ખેડૂતોએ જુલાઈ માસમાં ફળ પાકમાં કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી

ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ જુલાઈ માસમાં ફળ પાકમાં કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી
ફળ પાક
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Jul 15, 2021 | 10:52 AM

ખેડૂતોએ (Farmers) જૂન માસમાં ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. પરંતુ વરસાદ (Rain) ખેંચાતા અને પિયતના અભાવે લગભગ ઘણા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે જુદા-જુદા ફળ પાકમાં (Fruit Crops) કયા ખેતી કાર્યો કરવા.

કેળ

1. ભલામણ જાતો: ગ્રાન્ડ નાઈન, બરસાઈ, શ્રોમંતિ, ગ્રાડનેઈન, લોખંડી, રોબસ્ટા વગેરે

2. વાવેતર સમય: ૧૫ જુન થી ૧૫ ઓગસ્ટ

3. અંતર: ૧.૮*૧.૮ મી. અથવા ૧*૧. ૨*૨.૦મિ.ના જોડિયા હારમાં

4. કેળ સાથે હળદર તેમજ શાકભાજીના આંતરપાક તરીકે લઇ શકાય

5. કેળની નેઇન જાત માટે ૩૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૪ કિલો વર્મીકમ્પોસ્ટ, એક સરખા ચાર હપ્તે આપવું. ઉપરાંત ૯૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૦૦ ગ્રામ ફેર રોપણીના ત્રીજા મહિને આપવું.

જામફળ

1. જામફળનાં ઝાડ દીઠ ૩૭૫-૧૮૮-૧૮૮ ગ્રામ એન.પી.કે. દ્રાવ્ય ખાતર ચાર સરખા હપ્તામાં આપવું.

આંબા

1. આંબામાં નવીનીકરણ અપનાવો તેમાં જુના આંબાની તેની ડાળીઓ દુર કરો. વર્ષમાં ૩ કોમર્શિયલ ઉત્પાદન આપતો થશે.

કેળ–પૈપૈયા

1. કેળ-પૈપૈયાની એકાંતરે હાર રોપણી પદ્ધતિથી વાવેતર કરો.

પપૈયા

1. પપૈયામાં ૬ કિલો છાણીયું ખાતર, ૧૫૦ ગ્રામ નાઈટ્રોજન, ૨૦૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૫૦ ગ્રામ પોટાશ છોડ દિઠ રોપણી બાદ બીજા, ત્રીજા અને ચોથા મહિનો એક સરખા હપ્તામાં આપવું.

ચીકુ

1. ચીકુની ૦.૫ સેમી ઝાડાઈની સ્લાઈસને સોલાર ડ્રાયર દ્વારા સુકવણી સંગ્રહ કરવાથી ૬ માસ સુધી ગુણવતા જળવાઈ રહે છે.

નાળીયેરી

1. નાળીયેરીના પાકમાં લીલા પડવાશનો ઉપયોગ કરવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati