Good News : ખેડૂતો હવે ભાડા પર પણ લઇ શકશે કૃષિ યંત્ર, આ રીતે કરો એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન

ભારતમાં મોટા પાયે નાના અને સીમાંત ખેડૂતો રહે છે. તેમના માટે મોંઘી કૃષિ મશીનરી ખરીદવી આસાન નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે FARMS- Farm Machinery Solutions App લોન્ચ કરી હતી. ખેડૂત ભાઈઓ હવે આ એપ દ્વારા કૃષિ મશીનરી ભાડે લઇ શકે છે. તેનાથી ખેડૂતોને ખેતી કરવાનું સરળ બનશે તો બીજી તરફ સાથે-સાથે નફામાં પણ વધારો થશે.

Good News : ખેડૂતો હવે ભાડા પર પણ લઇ શકશે કૃષિ યંત્ર, આ રીતે કરો એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન
kisan credit card
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 7:15 AM

ભારત કૃષિ પ્રધાન દેશ છે . ખેડૂતોની(Farmers) આવક વધારવા માટે કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમ જેમ ખેડૂતો નવા જમાનાના પાક અને ખેતીની પરંપરાગત પદ્ધતિઓ સિવાયની આધુનિક ટેક્નિક તરફ વળી રહ્યા છે તેમ તેમ ખેતીમાં કૃષિ મશીનોના ઉપયોગની માંગ પણ વધી છે. 

આજના યુગમાં કૃષિ મશીનરી વગર ખેતીની પણ કલ્પના કરી શકાતી નથી. આ સ્થિતિમાં ઘણી રાજ્ય સરકારો તેમના ખેડૂતોને ગ્રાન્ટ અથવા ભાડા પર કૃષિ મશીનો આપી રહી છે.

ભારતમાં મોટા પાયેનાના અને સીમાંત ખેડૂતોરહેતા હોય તેમના માટે મોંઘી કૃષિ મશીનરી ખરીદવી સરળ નથી. જેને અનુસંધાને કેન્દ્ર સરકારે FARMS- Farm Machinery Solutions App લોન્ચ કરી હતી. ખેડૂતો હવે આ એપ દ્વારા કૃષિ મશીનરી ભાડે લઇ શકે છે. જેથી ખેડૂતોને ખેતી કરવાનું સરળ બનશે તો સાથે સાથે નફામાં પણ વધારો થશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ રીતે કરો રજીસ્ટ્રેશન

આ એપ ભારત સરકારના કૃષિ અને કલ્યાણ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે. ખેડૂત ભાઈઓ આ એપ દ્વારા ટ્રેક્ટર, ટિલર, રોટાવેટર જેવી તમામ મશીનરી ભાડે લઇ શકે છે. સૌથી પહેલા ખેડૂતોએ આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડશે, પછી જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.જો ખેડૂતો કૃષિ મશીનરી ભાડે લેવા માંગતા હોય તો તેમણે યુઝર કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો તમે મશીનરી ભાડે આપવા માંગતા હોય તો તમારે સર્વિસ પ્રોવાઇડરની કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. હાલમાં આ એપ 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

આ એપમાં આ સુવિધાઓ આપવામાં આવી રહી છે

ભાડા પર ફાર્મ મશીનરી કૃષિ મશીનરી પર સબસિડી નજીકની CHC કેન્દ્ર માહિતી કૃષિ વિશે મૂળભૂત માહિતી

ફાર્મ મશીનરી બેંકોની પણ સરકાર કરી રહી છે તૈયારી

ભારત સરકારનું મુખ્ય લક્ષ્ય આગામી સમયમાં ખેડૂતોની આવક બમણી કરવાનું છે. આ માટે સૌથી મોટી જરૂરિયાત એ છે કે નાના અને સીમાંત ખેડૂતોએ પણ નવી ખેતી ટેકનિકો અને નવી કૃષિ યોજનાઓનો ઉપયોગ કરવો જોઈએ. ખેડૂતોને સબસિડી મશીનો ખરીદવા માટે સક્ષમ બનાવવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે CHC કેન્દ્રોની મદદથી ગ્રામ પંચાયતોમાં ફાર્મ મશીનરી બેંકો સ્થાપવા માટે કામ કરી રહી છે. આ બેંકોની મદદથી ખેડૂતો કૃષિ મશીનરી સસ્તા અને સબસિડીવાળા ભાવે પણ લઇ શકે છે.

આ પણ વાંચો : ભારતે ચીની સરહદ પર સર્વેલન્સ વધાર્યું, હલચલમાં આવ્યું ડ્રેગન, ઇઝરાયલી હેરોન ડ્રોન બન્યું સેનાની ‘આંખ’

આ પણ વાંચો : Ajab-gajab : મકાન માલિકે ભાડુઆત માટે રાખી એવી શરત કે થઇ ગઈ સોશિયલ મીડિયામાં વાયરલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">