
છોડના વિકાસ માટે જમીનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિવિધ પાકોમાં વિવિધ પ્રકારની જમીનનું પોતપોતાનું મહત્વ હોય છે. જમીનના પ્રકારો વિશે વાત કરીએ તો, લગભગ 5 પ્રકારની જમીન છે. ઉદાહરણ તરીકે, કાળી માટી, રેતાળ માટી, કાંપવાળી જમીન એટલે કે ચીકણી માટી, લાલ માટી વગેરે. જો કે દરેક પ્રકારની માટીની પોતપોતાની વિશેષતા હોય છે, પરંતુ અહીં આ લેખમાં અમે તમને કાળી જમીન(Black Soil)ની વિશેષતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેથી તમને એ જાણકારી મળી શકે કે ક્યા પાક માટે કાળી માટી યોગ્ય છે. આ સાથે, ખેડૂતો પાકમાંથી સારો નફો મેળવવાની સાથે-સાથે સારી ઉપજ પણ મેળવી શકશે.
કાળી માટી જે છોડના ઉત્પાદન માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. કાળી જમીનમાં આયર્ન, ચૂનો, મેગ્નેશિયમ અને એલ્યુમિના જેવા પોષક તત્વો મળી આવે છે, તેથી કાળી માટીનો ઉપયોગ પાકના ઉત્પાદન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાળી જમીનમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશનું પ્રમાણ પણ અન્ય પ્રકારની જમીનની સરખામણીમાં વધારે હોતું નથી.
આ ઉપરાંત કાળી માટીમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય છે જેથી વારંવાર પિયત કરવાની જરૂર રહેતી નથી ત્યારે સમયાંતરે ખેડ અને યોગ્ય પ્રમાણમાં પાણીના વપરાશથી કાળી માટીની ફળદ્રુપતા યથાવત રહે છે. તેમજ દેશી ખાતર ઉમેરવાથી પાકનું ઉત્પાદન સારૂ મળે છે.