Gir somnath જિલ્લામાં ઘઉં, ચણા સહિતનો શિયાળુ પાક ઓછો આવવાની ભીતિ, જાણો શું છે કારણ ?
ગીર સોમનાથ જીલ્લામાં રવી પાકોનું વાવેતર સારુ એવું થયું હતું. તેમાં ઘઉં, ચણા તથા અન્ય પાકોનું વાવેતર થયું હતુ. આ વર્ષે રવી પાકની વાત કરીએ તો ઘઉંનું વાવેતર 49800 હેક્ટરમાં વાવેતર થયું છે.
ગીર સોમનાથ (Gir somnath )જીલ્લામાં ઘઉં, ચણા અને અન્ય પાકોમાં પાક ( Winter Crops)ઓછો આવવાની ભિતી છે. વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને ગીર ગઢડા એમ 6 તાલુકાની વાત કરીએ તો ટોટલ 107000 હેક્ટરમાં વાવેતર થયુ છે. આ વર્ષે ખેડૂતોના (Farmer)પાકમાં કમોસમી વરસાદ અને માવઠાની અસર જોવા મળી રહી છે. કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોના ઉભા પાક ઘઉં, ચણાના પાકોમાં ફુગ અને રાતડ અને અન્ય રોગ જોવા મળી રહ્યો હતો. તેને લઈને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આમ તો શિયાળુ પાકમાં ખેડૂતોને કમોસમી વરસાદ અને માવઠાને કારણે રાતડ જેવા રોગોથી ઉભા પાકોમાં નુકસાન જોવા મળી રહ્યું છે. ચોમાસા દરમિયાન ગીર સોમનાથ જીલ્લામાં સારો એવો વરસાદ થયો હતો. તેમાં પાણીના તળ પણ ઉંચા આવ્યા છે. પરંતુ મોસમમાં ફેરફારને લઈને ખેડૂતોના પાકોનું કાંઈ નક્કી નથી રહેતુ. ગીર સોમનાથ જીલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતોના ચોમાસા પાકોમાં પણ નુકસાન જોવા મળી રહ્યું હતું.
ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં ઘઉં, ચણા, બાજરી, ધાણા જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પણ રથી 3 વાર માવઠા, કમોસમી વરસાદ, ભારે પવનના કારણે વાવેતરમાં નુકસાની સેવાઇ રહી છે. તેથી પાકોમાં ફુગ અને રાતડ જેવા રોગોના કારણે ઘઉંનું આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં ઓછું ઉત્પાદન આવવાની ધારણા સેવાઇ રહી છે. આમ તો છેલ્લા બે વર્ષથી કમોસમી વરસાદ અને આગોતરા પાછોતરા વરસાદને લીધે ખેડૂતોના પાકોમાં નુકસાની જોવા મળી રહી છે.
ગીર સોમનાથ જીલ્લામાં રવી પાકોનું વાવેતર સારુ એવું થયું હતું. તેમાં ઘઉં, ચણા તથા અન્ય પાકોનું વાવેતર થયું હતુ. આ વર્ષે રવી પાકની વાત કરીએ તો ઘઉંનું વાવેતર 49800 હેક્ટરમાં વાવેતર થયું છે. ચણાનું વાવેતર 28842 હેક્ટરમાં વાવેતર થયુ છે. જ્યારે અન્ય પાકોની વાત કરીએ તો 29000 હેક્ટરમાં વાવેતર થયું છે. ગીર સોમનાથમાં ટોટલ વાવેતરની વાત કરીએ તો 107000 હેક્ટરમાં વાવેતર થયું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોમાં ઓછા ઉત્પાદન રહેવાની પૂરી સંભાવના છે.
આ પણ વાંચો : Kutch: નિયમ ભંગ કરી બે મોટા ઉદ્યોગો દ્વારા મીઠાના પરિવહન સામે નાના નમક ઉદ્યોગકારોએ લડતની ચીમકી ઉચ્ચારી