Pomegranate Farming: દાડમની ખેતી ખેડૂતોને કરી શકે છે માલામાલ, સતત 24 વર્ષ સુધી આપી શકે છે ઉત્પાદન

|

Mar 28, 2022 | 11:42 AM

નિષ્ણાતોના મતે દાડમના છોડનું વાવેતર ઓગસ્ટ કે માર્ચમાં કરી શકાય છે. તેની ખાસ વાત એ છે કે તેને કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ માટે ખેડૂતોએ રોપા વાવવાના એક મહિના પહેલા ખાડા ખોદવાના રહે છે.

Pomegranate Farming: દાડમની ખેતી ખેડૂતોને કરી શકે છે માલામાલ, સતત 24 વર્ષ સુધી આપી શકે છે ઉત્પાદન
Pomegranate Farming (File Photo)

Follow us on

ભારતમાં પરંપરાગત ખેતી(Farming in India)માં થતા નુકસાન અને દર વર્ષે કુદરતી આફતોને કારણે થતા નુકસાનને કારણે ખેડૂતોએ અન્ય વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે. ખેડૂતો એવા પાકોને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેનો ખર્ચ ઓછો અને નફો વધુ છે. હાલ ખેડૂતો (Farmers)માં દાડમની ખેતી (Pomegranate Farming)કરવાની પ્રથા ઝડપથી વધી છે. ભારતમાં તેની મહત્તમ ખેતી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં થાય છે. આ છોડ 3 થી 4 વર્ષમાં વૃક્ષ બની જાય છે અને ફળ આપવા લાગે છે.

આપને જણાવી દઈએ કે દાડમનું ઝાડ લગભગ 24 વર્ષ જીવે છે, એટલે કે તમે આટલા વર્ષો સુધી તેનાથી નફો કમાઈ શકો છો. નિષ્ણાતોના મતે દાડમના છોડનું વાવેતર ઓગસ્ટ કે માર્ચમાં કરી શકાય છે. તેની ખાસ વાત એ છે કે તેને કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ માટે ખેડૂતોએ રોપા વાવવાના એક મહિના પહેલા ખાડા ખોદવાના રહે છે. આ ખાડાઓને લગભગ 15 દિવસ સુધી ખુલ્લા રહેવા દેવામાં આવે છે. આ પછી, લગભગ 20 કિલો સડેલુ છાણ ખાતર, 1 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ, 0.50 ગ્રામ ક્લોરો પાયરીફોસનો પાવડર તૈયાર કરી અને તે બધાને ખાડાની સપાટીથી 15 સે.મી. ઉંચાઈ સુધી ભરવામાં આવે છે.

દાડમના છોડ માટે પર્યાપ્ત સિંચાઈ સૌથી મહત્વપૂર્ણ છે. તેને દર 5 થી 7 દિવસે સિંચાઈ કરવી જોઈએ. આ સિવાય ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી તે સંપૂર્ણ પાકી ન જાય ત્યાં સુધી તેના ફળની કાપણી ન કરો. દાડમની ખેતીમાં એક ઝાડમાંથી 80 કિલો ફળ મેળવી શકાય છે. એક હેક્ટરમાં લગભગ 4800 ક્વિન્ટલ ફળની લણણી કરી શકાય છે. નિષ્ણાતોના મતે, એક હેક્ટરમાં દાડમની ખેતી કરીને તમે સરળતાથી અંદાજે 8 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચો: Success Story: સખત મહેનતથી મહિલા ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતીમાં મેળવી સફળતા, અન્ય મહિલાઓ માટે બની પ્રેરણાસ્ત્રોત

આ પણ વાંચો: Fake Note Alert: ક્યાંક તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની નોટ નકલી તો નથીને? આ રીતે ઓળખો અસલી છે કે નકલી

Next Article