મદદ કરવાના બહાને મિત્રએ જ આપ્યો દગો, હોટેલમાં લઈ જઈ યુવતી સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ, જાણો સમગ્ર ઘટના

મદદ કરવાના બહાને મિત્રએ જ આપ્યો દગો, હોટેલમાં લઈ જઈ યુવતી સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ, જાણો સમગ્ર ઘટના
પ્રતિકાત્મક તસવીર

એક ખાનગી કંપનીમાં કામ કરતી એક યુવતીને આર્થિક મદદ લેવા માટે હોટલમાં જવું મોંઘું પડ્યું છે. બે મિત્રોએ જ મળીને યુવતી સાથે ગેંગરેપ કર્યો હોવાની ઘટના સામે આવી છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Jan 09, 2022 | 4:41 PM

ગુરુગ્રામ (Gurugram), એનસીઆરમાં, એક ખાનગી કંપનીમાં કામ કરતી એક યુવતીને આર્થિક મદદ લેવા માટે હોટલમાં જવું મોંઘું પડ્યું છે. બે મિત્રોએ જ મળીને યુવતી સાથે ગેંગરેપ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. યુવતીની ફરિયાદમાં પટૌડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ રેવાડીની એક 22 વર્ષની યુવતીએ શુક્રવારે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, તે પટૌડીના રહેવાસી યુવકને પહેલાથી જ ઓળખતી હતી. તેણે યુવકને પૈસા માટે બોલાવ્યો હતો. આના પર યુવકે યુવતીને પટૌડી આવીને પૈસા લેવા કહ્યું. યુવતી પૈસા લેવા પટૌડી પહોંચી. હિન્દુસ્તાનના અહેવાલ મુજબ આરોપી યુવક તેના મિત્ર સાથે કારમાં આવ્યો અને તેને કારમાં બેસાડી પટૌડી પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં લઈ ગયો. ત્યાં તે બંને મિત્રોએ યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને ભાગી ગયા.

બાળકોની ચોરી કરવા બદલ ત્રણ મહિલાઓની ધરપકડ

ગુરુગ્રામ પોલીસે નવજાત શિશુની ચોરીમાં સંડોવાયેલી ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 25 દિવસની બે છોકરીઓ રિકવર કરી છે. ગુરુગ્રામ પોલીસ કમિશનર કેકે રાવે કહ્યું કે, રાજસ્થાનના અલવર જવા માટે મહિલાઓએ જે ટેક્સી બુક કરી હતી તેના ડ્રાઈવરને તેમના પર થોડી શંકા હતી.

તેમણે કહ્યું કે, ડ્રાઈવરે મહિલાઓને ફોન પર કોઈની સાથે છોકરીઓ વેચવા અંગે વાત કરતી સાંભળી હતી. રાવે કહ્યું કે, ડ્રાઈવર વાહનને ગુરુગ્રામ પોલીસ સ્ટેશન લઈ ગયો અને પોલીસને તેની શંકા વિશે જણાવ્યું, જેના પગલે પોલીસે પૂછપરછ માટે મહિલાઓને કસ્ટડીમાં લીધી.

રાવે જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન મહિલાઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો. મહિલાઓએ જણાવ્યું કે, તેઓ છોકરીઓને રાજસ્થાન લઈ જઈને વેચવાનો પ્રયાસ કરી રહી હતી. મહિલાઓની ઓળખ અલવરના રહેવાસી સુરિન્દર કૌર અને હરજિન્દર તરીકે થઈ હતી, જ્યારે ત્રીજી મહિલાની દિલ્હીના રોહિણીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Ahmedabad: મહિલા પોલીસ સ્ટેશનની ચર્ચાસ્પદ ઘટના, મહિલાને બજારમાં વેચી નાખવાની ધમકી આપનાર નણદોઈની થઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, જલ્દી કરો અરજી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati