Ahmedabad: શહીદના પરિવારજનને નોકરી, પાટીદારો સામેના કેસ 23 માર્ચ સુધી નહિ ખેચાય તો ફરી આંદોલનના મંડાણ કરવા પાસની ચીમકી

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે, સમાજના આગેવાન દ્વારા મુખ્યપ્રધાનને વાત કરવામાં આવશે. તેમજ 23 માર્ચ સુધી માગ ન સંતોષાય તો આંદોલન કરવામાં આવશે. જોકે અલ્પેશ કથીરિયાએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ વખતે કોઈ કેસ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 8:20 PM

Ahmedabad: 23 માર્ચ સુધીમાં પાટીદારો (Patidar) સામેના કેસો પાછા નહિ ખેંચાય અને શહીદ પાટીદારોના પરિવારજનોને નોકરી આપવામાં સરકાર કામગીરી નહિ કરે તો ફરી આંદોલન (Movement)શરૂ થશે. આ જાહેરાત પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા દ્વારા કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ પાટીદારો ફરી સક્રિય થયા છે. ત્યારે અમદાવાદ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની (Patidar Anamat Andolan Samiti) બેઠક મળી હતી. જેમાં હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરાયું હતું. ત્યારે હાર્દિક પટેલે પણ આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. તેમજ અલ્પેશ કથીરિયાની અધ્યક્ષતામાં જ આંદોલન થશે એ જાહેર કરાયું છે.

વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ પાટીદાર નેતાઓ સક્રિય બન્યા

બીજીબાજુ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે, સમાજના આગેવાન દ્વારા મુખ્યપ્રધાનને વાત કરવામાં આવશે. તેમજ 23 માર્ચ સુધી માગ ન સંતોષાય તો આંદોલન કરવામાં આવશે. જોકે અલ્પેશ કથીરિયાએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ વખતે કોઈ કેસ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. તેમજ હવે નવી કમિટી બનશે તેમાં બિન રાજકીય વ્યક્તિઓ રહેશે.

આ પણ વાંચો : વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત છઠ્ઠા મહિને કરવામાં આવી રહ્યો છે ઉપાડ, માર્ચના માત્ર ત્રણ ટ્રેડિંગ સેશનમાં ઉપાડ્યા 17537 કરોડ

આ પણ વાંચો : Russia Ukraine War: રશિયા 11 દિવસથી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે, બ્રિટને કહ્યું- ભારત અને ચીને મોસ્કો પર રાજદ્વારી દબાણ વધારવું જોઈએ

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">