ગીર ગાય એક દિવસમાં 50 લીટર સુધી આપી શકે છે દુધ, જાણો ગીર ગાય નામ પડવા પાછળનું કારણ

આ ગાયનું ઘી, દૂધ, ગૌમૂત્ર અને છાણ પણ સારી કિંમતે વેચાય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ગીર ગાયનો ઉછેર એ તમામ પ્રકારે નફાકારક સોદો છે. ગીર ગાયની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જેના કારણે પશુધનને નુકશાન થવાનું જોખમ ઘટે છે.

ગીર ગાય એક દિવસમાં 50 લીટર સુધી આપી શકે છે દુધ, જાણો ગીર ગાય નામ પડવા પાછળનું કારણ
Gir Cow (Symbolic Image)

જ્યારે પણ ગાયની સારી ઓલાદની વાત થાય છે ત્યારે સૌથી પહેલા ગીર ગાય(Gir Cow)નું નામ લેવામાં આવે છે. તે આપણા પશુપાલકો(Pastoralists)ની પ્રથમ પસંદગી માનવામાં આવે છે. તેમાં ઘણા સારા ગુણો છે. તેની રોગ પ્રતિકારક શક્તિ (immunity) અન્ય ગાયો કરતા સારી છે. સાથે જ તેની દુધ ઉત્પાદકતા પણ ઘણી ઊંચી છે. ત્યારે જાણો કેવી રીતે પશુપાલકો(Animal Husbandry)ગીર ગાયનું યોગ્ય રીતે પાલન કરી વધુમાં વધુ લાભ મેળવી શકે.

ડેરીમાં દિવસેને દિવસે ઉત્પાદન વધારવા માટે પશુઓની ઓલાદની પસંદગી સૌથી મહત્વની છે અને દેશી ગાયમાં સારી ઓલાદની વાત આવે તો ગીર ગાયનું નામ ચોક્કસ લેવામાં આવે છે. અર્ધ-શુષ્ક વાતાવરણમાં ઓછા ખર્ચે સમૃદ્ધ ઉત્પાદન માટે તે પશુપાલકોની પ્રથમ પસંદગી છે.

આ ગાયનું ઘી, દૂધ, ગૌમૂત્ર અને છાણ પણ સારી કિંમતે વેચાય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ગીર ગાયનો ઉછેર એ તમામ પ્રકારે નફાકારક સોદો છે. ગીર ગાયની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જેના કારણે પશુધનને નુકશાન થવાનું જોખમ ઘટે છે.

ગીર ગાયના નામ પાછળની કહાની

તેનું નામ ગુજરાતના ગીરના જંગલ પરથી પડ્યું છે. તે ગીર ગાયનું ઉદ્ગમ સ્થાન હોવાનું માનવામાં આવે છે. તેને જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા નામોથી પણ બોલાવવામાં આવે છે. તેનો મુખ્ય વિસ્તાર સૌરાષ્ટ્ર, ગુજરાતના રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં આવેલો છે. તેની લોકપ્રિયતા રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તર પ્રદેશથી બ્રાઝિલ સુધી ફેલાઈ છે. આ જ કારણ છે કે તેની સંખ્યા સતત વધી રહી છે.

ગીર ગાયની ઓળખ

ગીર ગાયની મુખ્યત્વે બે ઓલાદો છે. સ્વર્ણ કપિલા અને દેવમણિને અદ્યતન જાતિ માનવામાં આવે છે. ગીર ગાય મુખ્યત્વે લાલ રંગની હોય છે. તેનું કપાળ પહોળું અને કાન લાંબા હોય છે. જ્યારે તેના શિંગડા લાંબા અને વળાંકવાળા હોય છે. આંચળ સંપૂર્ણ રીતે વિકસિત છે અને ખૂંધ જોવા મળે છે.

એક દિવસમાં 50 લિટર જેટલું દૂધ લઈ શકો છો

એક અહેવાલ મુજબ ગીર ગાયમાંથી એક દિવસમાં 50 લીટર દૂધ લઈ શકાય છે. આ જ કારણ છે કે પશુપાલકોમાં તેની માગ વધી રહી છે. તેમની સુરક્ષા અને સંખ્યા વધારવા માટે ઘણી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. અગાઉ તેઓ માત્ર ગુજરાતમાં જ જોવા મળતા હતી, પરંતુ હવે તેઓ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ સરળતાથી જોઈ શકાય છે.

આ જાતિની ગાયનું આયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે. ગીર ગાય તેમના જીવનકાળમાં 6 થી 12 વાછરડા પેદા કરી શકે છે. તેનું વજન લગભગ 400 થી 475 કિગ્રા હોઈ શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય બને છે જ્યારે પ્રાણીઓને સારો ખોરાક આપવામાં આવે. ગીર ગાયમાંથી સારા દૂધ ઉત્પાદન માટે સંતુલિત પોષણયુક્ત આહાર આપવો જોઈએ.

આ રીતે સંતુલિત આહારનું મિશ્રણ તૈયાર કરો

100 કિલો આહાર મિશ્રણ બનાવવા માટે 10 કિલો કપાસિયાનો ખોળ, ચણા અને મગનો પાવડર 25 કિલો, ઘઉં અને મકાઈની દાળ 40 કિલો, સોયાબીન પાવડર 22 કિલો, ખનિજ મિશ્રણ 2 કિલો અને મીઠું 1 ​​કિલો તૈયાર કરી શકાય છે.

નિર્વાહ માટે, આહાર મિશ્રણમાંથી દરરોજ 1 થી 1.5 કિગ્રા આપવું જોઈએ. બીજી તરફ, દૂધ આપતી ગાય માટે, વધુમાં 400 ગ્રામ બાટા પ્રતિ લિટર આપવું જોઈએ. બહાર ચરવાથી પણ સારું દૂધ ઉત્પાદન મળે છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે સારા સમાચાર ! કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસમાં 13 ટકાનો વધારો થયો

આ પણ વાંચો: Krishi Udan Yojana 2.0: ખેડૂતોને આ યોજના થકી મળશે આ લાભ, જાણો કેવી રીતે કરવી અરજી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati