AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITC ખેડૂતો માટે MAARS એપ લોન્ચ કરશે, કૃષિ સંબંધિત સમસ્યાઓનું થશે નિરાકરણ

MAARS App: ખેડૂતોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે કૃષિ(Agriculture)માં માહિતી પ્રસારણ પ્રણાલીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સાથે ખેડૂતોને અદ્યતન ટેક્નોલોજી સાથે જોડવામાં આવી રહ્યા છે.

ITC ખેડૂતો માટે MAARS એપ લોન્ચ કરશે, કૃષિ સંબંધિત સમસ્યાઓનું થશે નિરાકરણ
MAARS App - Symbolic ImageImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 1:29 PM
Share

આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ હવે ભારતીય ખેડૂતો(Indian Farmers)ને કૃષિ ક્ષેત્રે મદદ કરવા માટે થઈ રહ્યો છે. દેશના ખેડૂતોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે કૃષિ(Agriculture)માં માહિતી પ્રસારણ પ્રણાલીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સાથે ખેડૂતોને અદ્યતન ટેક્નોલોજી સાથે જોડવામાં આવી રહ્યા છે જેથી તેઓ પણ વિશ્વ કક્ષાની ખેતી કરી શકે, તેમની ઉપજ વધારી શકે અને સારી આવક મેળવી શકે. આ હેતુ માટે દેશનું સૌથી મોટું બિઝનેસ ગ્રુપ ITC ખેડૂતો માટે એક એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે.

દેશના ખેડૂતોને આઈટીસી માર્સ (ITC MAARS)ના નામથી શરૂ કરવામાં આવેલી આ એપનો લાભ મળશે. જેના થકી તેમની ખેતીની સમજ વધશે અને તેઓ વધુ સારી રીતે ખેતી કરી શકશે. માર્સ એપ ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ રજૂ કરશે. જેમાં ખેતીની અદ્યતન ટેકનોલોજી વિશે માહિતી આપવામાં આવશે, જેથી ખેડૂતો અદ્યતન ખેતી કરી શકશે.

આ એપ દ્વારા ખેડૂતોને તેમની આવક કેવી રીતે વધારવી તે પણ જણાવવામાં આવશે અને ગ્રામીણ સેવાઓમાં સુધારો કરીને વધુ સારું બજાર આપવાના પ્રયાસો કરવામાં આવશે. ઈન્ડિયા ટુડે અનુસાર, કંપનીના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં વિવિધ પાકની ખેતી કરતા પાક જૂથના લગભગ 10 મિલિયન ખેડૂતો માટે આ એપ્લિકેશન ખૂબ જ ફાયદાકારક રહેશે. તેનાથી લગભગ એક કરોડ ખેડૂતોને ફાયદો થશે.

કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન પર ભાર

નોંધપાત્ર રીતે, ITC કંપની દેશના ખેડૂતો સાથે ઘણા પાક અને શાકભાજી તેમજ ઔષધીય અને ફૂલોના મૂલ્યવૃદ્ધિ પર કામ કરી રહી છે. તેનાથી ખેડૂતોને વધુ ફાયદો થશે. તેમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત જૈવિક મરચાં, વેપાર-પ્રમાણિત વિશેષ કોફી, ઘઉંનો લોટ, ઔષધીય અને સુગંધિત ફૂલોના અર્કનો સમાવેશ થાય છે. આ તમામ ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન થયા બાદ ખેડૂતોને તેનો લાભ મળશે.

ઈ-ચોપાલની તર્જ પર કામ કરશે

ITCના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરીએ રોકાણકારોની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે ITC માર્સ એક પરિવર્તનશીલ બિઝનેસ મોડલ છે. તેમજ તે એક સર્જનાત્મક મુદ્રીકરણ મોડલ છે જે eChowpal 4.0 ની તર્જ પર બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઈ-ચૌપાલ દ્વારા મુખ્ય ખેડૂત વિશેની માહિતી ફાર્મના પ્રદર્શનમાંથી મળે છે, આ સિવાય તે કૃષિ ક્ષેત્રમાં કામ કરતા દરેકને એક પ્લેટફોર્મ પર જોડે છે.

તેમણે કહ્યું કે ITC MARS અદ્યતન કૃષિ અને ગ્રામીણ સેવાઓ માટે વધુ સારું બજાર પ્રદાન કરશે. પુરીએ કહ્યું કે ભારતમાં લગભગ 1,000 કે તેથી વધુ એગ્રી-ટેક સ્ટાર્ટઅપ્સ છે. માર્સ આ એગ્રી-ટેક સ્ટાર્ટ-અપ્સ સાથે સાંકળશે અને કામ કરશે. આ સાથે, ખેડૂત સ્તરે એક હાઇપર-લોકલ પર્સનલાઈજ્ડ સોલ્યૂશન તૈયાર કરવામાં આવશે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">