બનારસી પાન બાદ હવે કુંબમ દ્રાક્ષને મળ્યું GI Tag, જાણો તેની ખાસિયત

કુંબમ ખીણની દ્રાક્ષ કંઈક વધારે જ પ્રખ્યાત છે. કુંબમ ખીણના લગભગ 10 ગામોમાં મોટી સંખ્યામાં દ્રાક્ષાના બાગ છે. ખેડૂતો લગભગ 2,000 એકરમાં કુંબમ પનીર થ્રેચાઈની ખેતી કરે છે. આનાથી તેમને સારી કમાણી થાય છે.

બનારસી પાન બાદ હવે કુંબમ દ્રાક્ષને મળ્યું GI Tag, જાણો તેની ખાસિયત
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 2:56 PM

બનારસી પાન અને લંગડા આમ પછી હવે કુંબમ દ્રાક્ષને GI મળ્યો છે. તમિલનાડુમાં આ દ્રાક્ષની ખેતી મોટા પાયે થાય છે. અહીં કુંબમ દ્રાક્ષને કુંબમ પનીર થ્રેચાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દ્રાક્ષની ખાસિયત એ છે કે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તમિલનાડુની બહાર પણ તેની માગ ઘણી છે. ખાસ વાત એ છે કે તમિલનાડુમાં 85% દ્રાક્ષ ઉત્પાદક ખેડૂતો માત્ર કુંબમ દ્રાક્ષની જ ખેતી કરે છે.

આ પણ વાંચો: Tender Today : એક શહેરના ભોજન વિતરણ કેન્દ્રને અન્ય શહેરમાં સ્થળાંતર કરવા માટેનું ટેન્ડર જાહેર, જાણો તમારા શહેર માટે તો નથી ને આ ટેન્ડર

એક અહેવાલ મુજબ, તમિલનાડુમાં સ્થિત કુંબમ ખીણ દ્રાક્ષની ખેતી માટે પ્રખ્યાત છે. અહીં કુંબમ પનીર થ્રેચાઈના ઘણા બગીચા છે. આ ઉપરાંત થેની જિલ્લામાં પણ ખેડૂતો કુંબમ દ્રાક્ષની ખેતી કરે છે. પરંતુ, કુંબમ ખીણની દ્રાક્ષ કંઈક વધારે જ પ્રખ્યાત છે. કુંબમ ખીણના લગભગ 10 ગામોમાં મોટી સંખ્યામાં દ્રાક્ષાના બાગ છે. ખેડૂતો લગભગ 2,000 એકરમાં કુંબમ પનીર થ્રેચાઈની ખેતી કરે છે. આનાથી તેમને સારી કમાણી થાય છે.

Pakistan Tallest Building : પાકિસ્તાનની સૌથી ઊંચી ઈમારતમાં શું છે?
CIBIL સ્કોર ચેક કર્યા વગર તમને તાત્કાલિક મળશે લોન, જાણો
Curry Leaves : કોણે મીઠો લીમડો ન ખાવો જોઈએ? નિષ્ણાતો પાસેથી જાણો
ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
1 મહિના સુધી ચા ન પીવો તો શરીરમાં શું ફેરફાર થાય? જાણો
ભારતના 1 લાખ રૂપિયા બાંગ્લાદેશમાં જઈ કેટલા થઈ જાય ?

કેટલાક લોકો તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરે છે

કુંબમ ખીણની આબોહવા અને જમીનની ગુણવત્તા આ દ્રાક્ષની ખેતી માટે અનુકૂળ હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે અહીં ઉગાડવામાં આવેલ દ્રાક્ષના બગીચાઓ ઝડપથી ફળોથી ભરપૂર થઈ જાય છે અને ખૂબ જ ઓછા સમયમાં પાકી જાય છે.

અહીં ઉગાડવામાં આવતી દ્રાક્ષમાંથી વાઇન, જ્યુસ, કિસમિસ, સ્પિરિટ અને જામ બનાવવામાં આવે છે. તમિલનાડુમાં 1832માં પ્રથમ વખત દ્રાક્ષની ખેતી શરૂ કરવામાં આવી હતી. દ્રાક્ષની આ જાતની ખેતી ફ્રેન્ચ પાદરીએ શરૂ કરી હતી. આ દ્રાક્ષની અંદર વિટામીન, એન્ટીઓક્સીડેન્ટ અને ટાર્ટરિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે જાંબલી અને આછા ભૂરા રંગની દેખાય છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. કેટલાક લોકો તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરે છે.

લંગડા કેરી અને મુરેનાની ગજકને જીઆઈ ટેગ મળ્યો છે

GI ટેગ એ ભૌગોલિક સંકેત છે. તેનાથી ખરીદનારને ખબર પડે છે કે તે જે વસ્તુ ખરીદી રહ્યા છે તે કઈ જગ્યાએથી સંબંધિત છે. ખાસ વાત એ છે કે GI ટેગ મળવાથી તે પ્રોડક્ટનું બ્રાન્ડિંગ વધે છે. તેનાથી બજારમાં તેની માગ વધે છે. જેની સીધી અસર ખેડૂતોની કમાણી પર પડે છે. એટલે કે ખેડૂતોની આવક વધે છે. જણાવી દઈએ કે ગયા અઠવાડિયે બનારસી પાનને પણ જીઆઈ ટેગ મળ્યો હતો. આ સિવાય બનારસની લંગડા કેરી અને મોરેનાની ગજકને જીઆઈ ટેગ મળ્યો છે.

GI ટેગ શું છે?

GI ટેગ એટલે અંગ્રેજીમાં Geographical Indications of Goods એટલે કે જે વિસ્તારમાં વસ્તુ મળી આવતી હોય તેને તે વિસ્તારની સાથે રજીસ્ટ્રેશન કરવામાં આવે. આ માટેનો કાયદો 2003માં લાગુ થયો હતો. વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO) અનુસાર, જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ એ એક પ્રકારનું લેબલ છે જે ઉત્પાદનને ચોક્કસ ભૌગોલિક ઓળખ આપે છે.

કૃષિ જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

APMC ભાવ સમાચારએગ્રિકલ્ચર ટેકનોલોજી ન્યૂઝસક્સેસ સ્ટોરી સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
g clip-path="url(#clip0_868_265)">