e-Gopala એપથી ખેડૂતો કરશે પ્રગતિ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરશો અને તેના ફાયદાઓ

TV9 GUJARATI

|

Updated on: Aug 18, 2021 | 11:26 AM

ખેડૂતો અને પશુપાલકો માટે ઇ-ગોપાલા એપ ઘણી ઉપયોગી છે. આ એપ દ્વારા પશુપાલકોને ટેકનિકલ માહિતી મળશે અને ડેરીના ખેડૂતોને પણ તેનો લાભ મળશે. આ એપથી તેઓ તેમના સ્માર્ટ ફોન પર અનેક પ્રકારની માહિતી મેળવશે.

e-Gopala એપથી ખેડૂતો કરશે પ્રગતિ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરશો અને તેના ફાયદાઓ
E Gopala App

Follow us on

ભારતમાં પશુપાલન (Animal Husbandry) જૂની પરંપરા રહી છે. વધારાની આવક માટે અને તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખેડૂતો (Farmers) પશુપાલનનો આશરો લે છે. એક અંદાજ મુજબ, ખેડૂતો ભારતમાં લગભગ 53 કરોડ પશુઓનું પાલન કરે છે.

આપણા દેશમાં વસ્તીનો મોટો હિસ્સો પશુપાલન સાથે સંકળાયેલો છે. ગ્રામ્ય વિસ્તારમાં આવકનો નોંધપાત્ર હિસ્સો પશુપાલનથી આવે છે. આ જ કારણ છે કે પશુઓને પશુધન કહેવામાં આવે છે. પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે ઘણા મહત્વના પગલાં લીધા છે. આ ક્રમમાં, ગયા વર્ષે, વડાપ્રધાન મોદીએ પશુધન ખેડૂતો માટે ઈ-ગોપાલા એપ લોન્ચ કરી હતી.

ખેડૂતો અને પશુપાલકો માટે ઇ-ગોપાલા એપ ઘણી ઉપયોગી છે. આ એપ દ્વારા પશુપાલકોને ટેકનિકલ માહિતી મળશે અને ડેરીના ખેડૂતોને પણ તેનો લાભ મળશે. આ એપથી તેઓ તેમના સ્માર્ટ ફોન પર અનેક પ્રકારની માહિતી મેળવશે. આ એપ ઓનલાઈન ડિજિટલ માધ્યમ છે તેમને મદદ કરવા અને પશુઓની ઉત્પાદકતા વધારવા માટે. ભારતમાં પશુઓને પોષણ પૂરું પાડવા માટે લીલો ચારો ખૂબ મહત્વ ધરાવે છે.  આ એપ દ્વારા આ અંગેની માહિતી પણ ઉપલબ્ધ છે.

પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા માટે મદદ આપવામાં આવશે

આ સાથે ખેડૂતો અને પશુપાલકો ઉચ્ચ ગુણવત્તાવાળા વીર્ય, ગર્ભ અને પશુઓની ઉપલબ્ધતા અને તેમને ખરીદવાની સુવિધા વિશે માહિતી મેળવશે. આ સાથે, સ્થાનિક ચારા સંસાધનોમાંથી સંતુલિત રાશન તૈયાર કરવા વિશેની માહિતી આ એપ દ્વારા ઉપલબ્ધ થશે. ઈ-ગોપાલા એપ પર આયુર્વેદ વેટરનરી મેડિસિન, ઓછી કિંમતની ઔષધીય સારવારની માહિતી પણ ઉપલબ્ધ છે.

સરકારનું આ પગલું માત્ર આપણા ગામને જ નહીં પરંતુ આપણા પશુપાલકોને પણ આત્મનિર્ભર બનવામાં મદદ કરશે. પશુચિકિત્સકો આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. આમાં, પશુપાલકો તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગીન કરવાનું રહેશે. આ પછી 6 વિકલ્પો દેખાશે. ખેડૂતો મેરા પશુ આધાર વિકલ્પમાં તેમના નવા, જૂના પશુઓની માહિતી પણ જોઈ શકે છે. તમે નવા પશુઓની નોંધણી પણ કરાવી શકો છો.

એલર્ટસ વિકલ્પમાં ખેડૂતોને પશુના રસીકરણની તારીખ જેવી માહિતી પણ મળશે. લોન્ચ થયા બાદ અત્યાર સુધીમાં 1 લાખથી વધુ પશુપાલકોએ આ એપ ડાઉનલોડ કરી છે અને તેની સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. તે પશુઓની ખરીદી અને વેચાણના વિકલ્પને કારણે ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે.

આ પણ વાંચો : વિશ્વની બીજી સૌથી મોટી આધુનિક જીન બેંક દિલ્હીમાં શરૂ થઈ, કૃષિ વારસાને બચાવવાનો પ્રયાસ

આ પણ વાંચો : PM Kisan : પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને મળશે રૂપિયા 3,000 પેન્શન, જાણો વિગત

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati