Malabar Neem Farming: આ ખેતીથી ખેડૂતો થઈ રહ્યા છે માલામાલ, જાણો સંપૂર્ણ વિગત

આજે અમે તમને સૌથી વધુ નફાકારક ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મલબાર લીમડો (Malabar Neem) મેલિયા દબિયા તરીકે પણ ઓળખાય છે. તેની ખેતી કરીને ખેડૂતો બહુ ઓછા સમયમાં લાખો રૂપિયા કમાય શકે છે.

Malabar Neem Farming: આ ખેતીથી ખેડૂતો થઈ રહ્યા છે માલામાલ, જાણો સંપૂર્ણ વિગત
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 12:06 PM

કહેવાય છે કે સાગની ખેતી (Teak Farming) કરીને ખેડૂતો (Farmers) અમીર બની શકે છે, પરંતુ આજે અમે તમને સૌથી વધુ નફાકારક ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મલબાર લીમડો (Malabar Neem) મેલિયા દબિયા તરીકે પણ ઓળખાય છે. તેની ખેતી કરીને ખેડૂતો બહુ ઓછા સમયમાં લાખો રૂપિયા કમાય શકે છે. ખેડૂતો માટે આ એક સારો વિચાર છે, જે માત્ર 5 વર્ષમાં ખેડૂતોને સમૃદ્ધ બનાવી શકે છે. ત્યારે ખેડૂતો મલબાર લીમડાની ખેતી(Malabar Neem Farming)માં નસીબ અજમાવી શકે છે.

મલબાર લીમડાની વિશેષતાઓ

  1. આ વૃક્ષોની સૌથી ખાસ વાત એ છે કે તેની સાથે આંતરપાક પણ વાવી શકાય છે. જેથી તમારે વધારે જમીનની જરૂર નહીં પડે.
  2. તેના છોડને વધુ ખાતર અને પાણીની જરૂર પડતી નથી.
  3. આ છોડ રોપ્યાના 2 વર્ષમાં 40 ફૂટ સુધીની ઉંચાઈના થઈ જાય છે. તેનો છોડ માત્ર 5 વર્ષમાં લાકડું આપવા સક્ષમ બની જાય છે.
  4. આ વૃક્ષના લાકડાનો ઉપયોગ તમામ પ્રકારના ફર્નિચર તેમજ પેકિંગ, છતનાં પાટિયા, ઘર બાંધવા, ખેતીનાં ઓજારો, મેચ બોક્સ, પેન્સિલ અને ચાની પેટીઓ વગેરેમાં થાય છે.
  5. સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
    Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
    Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
    આજનું રાશિફળ તારીખ : 19-01-2025
    Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
    ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
  6. તેના લાકડામાંથી બનેલા ફર્નિચરમાં ક્યારેય ઉધઈ લાગતી નથી.
  7. મલબાર લીમડાનો છોડ પાંચ વર્ષમાં પ્રથમ વખત અને વધુમાં વધુ પાંચ વખત લાકડું આપી શકે છે.

ખેતી માટે કયા પ્રકારની માટીની જરૂર છે?

જૈવિક તત્વોથી ભરપૂર ફળદ્રુપ રેતાળ લોમ જમીન મલબાર લીમડાની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પછી લેટેરાઇટ લાલ માટીનો નંબર આવે છે, જે મલબાર લીમડાની ખેતી માટે સારો વિકલ્પ છે. જ્યારે કાંકરી મિશ્રિત છીછરી જમીન તેની ખેતી માટે સૌથી ખરાબ માનવામાં આવે છે. માર્ચ-એપ્રિલ દરમિયાન તેના બીજ વાવવાનું શ્રેષ્ઠ મનાય છે.

કેટલું અને ક્યારે કમાઈ શકો?

મલબાર લીમડાના 5000 વૃક્ષો વાવવા માટે 4 એકર જમીનની જરૂર છે. મલબાર લીમડાનો એક છોડ પાંચ વર્ષ પછી ખેડૂતને 4 થી 8 હજાર રૂપિયાની આવક આપી શકે છે. 4 એકરમાં ખેતી કરીને તમે સરળતાથી લાખો રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. એક ઝાડનું વજન દોઢથી બે ટન જેટલું હોય છે. બજારમાં તેની કિંમત ઓછામાં ઓછી 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. આવી સ્થિતિમાં એક છોડ 6 થી 7 હજારમાં વેચાય તો પણ તમે આરામથી ઘરે બેઠા લાખો રૂપિયાનો નફો મેળવી શકો છો.

આ પણ વાંચો: MOP ની સપ્લાય માટે ભારતે ઈઝરાયલ સાથે કરી સમજૂતી, ખેડૂતોને થશે આ ફાયદો

આ પણ વાંચો: Tech News: મોંઘા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, જાણો શું છે કારણ

g clip-path="url(#clip0_868_265)">