કપાસના ભાવમાં ઘટાડો, ખેડૂતોનો આક્ષેપ- ખાનગી ખરીદદારોએ ભાવ ઘટાડ્યા, યોગ્ય ભાવ નહીં મળે તો કરશે આંદોલન

કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ખાનગી કંપનીઓ દ્વારા ખરીદવામાં આવતા કપાસના ભાવ ચોક્કસપણે નીચે આવ્યા છે.

કપાસના ભાવમાં ઘટાડો, ખેડૂતોનો આક્ષેપ- ખાનગી ખરીદદારોએ ભાવ ઘટાડ્યા, યોગ્ય ભાવ નહીં મળે તો કરશે આંદોલન
Cotton Crop

પંજાબના કપાસ ઉગાડતા (Cotton Crop) ખેડૂતો કમોસમી વરસાદ અને જીવાતોના હુમલાને કારણે પહેલેથી જ મુશ્કેલીમાં છે. હવે કપાસના ભાવમાં ઘટાડો થતાં તેમની મુશ્કેલી વધી છે. ખેડૂતોનો (Farmers) આરોપ છે કે ખાનગી ખરીદદારોએ મંડીમાં કપાસના ભાવમાં ઘટાડો કર્યો છે અને તેમને ઓછા ભાવે ઉત્પાદન વેચવા દબાણ કરી રહ્યા છે. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો તેઓને યોગ્ય ભાવ નહીં મળે તો તેઓ અચોક્કસ મુદ્દતનું આંદોલન કરશે.

રાજ્યના મનસા જિલ્લાના ખેડૂતો કેટલીક મંડીઓમાં લઘુત્તમ ટેકાના ભાવે (MSP) કપાસ વેચી શકતા નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ નબળી ગુણવત્તા દર્શાવીને નીચા ભાવ વસૂલી રહ્યા છે. આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે માલવા ક્ષેત્રમાં આ સિઝનમાં કપાસની સૌથી વધુ કિંમત 9,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ છે.

અનિશ્ચિત આંદોલન શરૂ કરશે કમોસમી વરસાદ અને ગુલાબી ઈયળના હુમલાથી માલવામાં આ સિઝનમાં પાકને વ્યાપક નુકસાન થયું છે, જેનાથી ઉત્પાદન (Crop Production) પર અસર પડી છે. ભારતીય કિસાન યુનિયન (BKU) ડાકોંડાના નેતા ગોરા સિંહે કહ્યું કે જો પહેલેથી જ નુકસાનનો સામનો કરી રહેલા ખેડૂતોને વાજબી ભાવ નહીં મળે, તો અમે ટૂંક સમયમાં અનિશ્ચિત આંદોલન શરૂ કરીશું.

કેટલાક જિલ્લાઓમાં ભાવ 5,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અન્ય ખેડૂતે જણાવ્યું કે થોડા સમય પહેલા કપાસ રૂ. 9,400 પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાતો હતો, પરંતુ હવે ખાનગી વેપારીઓએ જાણી જોઈને ભાવ ઘટાડી દીધા છે. તેણે કહ્યું કે મારા ઉચ્ચ ગુણવત્તાવાળા કપાસની સૌથી વધુ કિંમત 7,490 રૂપિયા બોલાતી હતી, જેના કારણે મેં ઉત્પાદન વેચવાની ના પાડી.

જો તેઓ ભાવ નહીં વધારે તો હું ઉત્પાદનને બીજી કોઈ મંડીમાં લઈ જઈશ અને ત્યાં તેને વેચવાનો પ્રયાસ કરીશ. મનસા જિલ્લામાં સ્થિતિ વધુ ખરાબ છે. અહીં ખાનગી વેપારીઓ રૂ. 5,200 પ્રતિ ક્વિન્ટલના ભાવે કપાસની ખરીદી કરી રહ્યા છે. આ કિંમત પણ આ વર્ષ માટે નિર્ધારિત રૂ. 5,925 ની MSP કરતા ઘણી ઓછી છે.

કંપનીઓએ ભાવ નક્કી કર્યા કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ખાનગી કંપનીઓ દ્વારા ખરીદવામાં આવતા કપાસના ભાવ ચોક્કસપણે નીચે આવ્યા છે. તેમણે કહ્યું કે ખાનગી કંપનીઓએ સર્વસંમતિથી એક પૂલ બનાવ્યો છે અને નક્કી કર્યું છે કે તેઓ ઉચ્ચ ગુણવત્તાવાળા કપાસની કિંમત ચોક્કસ મર્યાદા કરતાં વધુ નહીં રાખે.

આ પણ વાંચો : DAPની અછત વચ્ચે વૈકલ્પિક ખાતરના વેચાણમાં મોટો ઉછાળો, વાવેતરમાં ખેડૂતો મોટાપાયે કરી રહ્યા છે ઉપયોગ

આ પણ વાંચો : VALSAD : કમોસમી વરસાદથી ખેતીમાં ભારે નુકસાન, જગતના તાત ઉપર આર્થિક નુકસાનીની લટકતી તલવાર, મોટાભાગનો પાક બગડયો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati