કેન્દ્ર સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, DAP ખાતરની સબસીડીમાં વધારો કરાયો

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં ડીએપી (fertilizer) ખાતરનો અંદાજે 5 લાખ મે.ટન વાર્ષિક વપરાશ થાય છે. જેના કારણે રાજ્યના ખેડૂતોને વધારાની રૂ. 850/- કરોડની સબસીડીનો ફાયદો થશે.

કેન્દ્ર સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, DAP ખાતરની સબસીડીમાં વધારો કરાયો
DAP Fertilizer
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 10:09 PM

કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Agriculture Minister Raghavji Patel)જણાવ્યું છે કે, ખેડૂતોને સહાયરૂપ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM MODI)  માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા યુરીયા ખાતરના (fertilizer) ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ જ વધારો કરવામાં આવેલ નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ડી.એ.પી અને એન.પી.કે ખાતરના તેમજ તેના કાચામાલમાં છેલ્લા કેટલાક સમયમાં ઘણો વધારો થયેલ છે. જેના પરિણામે ખાતરની પડતર કિંમતમાં ખુબ વધારો થવા પામ્યો હતો.

  • ડી.એ.પી ખાતરની સબસીડીમાં રૂપિયા ૮૫૦નો વધારો કરાયો: રાજ્યના ખેડૂતોને લાભ
  • રાજ્યના ખેડૂતો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ

આ ભાવવધારાનો બોજ સીધો ખેડૂતો ઉપર ના આવે તે માટે ભારત સરકાર દ્વારા ડી.એ.પી. ખાતરમાં હાલ મળતી સબસીડી રૂ. 1650/- પ્રતિ બેગ હતી, તેમાં વધારો કરી રૂ. 2501 /- પ્રતિ બેગ કરવામાં આવેલ છે. આમ, પ્રતિ બેગ રૂ. 850/- ની માતબર સબસીડીનો વધારો કરવામાં આવ્યો છે. જેનો લાભ રાજયના ખેડૂતોને પણ થશે. આ માટે રાજયના ખેડૂતો વતી મુખ્પમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રાસાયણ ખાતર મંત્રી મનસુખ માંડવીયાનો આભાર વ્યકત કર્યો છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં ડીએપી ખાતરનો અંદાજે 5 લાખ મે.ટન વાર્ષિક વપરાશ થાય છે. જેના કારણે રાજ્યના ખેડૂતોને વધારાની રૂ. 850/- કરોડની સબસીડીનો ફાયદો થશે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

સરકારનો પ્રયાસ છે કે કાચા માલના ભાવ વધારાનો બોજ ખેડૂતો પર ના પડે. તેથી જ તે સબસિડીનો વધુ બોજ ઉઠાવવાની તૈયારી કરી રહી છે.રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરોના કાચા માલની કિંમતોમાં તીવ્ર વધારો થયો છે. કારણ કે ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતરોના પુરવઠાને અસર થઈ રહી છે. ખાતર કંપનીઓના જણાવ્યા અનુસાર કાચો માલ ઘણો મોંઘો થઈ ગયો છે. ખાતરનો કાચો માલ કેનેડા, ચીન, જોર્ડન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને અમેરિકાથી પણ આવે છે.

આ પણ વાંચો :ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ડુંગળીની ખરીદી પેટે કિલોએ બે રૂપિયા સરકાર ચૂકવશે

આ પણ વાંચો :GT vs SRH, IPL 2022: ગુજરાત સામે અભિષેક અને માર્કરમની અડધી સદીની રમત વડે હૈદરાબાદે 195 રનનો સ્કોર ખડક્યો, શામીની 3 વિકેટ

g clip-path="url(#clip0_868_265)">