ખેડૂતોએ ડીસેમ્બર માસમાં ડુંગળી, લસણ અને રાઈના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ડીસેમ્બર માસમાં ડુંગળી, લસણ અને રાઈના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Onion Farming

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ડુંગળી (Onion Crop), લસણ અને રાઈના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

ડુંગળી 1. થ્રીપ્સનો ઉપદ્રવ વધતો જણાય તો ફોસ્ફામીડોન ૧૦ મિ.લી. અથવા એસીફેટ ૧૦ ગ્રામ અથવા ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી તેની વસ્તીને કાબુમાં લઈ શકાય છે. 2. જમીનની પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસના ગાળે પિયત આપવું. 3. પૂર્તિ ખાતર તરીકે ૫૦ કિ.ગ્રા./હે. નાઈટ્રોજન આપવો. 4. થ્રીપ્સના નિયંત્રણ માટે સ્પીનોસેડ ૨ મીલી/૧૦ લીટર અથવા કલોરફેનાપાયર ૧૦ ઇસી ૭.૫ મી.લી./ ૧૦ લીટર પાણીમાં નાખી પહેલાં છંટકાવ પછી બીજો છંટકાવ ૧૦ દિવસે કરવો.

લસણ 1. વાવણી બાદ એક માસે હેકટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન તત્વ એટલે કે ૫૪ કિલોગ્રામ યુરીયા અથવા ૧૨૫ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું. 2. થ્રીપ્સનો ઉપદ્રવ વધતો જણાય તો ફોસ્ફામીડોન ૧૦ મિ.લી. અથવા એસીફેટ ૧૦ ગ્રામ અથવા ૩ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી તેની વસ્તીને કાબુમાં લઈ શકાય છે. 3. કથીરીના નિયંત્રણ માટે સ્પાયરોમેસીફેન ૧૦ મી.લી.અથવા પ્રોપરગાઈટ ૧૦ મિ.લિ. અથવા ફેનાઝાક્વીન ૧૦ ઈ.સી. ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

રાઈ 1. જરૂરીયાત મુજબ પિયત આપવું. 2. હવામાન વાદળવાળું હોય તો પિયત આપવું નહિ. 3. પિયત માટે વાવણી પછી ૪૦ થી ૪૫ દિવસે હેકટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન તત્વ એટલે કે ૫૪ કિલોગ્રામ યુરિયા આપવું. 4. પૂર્તિ ખાતર તરીકે ૨૫ કિ.ગ્રા./હે. નાઈટ્રોજન આપવો. 5. રાઈની માખીના નિયંત્રણ માટે : આ જીવાતની વસ્તી ૨ ઈસી / ચો. ફુટ કરતા વધારે હોય ત્યારે લીંબોળીનું તેલ ૫૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ (૧ ઈસી) થી ૪૦ (૦.૧૫ ઈસી) મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 6. તેમ છતાં ઉપદ્રવ કાબુમાં ન આવે તો કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : આ ત્રણ બાબતોનું ધ્યાન રાખી ખેડૂતો વધારી શકે છે ઘઉંના પાકમાં ઉત્પાદન

આ પણ વાંચો : ગીર ગાય એક દિવસમાં 50 લીટર સુધી આપી શકે છે દુધ, જાણો ગીર ગાય નામ પડવા પાછળનું કારણ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati