ખેડૂતો માટે ખુશખબર, કેન્દ્ર સરકારે રવિ પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો, જાણો કેટલો મળશે ભાવ
PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ માર્કેટિંગ સીઝન 2024-25 માટે તમામ આવશ્યક રવિ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. રવિ સિઝનના સૌથી મોટા પાક ઘઉંના ભાવમાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેલીબિયાં પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં 2.5 ટકા થી 4 ટકાનો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ભાવ વધારાનો લાભ ખેડૂતોને મળશે.

કેન્દ્ર સરકારે માર્કેટિંગ વર્ષ 2024-25 માટે લઘુત્તમ ટેકાના ભાવમાં (Minimum Support Price – MSP) વધારાને મંજૂરી આપી છે. રવિ સિઝનના સૌથી મોટા પાક ઘઉંના ભાવમાં (Wheat Price) 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મસૂરના ભાવમાં પણ આટલો જ એટલે કે 7 ટકાનો વધારો કર્યો છે. તેલીબિયાં પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં 2.5 ટકા થી 4 ટકાનો વધારો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ભાવ વધારાનો લાભ ખેડૂતોને મળશે.
ચણાના ભાવમાં 2 ટકાનો વધારો
રવી સિઝનના મુખ્ય કઠોળ પાક ચણાના ભાવમાં 2 ટકાનો વધારો થયો છે. દેશમાં રવિ પાકનું વાવેતર આગામી થોડા દિવસોમાં શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં એમએસપીમાં વધારાની જાહેરાતથી આ પાકની ખેતી કરતા ખેડૂતો તેનો વાવેતર વિસ્તાર વધારશે અને તેઓને ફાયદો થશે.
સરસવના ભાવ 5,450 રૂપિયાથી વધીને 5,650 થયા
ઘઉંના ભાવ 150 રૂપિયા વધારીને 2,275 રૂપિયા કરવામાં આવ્યા છે. તેના MMPમાં મહત્તમ 7 ટકાનો વધારો થયો છે. જવના ભાવ 1,735 રૂપિયાથી વધીને 1,850 રૂપિયા થયા છે. રવી સિઝનના મુખ્ય તેલીબિયાં પાક સરસવના MSP ના ભાવ 5,450 રૂપિયાથી વધારીને 5,650 રૂપિયા કરવામાં આવ્યા છે. આ રીતે સરસવના MSPમાં 3.5 ટકાથી વધુનો વધારો થયો છે.
મસૂરના ભાવમાં 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો
કુસુમના ભાવ 5,650 રૂપિયાથી વધીને 5,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયા છે. ચણા એ રવિ સિઝનનો સૌથી મોટો કઠોળ પાક છે. તેના MSP ના ભાવ 5,335 રૂપિયાથી વધારીને 5,440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે. મસૂરના ભાવમાં 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ મસૂરના MSP ભાવ 6,000 રૂપિયાથી વધીને 6,425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયા છે.
આ પણ વાંચો : Wheat Price: તહેવારોની સિઝનમાં સામાન્ય જનતાને મોટો ઝટકો, માગ વધવાથી ઘઉંના ભાવમાં થયો વધારો
લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને આપી મંજૂરી
PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ માર્કેટિંગ સીઝન 2024-25 માટે તમામ આવશ્યક રવિ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. ભાવ વધવાથી ઉત્પાદકોને તેમના ઉત્પાદન માટે વળતરયુક્ત ભાવો સુનિશ્ચિત કરી શકાય છે. MSPમાં સૌથી વધુ વધારો મસૂર માટે 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે.