ખુશખબર ! ખાદ્યતેલના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય, સામાન્ય લોકોને મળશે રાહત
ગત વર્ષે ખાદ્યતેલ અને તેલીબિયાંના ભાવમાં ધરખમ વધારો થયો હતો. જેની સામાન્ય લોકો પર મોટી અસર પડી હતી. વધતી કિંમતોથી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર ગયા વર્ષથી આવા પગલાં લઈ રહી છે.
કેન્દ્ર સરકારે ખાદ્યતેલોની (Edible Oils) કિંમતોમાં ઘટાડો કરવા માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા આદેશમાં 6 રાજ્યો સિવાય સમગ્ર દેશમાં ખાદ્યતેલ અને ખાદ્ય તેલીબિયાંની સ્ટોક લિમિટ (Stock Limit) નક્કી કરવામાં આવી છે. સરકારના આદેશ અનુસાર, સ્ટોક પર લાદવામાં આવેલી આ મર્યાદા 30 જૂન, 2022 સુધી ચાલુ રહેશે. ગત વર્ષે ખાદ્યતેલ અને તેલીબિયાંના ભાવમાં ધરખમ વધારો થયો હતો. જેની સામાન્ય લોકો પર મોટી અસર પડી હતી. વધતી કિંમતોથી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર ગયા વર્ષથી આવા પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને 30 જૂન, 2022 સુધી માન્ય રહેશે.
છૂટક વિક્રેતાઓ 30 ક્વિન્ટલ ખાદ્યતેલ અને 100 ક્વિન્ટલ ખાદ્ય તેલીબિયાંથી વધુનો સ્ટોક કરી શકતા નથી. તે જ સમયે, જથ્થાબંધ વેપારીઓ માટે 500 ક્વિન્ટલ ખાદ્યતેલ અને 2000 ક્વિન્ટલ ખાદ્ય તેલીબિયાંના સ્ટોકની મર્યાદા નક્કી કરવામાં આવી છે. રિટેલ ચેન તેમની દુકાનોમાં 30 ક્વિન્ટલ ખાદ્યતેલ અને ડેપોમાં 1000 ક્વિન્ટલ સુધીનો સ્ટોક કરી શકે છે.
ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 6 રાજ્યોને છૂટ આપવામાં આવી
કેટલાક રાજ્યોને વિશેષ છૂટ આપવામાં આવી છે, એટલે કે, અહીં સ્ટોક લિમિટ કરતાં વધુ સ્ટોર કરી શકાય છે. જો કે, તેઓએ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત સ્ટોક લિમિટનું પાલન કરવાનું રહેશે. છૂટ આપવામાં આવેલા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને બિહારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, આવા નિકાસકારો, રિફાઇનર્સ, મિલરો, એક્સ્ટ્રેક્ટર્સ, જથ્થાબંધ વેપારી અને ડીલર કે જેમની પાસે આયાત-નિકાસ કોડ નંબર છે તેમને મુક્તિ આપવામાં આવી છે. જો કે, તેઓએ સાબિત કરવું પડશે કે સ્ટોક નિકાસ માટે છે કે આયાતમાંથી પ્રાપ્ત થયો છે.
ગત વર્ષે દેશમાં ખાદ્યતેલના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો હતો. સરસવના તેલના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. આ પછી સરકારે સરસવના તેલમાં મિશ્રણ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે ભાવમાં વધુ વધારો થયો છે. જો કે, વધેલી કિંમતોમાંથી રાહત આપવા માટે, સરકારે છેલ્લા કેટલાક મહિનામાં ઘણા પગલા લીધા છે, જેનો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે. સરકારે ફરી એકવાર સ્ટોક લિમિટ નક્કી કરી છે જેથી ભાવ ફરી ન વધે.
આ પણ વાંચો : Papaya farming : પપૈયાની ખેતી ક્યારે અને કેવી રીતે કરવી અને કેટલી થશે કમાણી, કૃષિ વૈજ્ઞાનિકે આપી જાણકારી
આ પણ વાંચો : Success Story: બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ વિજેતા કચ્છના આ ખેડૂતે દાડમની ખેતીથી મેળવી 1.25 કરોડ રૂપિયાની આવક