ખેડૂતોએ ઓગસ્ટ માસમાં દિવેલા અને તલના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ

|

Aug 09, 2023 | 12:44 PM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ઓગસ્ટ માસમાં દિવેલા અને તલના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ
Castor Crop

Follow us on

ખેડૂતો (Farmers) સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયાર, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. હાલમાં પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જોઈએ. દિવેલા (Castor Crop) અને તલના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી.

દિવેલાના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. ભલામણ કરેલ જાતો : જીએયુસી-૧, જીસીએચ-૫, ૬,૭, ૮,અથવા ૯, જીસીએમ-૪ અને ૬ સુકા વિસ્તાર માટે જીસીએચ-૨ નું વાવેતર કરવું.

2. મજુરોની અછતની પરીસ્થિતિમાં નિંદામણ નાશક દવા જેવી કે પેન્ડીમેથાલીન ૦.૯ કિ.ગ્રા. / હેક્ટર બીજની વાવણી બાદ પરંતુ બીજ અને નિંદણનાશકના સ્ફુરણ પહેલા (પ્રિ-ઈમરજન્સ) છંટકાવ કરવો તથા પાકની વાવણી બાદ ૩૦ દિવસે એક વખત આંતરખેડ તેમજ એક વખત હાથ વડે નિંદામણ કરવું.

'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?

3. પિયત દિવેલા માટે હેક્ટર દીઠ ૧૨૦ કિલો નાઈટ્રોજન ત્રણ સરખા હપ્તામાં (પાયામાં, ૪૦ દિવસે અને ૮૦ દિવસે), ૩૭.૫ કિલો ફોસ્ફરસ તેમજ ૨૦ કિલો પોટાશ તેમજ જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો જમીનમાં આપવું.

4. જમીનજન્ય રોગોથી છોડના રક્ષણ માટે વાવતા પહેલા બીજને ફૂગનાશક દવા (થાયરમ) કિલો બીજ દીઠ ૩ ગ્રામ અથવા બાવીસ્ટીન ૧ ગ્રામ પ્રમાણે પટ આપી વાવણી કરવી. દિવેલાની હાઈબ્રીડ જાતો માટે પ્રમાણિત બિયારણ વાપરવું.

આ પણ વાંચો : ખેડૂતોએ મગફળીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું, જાણો ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

તલના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. પ્રકાશ પીંજરનો ઉપયોગ કરવો. બીવેરીયા બેઝીયાના ૫ ગ્રામ અથવા લીંબોળીના મીંજનું દ્રાવણ ૫ ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા ક્વીનાલફોસ ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં નાંખવી છંટકાવ કરવો.

2. તલનાં પાકમાં ઇન્ડોલ એસેટિક એસીડ(IAA) ૧ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ફૂલ આવવાની અવસ્થાએ છંટકાવ કરવો.

3. પાન/ થડનો સુકારોનાં નિયંત્રણ માટે કોપર ઓક્ઝીક્લોરાઈડ ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૨૬ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.બીજો છંટકાવ ૧૫ દિવસે કરવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article