Fake Note Alert: ક્યાંક તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની નોટ નકલી તો નથીને? આ રીતે ઓળખો અસલી છે કે નકલી

ભારતીય રિઝર્વ બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર 500ની નોટને ઓળખવાની કેટલીક રીતો વિશે જણાવવામાં આવ્યું છે, જેને અનુસરીને તમે અસલી અને નકલી નોટને ઓળખી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે કેવી રીતે 500 રૂપિયાની નોટને સરળતાથી ઓળખી શકો છો.

Fake Note Alert: ક્યાંક તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની નોટ નકલી તો નથીને? આ રીતે ઓળખો અસલી છે કે નકલી
How to identify genuine 500 rupee note? (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 9:13 AM

કાળાં નાણાંને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2016માં નોટબંધી કરી હતી અને નવી નોટો બહાર પાડી હતી. ત્યારથી એવી ધારણા હતી કે બજારમાંથી નકલી નોટો (Fake Note)બંધ થઈ જશે. પરંતુ શાતીર ગુનેગારોએ નવા રૂપિયાની નકલી નોટો પણ તૈયાર કરી લીધી. આ નકલી નોટો બિલકુલ વાસ્તવિક રૂપિયા જેવી લાગે છે. કોઈપણ વ્યક્તિ છેતરાઈ શકે છે જો તેને ધ્યાનથી ન જોવામાં આવે તો. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમને 500 ની નોટ મળે છે, તો તેને તરત જ કાળજીપૂર્વક તપાસવી જોઈએ. જો કે, આ અસલી અને નકલી નોટો વચ્ચે એટલો સૂક્ષ્મ તફાવત છે કે સામાન્ય માણસ માટે તેને સરળતાથી ઓળખવી મુશ્કેલ બની શકે છે.

પરંતુ ભારતીય રિઝર્વ બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર 500ની નોટને ઓળખવાની કેટલીક રીતો વિશે જણાવવામાં આવ્યું છે, જેને અનુસરીને તમે અસલી અને નકલી નોટને ઓળખી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે કેવી રીતે 500 રૂપિયાની નોટને સરળતાથી ઓળખી શકો છો.

Is the 500 rupee note kept in your pocket fake? Identify real and fake in minutes like this

(Rupees 500 Note/Source: RBI)

આ છે નકલી 500 રૂપિયાની નોટને ઓળખવાની રીત

જો તમે 500 રૂપિયાની નોટ લાઈટની સામે રાખશો તો ખાસ જગ્યાએ 500 લખેલું જોવા મળશે. આ સિવાય જો તમે આ નોટને આંખની સામે 45 ડિગ્રીના ખૂણા પર રાખશો તો પણ તમને અમુક જગ્યાએ 500 લખેલું જોવા મળશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

રંગમાં ફેરફાર

બીજી તરફ, જો તમે 500 રૂપિયાની નોટને હળવાશથી વાળશો, તો સિક્યોરિટી થ્રીડ(નોટ વચ્ચે રહેલી ચમકતી પટ્ટી)નો રંગ લીલાથી વાદળીમાં બદલાતો જોવા મળશે. જ્યારે, ગવર્નરની સહી, ગેરંટી ક્લોઝ, પ્રોમિસ ક્લોઝ અને આરબીઆઈનો લોગો જૂની નોટની સરખામણીમાં જમણી બાજુએ શિફ્ટ થઈ ગયો છે.

500 રૂપિયાની નોટ પર પ્રિન્ટિંગનું વર્ષ લખેલું હોય છે. સ્લોગન સાથે સ્વચ્છ ભારતનો લોગો છપાયેલો છે. સેન્ટર તરફ એક ભાષા પેનલ છે અને લાલ કિલ્લાનું ચિત્ર ભારતીય ધ્વજ સાથે છપાયેલું છે. આ સિવાય દેવનાગરીમાં 500 રૂપિયા પ્રિન્ટ કરવામાં આવ્યા છે. જો તમને 500 રૂપિયાની નોટમાં આમાંથી કોઈ પણ ચિહ્ન દેખાતું નથી, તો તેનો અર્થ એ છે કે તમારી નોટ નકલી હોઈ શકે છે.

દૃષ્ટિહીન લોકો આ રીતે ઓળખી શકે છે

દૃષ્ટિહીન લોકો માટે પણ 500 રૂપિયાની નોટ પર કેટલાક વિશેષ ઓળખ ચિહ્નો આપવામાં આવ્યા છે, જેને સ્પર્શ કરીને તેઓ સરળતાથી ઓળખી શકે છે. 500 રૂપિયાની નોટમાં અશોક સ્તંભનું પ્રતીક, મહાત્મા ગાંધીનું ચિત્ર, બ્લીડ લાઇન અને રફ પ્રિન્ટ સાથે ઓળખ ચિહ્ન છે જે દૃષ્ટિહીન લોકો સ્પર્શ દ્વારા અનુભવી શકે છે.

આ પણ વાંચો: Tech Tips: WhatsApp પર જરૂરી ચેટને નહીં કરવી પડે વારંવાર સર્ચ, જાણી લો ચેટ પિન કરવાની આ રીત

આ પણ વાંચો: Viral: મોબાઈલના ચક્કરમાં કાંખમાં રહેલા બાળકને આખા ઘરમાં શોધવા લાગી મહિલા, જુઓ પછી શું થયું

g clip-path="url(#clip0_868_265)">