ખેડૂતોએ મગફળીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું, જાણો ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. વરસાદના (Rain) કારણે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે.
તેથી જ પાકમાં તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. તો ચાલો જાણીએ કે ખેડૂતોએ મગફળીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું અને ડાંગરના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
મગફળીમાં પીળાશનુ નિયંત્રણ
1. સામાન્ય રીતે મગફળીના પાનમાં પીળાશ પડવા માટે મુખ્યત્વે લોહની ઉણપ, જસતની ઉણપ, ગંધકની ઉણપ અથવા રેચક જમીન અથવા તાજા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કે રોગ જીવાતની અસરની પરિસ્થિતિ જવાબદાર છે. જો લોહ તત્વની ખામી હોય તો મગફળીનો પાક પીળો દેખાય ત્યારે નિયંત્રણ માટે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ(હીરાકસી)ની સાથે ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ(લીંબુના ફુલ) ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ ૮ થી ૧૦ દિવસના અંતરે કરવો.
મગફળીમાં થડ / ડોડવાનો સડો
વાવણી બાદ પણ ઉભા પાકમાં થડની પાસે રેતી કે સેન્દ્રીય ખાતરમાં ભેળવી ટ્રાયકોર્ડમાંની માવજત આપી શકાય. આ ઉપરાંત અન્ય પાકોમાં પણ પાણી ભરાવાને કારણે ઘણી નુકશાની થયેલ છે.
આ પણ વાંચો : આ ફળ વેચાય છે 1000 રૂપિયા પ્રતિ કિલો, એક એકરમાં ખેતી કરવાથી ખેડૂતોને થશે લાખો રૂપિયાની કમાણી
ડાંગરના પાકના ખેતી કાર્યો
1. ડાંગરની શ્રી પધ્ધતિથી ખેતી કરો. જેનાંથી સારી ગુણવતા, ઓછા પાણીની જરૂરિયાત, બિયારણની બચત,જમીનની ફળદ્રુપતા વધે અને ઢળી પડતી નથી. જેમાં ઓછા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે.
2. ડાંગરની સીરા પધ્ધતિથી પણ વાવેતર કરી શકાય. ખાતરનો જથ્થો ૪૦% નાઈટ્રોજન અને ૧૦૦% ફોસ્ફરસ રોપણી સમયે ૪૦ ટકા ફાલ આવે ત્યારે અને ૨૦% કંટી બેસે ત્યારે.
3. ડાંગરનાં સુકરાનાં નિયંત્રણ માટે ૨૦ લીટર પાણીમાં ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીનક ૧૦ ગ્રામ કપોર ઓકઝીકલોરાઇડ મિશ્ર કરી છંટકાવ કરવો.
4. ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ ક્યારીમાંથી પાણી નિતારી નાખવું .
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી