નવસારી જિલ્લાના ખેડૂતોનું આધુનિકતા તરફ પ્રયાણ , ખેડૂતોની આવકમાં કેમ થયો બમણો વધારો ? જાણો

|

Mar 06, 2022 | 8:28 PM

ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સરકાર પહેલેથી જ આ અંગે નવા નવા સંસોધનો કરતી આવી છે. જેને સાકાર કરવા નવસારી જિલ્લો અનેરું યોગદાન આપી રહ્યો છે. સાથે ખેડૂતોને મદદરૂપ થવા માટે કૃષિ યુનિવર્સિટી પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

નવસારી જિલ્લાના ખેડૂતોનું આધુનિકતા તરફ પ્રયાણ , ખેડૂતોની આવકમાં કેમ થયો બમણો વધારો ? જાણો
Farmers of Navsari district move towards modernity, double their income (ફાઇલ)

Follow us on

નવસારી (Navsari) જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો (Farmers) આધુનિકતા તરફ આગળ વધ્યા છે. મોટાભાગના ફળ પાકોનું (Fruit crops) વેલ્યુ એડીશન કરીને બજારમાં મુકવાનું શરુ કર્યું છે. જેના કારણે ખેડૂતોની આવકમાં વધારો થયો છે. બીજી તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે.

કોઈપણ વસ્તુની વેલ્યુ એડીશન કર્યા બાદ સામાન્ય રીતે તે વસ્તુની કીંમત મહદ અંશે વધી જતી હોય છે. આવું જ કઈક અનોખું પગલું નવસારીના ખેડૂતે ભર્યું છે. નવસારી જીલ્લાના ગણદેવા તાલુકા ખાતે રહેતો ખેડૂતો પોતાના જ ખેતરમાં ઉગેલા ફળ પાકોમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવી બજારમાં મુકી રહ્યા છે. હાલના સમયમાં મનુષ્યને તંદુરસ્ત જીવન જીવવું હોય તો રસાયણ વગરનો ખોરાક એક માત્ર ઉપાય બની ચુક્યો છે. ત્યારે રસાયણ વગર કુદરતી રીતે ફળોનું મુલ્ય વર્ધન કરી તેમાંથી વિવીધ પ્રોડક્ટ નવસારી જીલ્લાનો ખેડૂત બનાવી રહ્યો છે. ગણદેવા ગામની આસપાસના વિસ્તારોમાં ઉત્પાદિત થતા ફળો જેવા કે કેરી જાંબુ સીતાફળ દ્રાક્ષ આ તમામનું મૂલ્ય વર્ધન કરી ખેડૂત ફળોની કિંમત બજારમાં જે મળે તેના કરતા ઉચી કિંમત પ્રાપ્ત કરતો થયો છે.

ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સરકાર પહેલેથી જ આ અંગે નવા નવા સંસોધનો કરતી આવી છે. જેને સાકાર કરવા નવસારી જિલ્લો અનેરું યોગદાન આપી રહ્યો છે. સાથે ખેડૂતોને મદદરૂપ થવા માટે કૃષિ યુનિવર્સિટી પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપી જાતે ઉગાડેલા ફળ પાકને સીધા બજારમાં વેચવા કરતા તેનું મૂલ્યવર્ધન કરી કઈ રીતે બમણી આવક મેળવી શકાય તે અંગેના સલાહ સૂચનો પુરા પડી રહી છે. ખેડૂતો પોતાના જ ફાર્મ પર ફ્રોજન પદ્ધતિથી નીચા તાપમાને પ્રોડક્ટ બનાવી રસાયણ વગર તમામ પેદાશ ઉત્પન્ન કરે તે અંગે પણ માહિતી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોનો યોગ્ય ઉપયોગ કરવા સરકાર પણ મદદ કરી રહી છે. ત્યારે ખેડૂતોએ પણ અગલ આવી બેથી વધુ ખેડૂતોએ ભેગા મળી અલગ યુનિટ તૈયાર કરી કામગીરી કરી રસાયણ મુક્ત મૂલ્યવર્ધન તરફ આગળ વધવું હાલના સમયમાં જરૂરી બની ગયું છે. જોકે આ તમામ યોજનાઓને પગલે ખેડૂતો જાગૃત બને તેવા પ્રયાસો સરકાર કરી રહી છે. વધતી મોંઘવારીને માથું મારી ખેડૂત જાતે કઈ રીતે આગળ આવે તે હવે ખેડૂતોએ જ ભેગા મળી વિચારવાનો સમય આવી ચુક્યો છે.

આ પણ વાંચો : Ahmedabad: પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી, 23 માર્ચ સુધી અલ્ટિમેટમ અપાયું

આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના નવા 71 કેસ નોંધાયા, કોરોનાથી 01 દર્દીનું મોત

Next Article