જો તમારે મશરૂમની ખેતી શરૂ કરવી હોય તો જાણો ત્રણ ટેકનિક વિશે, ઓછા ખર્ચમાં મળશે વધારે ઉત્પાદન
હાલમાં સ્થાનિક અને વિદેશી બજારોમાં મશરૂમની માગમાં વધારો થયો છે. વધતી માગને લઈ તેના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેથી ખેડૂતો તેમના ખેતરમાં મશરૂમની ખેતી કરે તો તેઓને મોટો નફો મળી શકે છે. આજે આપણે મશરૂમની ત્રણ પદ્ધતિ વિશે જાણીશું.

ખેડૂતો માટે મશરૂમ એક રોકડિયો પાક છે, જે ઓછા ખર્ચમાં વધારે નફો આપે છે. હાલમાં સ્થાનિક અને વિદેશી બજારોમાં મશરૂમની માગમાં વધારો થયો છે. વધતી માગને લઈ તેના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેથી ખેડૂતો તેમના ખેતરમાં મશરૂમની ખેતી કરે તો તેઓને મોટો નફો મળી શકે છે. આજે આપણે મશરૂમની ત્રણ તકનીકો વિશે માહિતી જાણીશું.
મશરૂમ ઉગાડવાની શેલ્ફ પદ્ધતિ
મશરૂમ ઉગાડવાની આ પદ્ધતિમાં ખેડૂતે મજબૂત લાકડાના એકથી દોઢ ઇંચ જાડા પાટિયામાંથી એક છાજલી બનાવવાની હોય છે, જેને લોખંડની એંગલ ફ્રેમ સાથે જોડવાની હોય છે. જે લાકડાનો ઉપયોગ મશરૂમ ઉત્પાદન માટે કરવામાં આવે છે. તે સારા લાકડાનું બનેલું હોવું ખૂબ જ જરૂરી છે, જેથી તે સરળતાથી ખાતર અને અન્ય સામગ્રીનો ભાર વહન કરી શકે. શેલ્ફની પહોળાઈ અંદાજે 3 ફૂટ અને છાજલીઓ વચ્ચેનું અંતર 1.5 ફૂટ હોવું જોઈએ. આ રીતે ખેડૂતો મશરૂમ છાજલીઓ એકબીજાથી પાંચ માળ સુધી ઉગાડી શકે છે.
મશરૂમ ઉગાડવાની પોલિથીન બેગ પદ્ધતિ
ખેડૂતો દ્વારા મશરૂમ ઉગાડવાની પોલિથીન બેગ પદ્ધતિ સૌથી વધારે અપનાવવામાં આવે છે. જેમાં ખેડૂતોને વધારે મહેનત કરવાની જરૂર રહેતી નથી. આ પદ્ધતિ દ્વારા એક રૂમમાં સરળતાથી મશરૂમની ખેતી કરી શકાય છે. પોલીથીન બેગ પદ્ધતિમાં મશરૂમ ઉગાડવા માટે 14 થી 15 ઈંચની ઉંચાઈ અને 15 થી 16 ઈંચના વ્યાસવાળા 200 ગેજના 25 ઈંચ લંબાઈ અને 23 ઈંચ પહોળાઈના પોલીથીન બેગનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં મશરૂમ સારી રીતે વિકસીત થાય છે.
આ પણ વાંચો : કચરામાંથી ખેડૂતો બનાવી શકશે ખાતર, ખેતી ખર્ચમાં થશે ઘટાડો અને પાક ઉત્પાદનમાં થશે વધારો
મશરૂમ ઉગાડવાની ટ્રે પદ્ધતિ
મશરૂમ ઉગાડવાની આ પદ્ધતિ એકદમ સરળ છે. તેની મદદથી ખેડૂતો સરળતાથી મશરૂમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. કારણ કે તેમાં મશરૂમનું ઉત્પાદન ટ્રે દ્વારા થાય છે. મશરૂમ ઉગાડવા માટે ટ્રેનું કદ 1/2 ચોરસ મીટર અને 6 ઇંચ સુધી ઊંડું હોવું જોઈએ. જેથી તેમાં 28 થી 32 કિલો ખાતર સરળતાથી આવી શકે.
