ખેડૂતોએ ઓગસ્ટ માસમાં મગફળી અને સૂર્યમુખીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

|

Aug 04, 2021 | 11:04 AM

ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ઓગસ્ટ માસમાં મગફળી અને સૂર્યમુખીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Groundnut Crop

Follow us on

ખેડૂતોએ (Farmers) જૂન માસમાં ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે મગફળી (Groundnut) અને સૂર્યમુખીના પાકમાં શું કરવું.

મગફળી

1. પાનનાં ટપકાં અને ગેરૂ રોગના નિયંત્રણ માટે ટેબુકોનાઝોલ ૧૦ મિ.લિ./૧૦લી. પાણીમાં નાખી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

2. થ્રીપ્સ, સફેદ માખી અને તડતડીયા જીવાતોના નિયંત્રણ માટે ઈમિડાકલોપ્રીડ, ફ્રીપ્રોનીલનો છંટકાવ ઉપદ્રવ જણાયતો લીંબોળીની મીજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમલેકાની નામની ફૂગના પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

3. સેન્દ્રીય ખેતી માટે ૫૦% નાઈટ્રોજન છાણીયા ખાતરમાંથી તેમજ બાકીનો જૈવિક ખાતરો અને ફોસ્ફરસ માટે રોક ફોસ્ફેટ ૧૦૦ કિલો/હે. આપવું.

4. મગફળીમાં ઘૈણ નિયંત્રણ માટે કલોરપાયરીફોસ હેકટરે ૪ લીટર પ્રમાણે પાણી સાથે આપવું.

5. પિયત ન થઇ શકે તો પંપ દ્વારા નોઝલ કાઢી કલોરપાયરીફોસ (૧૦ લીટર પાણીમાં ૨૫ મિલી) પ્રવાહી મગફળીનાં મૂળ પાસે ડ્રેન્ચીંગ કરવું અથવા ૪ લીટર દવાપ લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો રેતીમાં ભેળવી ત્યારબાદ સુકવી અને રેતી એક હેકટર વિસ્તારમાં થડ પાસે મુકવી.

6. સામાન્ય રીતે મગફળી જમીનમાં લોહ તત્વની ખામીના લીધે પીળી પડતી હોય છે, જેના નિરાકરણ માટે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરા કસી) અને ૧૦ ગ્રામ સાઈટ્રીક એસિડ લીંબુના ફૂલ ૧૦ લીટર પાણીમાં ઓગળી છંટકાવ કરવો.

7. જરૂર જણાય તો બીજા બે છંટકાવ ૮ થી ૧૦ દિવસના અંતરે કરવા.

સુર્યમુખી

1. સૂર્યમુખી પાકમાં લીલી ઈયળ મુખ્ય જીવાત છે. તેના નિયંત્રણ માટે બેસિલસ થુરીન્ઝીનેસીસ ૨ લી./હેક્ટર અથવા લીલી ઈયળનું એન. પી.વી. ૨૫૦ લી./હેકર અથવા કિવનાલફોસ અથવા ફેનવાલરેટનો છંટકાવ કરવો.

 

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

 

આ પણ વાંચો : PM Kisan Yojana: ખેડૂતો માટે મોટા સમાચાર, નવમા હપ્તાના 2000 રૂપિયા આ તારીખે ખેડૂતોના ખાતામાં પહોંચશે

આ પણ વાંચો : Agriculture : કોરોના મહામારી દરમિયાન સરકારે ખેડૂતો માટે શું કર્યું ? આ રહ્યો જવાબ

Next Article