Cyber Fraud Helpline : ડિજિટલ છેતરપિંડીની ફરિયાદ માટે ગૃહ મંત્રાલયે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, આવી રીતે કરો ફરિયાદ

Cyber Fraud Helpline : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાયબર ફ્રોડને કારણે આર્થિક નુકસાન અટકાવવા માટે એક હેલ્પલાઇન (Helpline) નંબર જાહેર કર્યો છે.

Cyber Fraud Helpline : ડિજિટલ છેતરપિંડીની ફરિયાદ માટે ગૃહ મંત્રાલયે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, આવી રીતે કરો ફરિયાદ
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 12:31 AM

Cyber Fraud Helpline : દેશમાં સાયબર ફ્રોડને લીધે ઘણા લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. આને કારણે, કોઈપણ પ્રકારની છેતરપિંડીની સ્થિતિમાં તાત્કાલિક ફરિયાદ કરવાનું કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, ડિજિટલ છેતરપિંડી સામે કાર્યવાહી અને ડિજિટલ ચુકવણીઓ સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાયબર ફ્રોડને કારણે આર્થિક નુકસાન અટકાવવા માટે એક હેલ્પલાઇન (Cyber Fraud Helpline) નંબર 155260 જાહેર કર્યો છે.

1 એપ્રિલે હેલ્પલાઇન નંબર લોંચ કરાયો 1 એપ્રિલ 2021 ના ​​રોજ ગૃહ મંત્રાલય દ્વારા ડિજિટલ છેતરપિંડીની ફરિયાદ માટેનો હેલ્પલાઈન નંબર (Cyber Fraud Helpline) નું સોફ્ટ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલય અંતર્ગત Indian Cyber ​​Crime Coordination Center-I4C દ્વારા હેલ્પલાઈન નંબર 155260 અને તેના રિપોર્ટિંગ પ્લેટફોર્મની કામગીરી કરવામાં આવી છે.

હાલમાં છત્તીસગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ જેવા સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં દેશની 35% થી વધુ વસ્તીનો સમાવેશ થાય છે.

2 મહિનામાં 1.85 કરોડની છેતરપિંડીની ફરિયાદો મળતી માહિતી અનુસાર આ હેલ્પલાઈન ( Cyber Fraud Helpline) નંબર 155260 પરની ફરિયાદોના આધારે 2 મહિનાની અંદર 1.85 કરોડ રૂપિયાથી વધુની ડિજિટલ છેતરપિંડી કરવામાં આવી છે. જેના કારણે સાયબર ફ્રોડની મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. આ સિવાય દિલ્હી અને રાજસ્થાનમાં તપાસ દરમિયાન અનેક ખાતા સીઝ કરવામાં આવી હતા અને 58 લાખ અને 53 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા.

આવી રીતે કામ કરે છે આ હેલ્પલાઇન જેની પણ સાથે ડિજિટલ છેતરપિંડી થઇ છે તે પોલીસ અધિકારી મારફતે જાહેર કરવામાં આવેલા સાયબર ફ્રોડ હેલ્પલાઇન (Cyber Fraud Helpline) નંબર 155260 પર તરત જ કોલ કરી શકે છે. જો છેતરપિંડી થયાને 24 કલાકથી ઓછો સમય થયો હશે તો ઓપરેટર ગુનાની વિગતો અને ફોર્મ ભરવા માટે પીડિતની વ્યક્તિગત માહિતી પૂછશે. આ તમામ માહિતી ફાઈનાન્સિયલ ઇંસ્ટિટ્યુશન પાસે જાય છે, જે ડિજિટલ વ્યવહારોને મંજુરી આપે છે.

જે બેંક ખાતા/ક્રેડીટ કાર્ડ/વોલેટમાંથી નાણા કપાયા છે અને જે બેંક ખાતા/ક્રેડીટ કાર્ડ/વોલેટમાં જમા થવાના છે, અથવા થયા છે  એ બંને નાણાકીય સંસ્થાઓને આ માહિતી આપવામાં આવશે. બંનેના ડેશબોર્ડ પર આ માહિતી દેખાશે. હવે ડિજિટલ વ્યવહારોને મંજુરી આપે છે તે ફાઈનાન્સિયલ ઇંસ્ટિટ્યુશન આવા વ્યવહારોને અપૃવ નહિ કરે અને ડિજિટલ છેતરપિંડી થતા રહી જશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">