Kutch: નિયમ ભંગ કરી બે મોટા ઉદ્યોગો દ્વારા મીઠાના પરિવહન સામે નાના નમક ઉદ્યોગકારોએ લડતની ચીમકી ઉચ્ચારી
કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેકચર્સ એસોસીયેશને કલેકટરને મનાઇ હુકમના પુરાવા સાથે લેખીત રજુઆત કરી છે કે 2018માં થયેલા હુકમ બાદ મીઠાનુ પરિવહન બંધ કરી દેવાયુ હતુ. પરંતુ ફરી પાછુ કંપની દ્વારા શરતભંગ કરી મીઠાનુ પરિવહન કરાઈ રહ્યું છે
ભારતનુ સૌથી વધુ જ્યા મીઠુ (salt) ઉત્પાદન થાય છે તેવા કચ્છ ( Kutch) જીલ્લામાં મીઠાના પરિવહન તેના ઉત્પાદન અને જમીનોને લઇને અનેક વિવાદો ચાલી રહ્યા છે. કચ્છના રણ વિસ્તાર અને વનવિભાગના અભ્યારણ વિસ્તારમાં પણ તાજેતરમાં અગરીયા બનાવવાનો મામલો ચર્ચામાં આવ્યો હતો. તે વચ્ચે કચ્છના સ્મોલ સ્કેલ મીઠુ ઉત્પાદન કરતા ઉત્પાદકોએ ખાવડા નજીક આવેલી બે કેમીકલ બનાવતી કંપની દ્રારા રણમાંથી મીઠાનુ ગેરકારયેસર પરિવહન (transport) કરાઇ રહ્યુ હોવાની ફરીયાદ કરાઇ છે.
આ મામલે આજે કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેકચર્સ એસોસીયેશનના પ્રતિનીધીઓએ કલેકટરને મનાઇ હુકમના પુરાવા સાથે લેખીત રજુઆત કરી છે. 2018માં થયેલા હુકમ બાદ મીઠાનુ પરિવહન બંધ કરી દેવાયુ હતુ. પરંતુ ફરી પાછુ કંપની દ્રારા શરતભંગ કરી મીઠાનુ પરિવહન થતા યોગ્ય તપાસ સાથે નાના ઉદ્યોગો (industries) ના હિતમાં આ કાર્ય પર રોકની માંગ કરાઇ છે.
શુ છે સમગ્ર મામલો ?
કચ્છના ખાવડા સ્થિત સોલારીશ કેમટેક લી તથા એગ્રોસેલ ઇન્ટડ્રસ્ટી દ્રારા કેમીકલ ઉત્પાદનનુ કામ કરાય છે. જો કે રણ વિસ્તારમાં આવતી આ કંપની દ્રારા મીઠાનુ પરિવહન પણ શરૂ કરાતા તેની સામે ઉદ્યોગોએ 5 વર્ષ અગાઉ વિવિધ વિભાગોમા રજુઆત કરી હતી. જેમાં નાના ઉદ્યોગોને નુકશાન થતી હોવાનો મુદ્દો રજુ કરાયો હતો જે અનુસંધાને રાજ્યના વિવિધ વિભાગોએ ઠરાવ કરી 2018માં તેના પર રોક લગાવી હતી. કંપનીની જમીન બ્રોમાઇન કેમીકલ ઉત્પાદન માટે અપાઇ હતી પરંતુ કંપની દ્રારા મીઠાનુ પરિવહન પણ કરાતુ હતુ. જો કે ફરી નાના મીઠા ઉદ્યોગકારોએ ફરીયાદ કરી છે કે નિયમભંગ કરી કંપની દ્રારા પરિવહન શરૂ કરાયુ છે આજે સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેકચર્સ એસોસીયેશનના પ્રમુખ બચુ આહિરે કલેકટરને આ મામલે લેખીત રજુઆત કરી નાના સોલ્ટ ઉદ્યોગકારોની મુશ્કેલી અંગે રજુઆત કરી તપાસ તથા કાર્યવાહી માટેની માંગ કરી છે.
લડતની પણ ચિમકી
કચ્છમાં મીઠાના ઉત્પાદન સાથે અનેક લોકો જોડાયેલા છે. તેવામાં નાના મીઠી ઉત્પાદકો માટે જો આવી મોટી કંપની નિયમભંગ કરી મીઠાનુ પરિવહન કરે તો મોટી મુશ્કેલી સર્જાઇ શકે તેમ છે અગાઉ થયેલી રજુઆત બાદ આ અંગે મનાઇ હુકમ પણ કરાયો હતો. પંરતુ ફરી કંપનીએ મંજુરી વગર પરિવહન શરૂ કર્યુ છે ત્યારે તે તાત્કાલીક બંધ કરાવવાની કલેકટર સમક્ષ લેખીત રજુઆત સાથે મીઠા ઉદ્યોગકારોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો તપાસ કરી કાર્યવાહી નહી કરાય તો કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેકચર્સ એસોસીયેશનના નેજા હેઠળ ગાંધી ચીધ્યા માર્ગે લડત કરાશે.
કલેકટરને લેખીત રજુઆત
દેશના મીઠાની જરૂરીયાત પુર્ણ કરતા કચ્છમાં મીઠા ઉદ્યોગ સાથે અનેક લોકોની રોજીરોટી જોડાયેલી છે તેવામાં મોટા ઉદ્યોગકારો દ્રારા સરકારના આદેશોનુ અનાદર કરી કરાતી હીલચાલ સામે નારાજગી જોવા મળી રહી છે. આજે એસોસિયેશનુ પ્રતિનીધી મંડળ આ મામલે કલેકટરને લેખીત રજુઆત પુરાવા સાથે કરવા પહોચ્યુ હતુ.
આ પણ વાંચોઃ Rajkot: વિદ્યાર્થીઓએ પ્રેમિકાને પુષ્પ નહીં, અબોલ પશુને રોટલી આપી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી