Kufri Kiran Potato: વૈજ્ઞાનિકોએ બટાકાની નવી જાત ‘કુફરી કિરણ’ વિકસાવી, ઊંચા તાપમાનમાં પણ મળશે બમ્પર ઉત્પાદન

બટાકાના કંદની રચના માટે, રાત્રિનું તાપમાન 8 થી 20 ડિગ્રી સેલ્સિયસ હોવું જરૂરી છે, જ્યારે આ પ્રજાતિ વધુ તાપમાનમાં પણ કંદ તૈયાર કરવામાં સક્ષમ છે. ઉચ્ચ તાપમાનમાં પણ આ જાત અન્ય જાતોની જેમ ઉત્પાદન આપશે.

Kufri Kiran Potato: વૈજ્ઞાનિકોએ બટાકાની નવી જાત 'કુફરી કિરણ' વિકસાવી, ઊંચા તાપમાનમાં પણ મળશે બમ્પર ઉત્પાદન
Potato FarmingImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 7:45 PM

સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CPRI) શિમલાએ બટાકાની નવી જાત ‘કુફરી કિરણ’ વિકસાવી છે. ખાસ વાત એ છે કે કુફરી કિરણ ઊંચા તાપમાનનો સામનો કરવામાં સક્ષમ છે અને સાથે જ તે ઊંચા તાપમાનવાળા વિસ્તારો માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, બટાટાના કંદની રચના માટે, રાત્રિનું તાપમાન 8 થી 20 ડિગ્રી સેલ્સિયસ હોવું જરૂરી છે, જ્યારે આ પ્રજાતિ વધુ તાપમાનમાં પણ કંદ તૈયાર કરવામાં સક્ષમ છે. ઉચ્ચ તાપમાનમાં પણ આ જાત અન્ય જાતોની જેમ ઉત્પાદન આપશે.

આ પણ વાંચો: Gujarati Video: હાપા માર્કેટિંગ યાર્ડમાં મરચાંની મબલખ આવક, 1 મણ મરચાંના 1700થી 5500 ભાવ બોલાતા ખેડૂતો ખુશખુશાલ

ખેડૂતો દ્વારા ઉપયોગ માટે તૈયાર

વધુ પડતી ગરમીના કારણે ઘણા વિસ્તારોમાં બટાટા ઉગાડી શકાતા નથી, પરંતુ હવે ખેડૂતો ગરમ વિસ્તારોમાં આ નવી જાતનું વાવેતર કરી શકે છે, જેના માટે CPRIએ તેને મંજૂરી આપી છે. હવે કુફરી કિરણ ખેડૂતો દ્વારા ઉપયોગ માટે તૈયાર છે. વૈજ્ઞાનિકોના મતે બટાટાની આ જાત 100 થી 120 દિવસમાં તૈયાર થઈ જાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

કુફરી કિરણ બટાકાની ઉત્પાદન ક્ષમતા

કુફરી કિરણ, વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત બટાટાની નવી જાત, પ્રતિ હેક્ટર 25 ટન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જે વાવણી બાદ 100 થી 120 દિવસમાં તૈયાર થઈ જાય છે. ગરમ તાપમાનને સહન કરવાને કારણે આ જાતની વાવણી ખરીફ સિઝનમાં પણ સરળતાથી કરી શકાય છે.

બટાકાના કદને અસર થશે નહીં

હંમેશા બટેટાને તાપમાનમાં વધારો જોતા પહેલા ઘણીવાર કાઢી લેવામાં આવે છે, કારણ કે વધુ ગરમીને કારણે બટાકાના આકાર પર અસર થાય છે. આ ઉપરાંત બટાટા મોડા ઉગવાને કારણે અને ગરમીના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે. પરંતુ હવે નવા કુફરી કિરણની વાવણીને કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડશે નહીં.

નવી જાત વિકસાવવામાં કેટલો સમય લાગે છે?

વૈજ્ઞાનિકો જ્યારે પણ બટાટાની નવી જાત વિકસાવે છે, ત્યારે તેને 8 થી 10 વર્ષનો સમય લાગે છે. જેમાં પ્રજાતિઓ/જાતિઓ અને તત્વોના ક્રોસ બ્રીડિંગની તપાસ કરવામાં આવે છે. અંતે, યોગ્ય માપદંડોને પૂર્ણ કર્યા પછી જ નવી જાત વિકસાવવામાં આવે છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">