અહીં શરૂ થશે પહેલી ખાનગી APMC, 600 ખેડૂતોનું જૂથ કરશે તેનું સંચાલન
ખેડૂતોને આ બજારમાં ઉત્પાદન વેચવા માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં. હા, વેપારીઓ પાસેથી એક ટકા ફી લેવામાં આવશે, જેનો અમુક ભાગ FPO પાસે જશે અને અમુક ભાગ કમિટીમાં જશે.
ઉત્તર પ્રદેશમાં ખેડૂતોનું (Farmers) પ્રથમ ખાનગી કૃષિ બજાર (Private APMC) આગ્રામાં ખુલશે. 600 ખેડૂતોનું જૂથ (FPO) આ બજારનું સંચાલન કરશે. તેને સરકારી કક્ષાએ મંજૂરી આપવામાં આવી છે. તેની મંજૂરી ગયા વર્ષે જ આપવામાં આવી હતી. આગ્રા-ગ્વાલિયર રોડ પર છીતાપુરા નગલા વીરઈ ગામમાં દિવ્ય ભૂમિ એગ્રીક્રોપ પ્રોડ્યુસર કંપનીએ 4610 ચોરસ મીટરમાં ખાનગી બજાર બનાવ્યું છે. આ રાજ્યનો પહેલો FPO છે, જેને સરકાર તરફથી મંજૂરી મળી છે.
નિયમોમાં થયો ફેરફાર
કૃષિ ઉત્પાદન બજાર માર્ગદર્શિકામાં એવી જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિગત ખેડૂત ઉત્પાદક સંગઠન બજાર શરૂ કરી શકે છે, જ્યાં ખેડૂતો કૃષિ પેદાશો ખરીદી અને વેચી શકે છે. પરંતુ આ માટે ડીપોઝિટ તરીકે પાંચ લાખ રૂપિયા જમા કરાવવા પડે છે. ગયા વર્ષે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. દિનેશ ચતુર્વેદીએ આ નિયમોમાં ફેરફાર કર્યો છે.
હવે ફી લેવામાં આવશે નહીં
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડૂતોને આ બજારમાં ઉત્પાદન વેચવા માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં. હા, વેપારીઓ પાસેથી એક ટકા ફી લેવામાં આવશે, જેનો અમુક ભાગ FPO પાસે જશે અને અમુક ભાગ કમિટીમાં જશે. દિવ્ય ભૂમિ એગ્રીક્રોપ પ્રોડ્યુસરના મૃણાલ અગ્રવાલે જણાવ્યું હતું કે બજારની મંજૂરી ખેડૂતોના સપના સાકાર કરવા સમાન છે. આ બજાર એક એવી જગ્યાએ છે, જ્યાંથી ગ્વાલિયર અને આગ્રા બંને જિલ્લાના ખેડૂતોને લાભ થશે. ખેડૂતોને ખરીદી અને વેચાણની સારી તક મળશે.
મૃણાલ આગળ કહે છે કે અમે સીધા મંડીથી હોટલ, ઢાબા, પ્રોસેસિંગ યુનિટ વગેરે જગ્યા પર સપ્લાય કરવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. એ જ રીતે, છૂટક દુકાનદારોની નોંધણી કર્યા બાદ તેઓ સીધી તેમની દુકાન પર કૃષિ પેદાશો આપશે, તેનાથી બજારમાં ભીડ ઓછી થશે. કોરોનાકાળમાં તેમના FPO એ ‘ફાર્મ ટુ હોમ’ ની યોજના દ્વારા શાકભાજી સપ્લાય કર્યા હતા. તેઓ આગ્રાથી વિદેશમાં શાકભાજી સપ્લાય કરવાનું પણ શરૂ કરશે.
મંડી સચિવ એસ.કે. રાઘવે જણાવ્યું હતું કે એફપીઓ દ્વારા વિકસિત આ પ્રથમ બજાર છે. આ મંડી પર અનાજ, ફળો અને શાકભાજીના જથ્થાબંધ સોદા ખરીદી અને વેચી શકાય છે. તે સંપૂર્ણપણે બજારની જેમ કામ કરશે અને નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.
આ પણ વાંચો : અહીં રીંગણના છોડમાંથી ઉગાડવામાં આવે છે ટામેટા ! જાણો કેવી રીતે ?
આ પણ વાંચો : YouTube પર વીડિયો જોઈ આ યુવકે શરૂ કર્યું ગૌપાલન ! આજે કરે છે લાખોની કમાણી