરૂ કરી શકાય છે. બકરી કે ઘેટાં ઉછેરમાંથી થતી આવક ખર્ચ કરતાં વધુ છે. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધારવા માટે સરકાર દ્વારા બકરી ઉછેર શરૂ કરવા સબસિડી પણ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે બકરી પાલનને પ્રોત્સાહન આપવા માટે ‘રાષ્ટ્રીય પશુધન મિશન’ શરૂ કર્યું છે તો ચાલો જાણીએ શું છે નેશનલ લાઈવ સ્ટોક મિશન?

આ મિશન હેઠળ દેશમાં પશુપાલનને પ્રોત્સાહન આપવા ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે. નેશનલ લાઈવ સ્ટોક મિશનમાં ઘણી યોજનાઓ છે, જેમાં વિવિધ યોજનાઓ માટે અલગ-અલગ સબસિડી આપવામાં આવે છે. રસ ધરાવનાર વ્યક્તિ હવે સરકારી મદદ વડે પોતાની યોજના અનુસાર પોતાનો રોજગાર શરૂ કરી શકે છે.

નેશનલ લાઈવ સ્ટોક મિશન હેઠળ અલગ-અલગ રાજ્ય સરકારોની સબસિડીની રકમ પણ અલગ-અલગ હોય છે, કારણ કે, તે કેન્દ્રીય યોજના છે, પરંતુ ઘણી રાજ્ય સરકારો તેમાં તેમની ભાગીદારી દર્શાવીને તેમના વતી સબસિડીનો અમુક હિસ્સો ઉમેરે છે. જેથી સબસિડીની રકમ વધે છે.

જો તમે પણ બકરી ઉછેર કરવા માંગો છો તો તમારે થોડી બાબતોનું ધ્યાન રાખવું પડશે

બકરી ઉછેર શરૂ કરવા માટે તમે એક અરજી લખી શકો છો અને તેને વિકાસ વિભાગના વેટરનરી ઓફિસરને સબમિટ કરી શકો છો. અહીં આવેલી અરજીઓમાંથી વેટરનરી ઓફિસર કેટલીક અરજીઓ પસંદ કરશે. હવે આ અરજીઓ જિલ્લા કક્ષાની જિલ્લા પશુધન મિશન સમિતિને મોકલવામાં આવે છે. જ્યાં પસંદગી સમિતિ તેના પર નિર્ણય લે છે. વધુ જાણકારી માટે આ https://dahd.nic.in/national_livestock_mission મુલાકાત લો.

આ પણ વાંચો: Success Story: હાઈબ્રિડ બિયારણ છોડી પરંપરાગત ખેતી તરફ વળી રહ્યા છે આ દેશના ખેડૂતો

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે લોન્ચ કર્યું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, Truth Social રાખ્યું નામ

સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
g clip-path="url(#clip0_868_265)">