AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે 416 કરોડ રૂપિયાના 21 પ્રોજેક્ટ્સનો શુભારંભ, 8 રાજ્યોના ખેડૂતોને મળશે લાભ

ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ગયા સપ્તાહે 6 સપ્ટેમ્બર 2021 થી 12 સપ્ટેમ્બર 2021 દરમિયાન 'ફૂડ પ્રોસેસિંગ સપ્તાહ' નું આયોજન કરવામાં આવ્યું હતું.

ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે 416 કરોડ રૂપિયાના 21 પ્રોજેક્ટ્સનો શુભારંભ, 8 રાજ્યોના ખેડૂતોને મળશે લાભ
Food Processing Ministry
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 6:07 PM
Share

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત મંત્રાલય દ્વારા આયોજીત ફૂડ પ્રોસેસિંગ સપ્તાહ 6-12 સપ્ટેમ્બર દરમિયાન રૂ. 416.59 કરોડના 21 પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, આસામ, મેઘાલય, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના સ્વસહાય જૂથોના 4,709 સભ્યોને 13.41 કરોડની સીડ કેપીટલ સહાય પણ આપવામાં આવી હતી.

ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગયા સપ્તાહે 6 સપ્ટેમ્બર 2021 થી 12 સપ્ટેમ્બર 2021 દરમિયાન ‘ફૂડ પ્રોસેસિંગ સપ્તાહ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાના હેતુથી 21 ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રોજેક્ટ્સની કુલ કિંમત 416.59 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. મંત્રાલયે તે બધાને 104.21 કરોડ રૂપિયાની અનુદાન સહાય પણ આપી હતી.

4,709 સભ્યોને સીડ કેપીટલ તરીકે 13.4155 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી

સરકારે કહ્યું છે કે આ 21 પ્રોજેક્ટ્સમાંથી 32,300 ખેડૂતોને લાભ મળશે, જ્યારે બીજી તરફ લગભગ 7,580 નવી નોકરીઓ સર્જાશે અને એટલું જ નહીં, ગ્રાહકોને પણ આ પ્રોજેક્ટ્સનો લાભ મળશે. વિવિધ રાજ્યોમાં પ્રોસેસિંગ ક્ષેત્રમાં સૂક્ષ્મ ઉદ્યોગો સાથે સંકળાયેલા SHGs ના સભ્યોને સીડ કેપીટલના રૂપમાં સહાય પણ આપવામાં આવી હતી.

આ રકમ તેમના સાહસને મજબૂત કરવા અને તેમના ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા માટે આપવામાં આવી છે. 13.4155 કરોડ સપ્તાહ દરમિયાન ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, આસામ, મેઘાલય, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના સ્વનિર્ભર જૂથોના 4,709 સભ્યોને સીડ કેપીટલ તરીકે આપવામાં આવ્યા હતા.

મધ, દૂધ, બેકરી વગેરે જેવા ખાદ્ય ઉત્પાદનોની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી

PMFME ના મહત્વના ઘટક ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ હેઠળ, ગયા સપ્તાહે મધ, દૂધ, બેકરી વગેરે જેવા ખાદ્ય ઉત્પાદનોના પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન પર દરરોજ 7 ઓનલાઈન-ઓફલાઈન વર્કશોપ અને વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નિષ્ણાતો દ્વારા આ ક્ષેત્રની વિશિષ્ટતાઓ અને તેમના ઉદ્યોગોનો વિકાસ કેવી રીતે કરવો અને નફો કેવી રીતે કરવો તે અંગે વાકેફ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Gopal Ratna Award : પશુપાલકોને મળી શકે છે 2 થી 5 લાખ રૂપિયાનો પુરસ્કાર, આ રીતે કરો અરજી

આ પણ વાંચો : અહીં શરૂ થશે પહેલી ખાનગી APMC, 600 ખેડૂતોનું જૂથ કરશે તેનું સંચાલન

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">