ખેડૂતોએ નવેમ્બર માસમાં ટામેટા, મરચી, રીંગણ, દુધી અને મસાલા પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

|

Nov 12, 2021 | 9:21 AM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ નવેમ્બર માસમાં ટામેટા, મરચી, રીંગણ, દુધી અને મસાલા પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Vegetable Crops

Follow us on

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ટામેટા (Tomato) મરચી, રીંગણ, દુધી અને મસલા પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

ટામેટા
1. મધ્ય ગુજરાતના ખેડૂતોને ગુજરાત આણંદ ટામેટા-૫ (જીએટી-૫)નું વાવેતર કરવું.
2. પાન કોરિયા માટે એન્ડોસલ્ફાન ૩૫ ઇસી ૨૦ મિલી ૧૦ લીટલ પાણીમાં નાખી છંટકાવ કરવો.
3. ૬૦ ટકા છાપાવાળા સફેદ નેટ હાઉસમાં ટામેટાની અનિયંત્રીત વૃદ્ધીવાળી જાતની ખેતી કરવાથી વધુ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવી શકાય.
4. ટામેટાનું ઉત્પાદન ૩૧૬.૦૫ કિવ. / હે. મળેલ છે, જે નિયંત્રિત જાતો આણંદ ટામેટા ૩ (૨૪૦.૮૪ કિવ.હે).
5. પાનનો કોક્ડવા તથા ફળ કોરી ખાનારી ઈયળમાં નિયંત્રિત જાતો કરતા સારી પ્રતિકારક છે.
6. ભૂકી છરાના નિયંત્રણ માટે પાકમાં રોગની શરૂઆત થાય એટલે દ્રાવ્ય ગંધક ૮૦% વાળો ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

મરચી
1. ગ્રીન હાઉસમાં કેપ્સીકમ મરચીમાં ૨૦ થી ૨૫ દિવસે છોડની અગ્રકલિકા દૂર કરવી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રીંગણી
1. ડોલી-૫, જૂનાગઢ લોંગ, ગુ.રી.હા.-૧, જી.આર.બી.-૫ નું વાવેતર કરવું.

દુધી
1. મધ્ય ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત આણંદ સંકર દુધી-૧ (જીએબીજીએચ-૧) નું વાવેતર કરવું.

પૂર્વા તલ
1. ગાંઠિયા માખીના નિયંત્રણ માટે ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા કાર્બોસલ્ફાન ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૪૦ ટકા + સાયપરમેથ્રીન ૪ ટકા ૧૦ મિ.લિ. ૧૦ મિલિ દવા ૧૦ લીટરમાં નાખી છંટકાવ કરવો.

રાઈ
1. રાઈ વરુણા,ગુજરાત રાઈ ૧ અથવા ૨ નું નવેમ્બર ના પ્રથમ અઠવાડિયામાં વાવેતર કરવું.
2. પાન વાળનાર ઇયળ માટે કલોરપાયરીફોસ ૨૦ ઇ.સી. ૨૫ મિલી.લીસી.ઈ. અથવા કવીનાલફોસ ૨૫ ઈ.સી. ૨૦ મિલી ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ જીવાતનો ઉપદ્રવ શરૂ થયેથી સાત દિવસના અંતરે કરવો.

સૂર્યમુખી
1. વાવેતર બાદ ૩૦ દિવસે ૬૫ કિ.ગ્રા. યુરીયા અથવા ૧૫૦ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ આપવું.

કસુંબી
1. ભીમા, તારા અથવા એ-૧ જાતનું વાવેતર કરવું. બીજાનો દર ૧૨-૧૫/ હે. રાખવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : Honey Production: ખેડૂતોની મહેનત રંગ લાવી, દેશમાં સર્જાઈ મધુર ક્રાંતિ, સવા લાખ મેટ્રિક ટન થયું મધનું ઉત્પાદન

આ પણ વાંચો : હોર્ટિકલ્ચર ફાર્મિંગમાં મદદ કરશે આ નવું મશીન, ખેડૂતોનું કામ થશે વધુ સરળ

Published On - 9:20 am, Fri, 12 November 21

Next Article