AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agriculture: ખેડૂતોએ જુન માસમાં તલ અને સોયાબીનના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

Agriculture: ખેડૂતોએ જુન માસમાં તલ અને સોયાબીનના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Sesame Crop
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2023 | 1:27 PM
Share

Agriculture: ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે તલ અને સોયાબીનના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

તલના પાકમાં ખેતી કાર્યો

1. મૂળખાઈ તથા સુકારાના નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હારજીયાનમનો બીજને પટ આપવો.

2. તલ ગુજરાત-૧,૨,૪ (સફેદ) અથવા ગુજરાત તાલ-૧૦ (કાળા)નું વાવેતર કરવું.

3. આંતરપાક પદ્ધતિમાં એક હાર તુવેર વચ્ચે બે હાર તલનું વાવેતર કરવું.

4. તલનું બીજ ઝીણું હોવાથી વાવણી વખતે તેમાં રેતી ભેળવીને વાવેતર કરવું.

5. એક હેક્ટરના વાવેતર માટે 2.5 થી 3 કિ.ગ્રા. બીજ પુરતુ છે.

6. એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ કે કેપ્ટાનનો પટ આપીને વાવેતર કરવું.

7. તલના પાકમાં 50 કિલો નાઈટ્રોજન અને 25 કિલો ફોસ્ફરસ આ ઉપરાંત 15 કિલો ગંધક, જીપ્સમ કે સીંગલ સુપર ફોસ્ફેટ આપવું.

8. બીજના સારા ઉગાવા માટે બીજને 2 થી 3 સે.મી. ઉંડાઈએ વાવણી કરવી.

9. બીજ નાના હોવાથી સાથે રેતી ભેળવી વાવણી કરવી.

10. સારા ઉગાવા માટે જમીનને પોચી અને ભરભરી બનાવો અને ઢેફા બીલકુલ હોવા જોઈએ નહિ.

આ પણ વાંચો : Agriculture: ખેડૂતોએ જુન માસમાં કપાસ અને મગફળીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

સોયાબીનના પાકમાં ખેતી કાર્યો

1. બિયારણનો દર 50 થી 60 કિલો હેક્ટર દીઠ રાખવો.

2. એન.આર.સી.-૩૭, અહલ્યા-૪, ગુ.સો.-૧, જીજેએસ-૩ દ.ગુ. માટે ગુ.સો- ૨,૩ કેડીએસ- ૩૪૪ નું વાવેતર કરો.

3. હેક્ટર દીઠ રાસાયણિક ખાતર 30-60-00 કિલો એન.પી.કે. આપવું.

4. વધુ ઉત્પાદન મેળવવા માટે 25 કિ.ગ્રા. બિયારણ દીઠ 250 ગ્રામ રાઈઝોબિયમ કલ્ચરની માવજત આપવી જરૂરી છે.

5. સોયાબીન-દિવેલા રીલે પાક પદ્ધતિ અપનાવી જોખમ ધટાડો.

6. ઓછા વરસાદવાળા વિસ્તાર માટે સોયાબીન-૧,૨,૩ નું વાવેતર કરવું.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">