ખેડૂતોનો માર્ગ સરળ બનશે, ઈસરોએ કૃષિ ક્ષેત્ર માટે સમર્પિત ઉપગ્રહનો પ્રસ્તાવ મૂક્યો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Pankaj Tamboliya

Updated on: Oct 14, 2022 | 5:38 PM

ઈસરોના(ISRO) અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે પાકનું ઉત્પાદન એક અઠવાડિયામાં થતું નથી, તે થોડા મહિનાના સમયગાળામાં થાય છે. તેથી, પાક પર સતત દેખરેખ રાખવાની જરૂર છે. તેને ટાંકીને તેમણે કૃષિ ક્ષેત્ર માટે બે સમર્પિત ઉપગ્રહો સ્થાપવાની દરખાસ્ત કરી છે.

ખેડૂતોનો માર્ગ સરળ બનશે, ઈસરોએ કૃષિ ક્ષેત્ર માટે સમર્પિત ઉપગ્રહનો પ્રસ્તાવ મૂક્યો
ઈસરોએ કૃષિ ક્ષેત્રને સમર્પિત બે ઉપગ્રહો સ્થાપિત કરવાની દરખાસ્ત કરી છે. (સાંકેતિક ફોટો)

ખેતી(Agriculture) એ દેશ અને વિશ્વનો સૌથી જૂનો વ્યવસાય છે. પરંતુ, આજે પણ કૃષિ ક્ષેત્ર અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે. આ સંદર્ભમાં જો ભારતની (India)જ વાત કરીએ તો દેશના ખેડૂતોની (Farmers) સામે અનેક પડકારો છે. ઉદાહરણ તરીકે, ભારતમાં ખેતી સંપૂર્ણપણે હવામાન પર આધારિત છે. પરંતુ, હજુ પણ હવામાનની ચોક્કસ આગાહીનો અભાવ છે. આવી સ્થિતિમાં દુષ્કાળ અને વરસાદની અસર દેશના ખેડૂતોને પડી રહી છે. આ સાથે, કૃષિ ક્ષેત્રમાં જમીનના ડેટા, પાક ઉત્પાદનની આગાહી જેવા પડકારો પણ મુખ્ય છે, જે ખેડૂતોનો માર્ગ મુશ્કેલ બનાવી રહ્યા છે. પરંતુ, હવે ખેડૂતોનો આ રસ્તો સરળ થવા જઈ રહ્યો છે. ઈસરોએ આ સંદર્ભમાં જોરદાર હિમાયત કરી છે. જે અંતર્ગત ઈસરોએ કૃષિ ક્ષેત્ર માટે સમર્પિત ઉપગ્રહ સ્થાપવાની દરખાસ્ત કરી છે. ખેતીના સમાચાર અહીં વાંચો.

બે ઉપગ્રહો સ્થાપવાની દરખાસ્ત

ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે એન્જીનિયર્સ કોન્ક્લેવ 2022ના અવસર પર કૃષિ મંત્રાલયને કૃષિ ક્ષેત્ર માટે ઉપગ્રહ સ્થાપિત કરવાના પ્રસ્તાવ વિશે માહિતી આપી છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે ‘ઈન્ડિયા એગ્રીકલ્ચર સેટેલાઈટ’ કાર્યક્રમ અંગે ભારત સરકારના કૃષિ વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન તેને આ ઓફર આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના સમગ્ર કૃષિ ક્ષેત્રના પર્યાપ્ત કવરેજની બાંયધરી આપવા માટે ઓછામાં ઓછા બે ઉપગ્રહો જરૂરી છે.

સેટેલાઇટની માલિકી કૃષિ વિભાગની રહેશે

ધ હિંદુના એક અહેવાલ મુજબ, ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે હવામાનની આગાહી, પાક ઉત્પાદનની આગાહી, સિંચાઈ, જમીનનો ડેટા અને દુષ્કાળ સંબંધિત મહત્વપૂર્ણ ડેટા બનાવવા માટે ઉપગ્રહો સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અહેવાલમાં ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથને ટાંકવામાં આવ્યું છે કે “પાક એક અઠવાડિયામાં લણવામાં આવતો નથી, તે થોડા મહિનાના સમયગાળામાં છે”. તેથી, પાક પર સતત દેખરેખ રાખવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે હાલમાં અમારા ઉપગ્રહો પૂરતા નથી. તેથી જ આપણે વધારાના ઉપગ્રહો સ્થાપિત કરવાની જરૂર છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે વધુમાં જણાવ્યું હતું કે અમે પ્રસ્તાવ મૂક્યો હતો કે ઈસરો એક સેટેલાઇટ સ્થાપશે, જેની માલિકી કૃષિ વિભાગની હશે. ISRO ટેક્નિકલ સપોર્ટ આપશે.

ક્લાઈમેટ ચેન્જમાં સેટેલાઇટ અસરકારક સાબિત થશે

ભારત સહિત વિશ્વના ઘણા દેશો ગંભીર જળવાયુ પરિવર્તનનો સામનો કરી રહ્યા છે. જેના કારણે દુષ્કાળ તેમજ અતિશય ગરમી અને કમોસમી વરસાદ જેવી સ્થિતિ સર્જાઈ છે. તેની ભારત પર ગંભીર અસર પડી છે. ઉદાહરણ તરીકે, ઘઉંના પાકને અગાઉ વધુ પડતી ગરમીના કારણે અસર થઈ હતી. તે જ સમયે, દુષ્કાળને કારણે ડાંગરના વાવેતરને અસર થઈ હતી. આ પછી કમોસમી વરસાદે ડાંગરના ઉભા પાકને બગાડ્યો હતો. જેના કારણે ખેડૂતો પરેશાન છે. આશા રાખી શકાય કે ઇસરોનો ઉપગ્રહ ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati